આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ, એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ખાસ સંદેશ આપ્યો

આ વર્ષે 31 જુલાઈના રોજ આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ આવી રહી છે તે પહેલાં, 15 અને 16 જૂનના રોજ ન્યૂ યોર્કમાં યોજવામાં આવેલી વર્લ્ડ સ્ટીલ ડાયનેમિક્સના વાર્ષિક ગ્લોબલ સ્ટીલ ડાયનેમિક્સ ફોરમ 2026માં કંપનીના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ઉપસ્થિતોને એક ખાસ વિડિઓ સંદેશ આપ્યો છે. આ સંદેશમાં, મિત્તલે મિત્તલ સ્ટીલ અને આર્સેલરના વિલીનીકરણ પર સંમતિ સાધતા પહેલાં આ કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણને યાદ કર્યું હતું. 

 મિત્તલે છેલ્લા બે દાયકાઓની વાતોને યાદ કરીને, આ વિલિનીકરણ નાણાકીય કટોકટીથી લઈને કોવિડ-19 મહામારી અને ચીનના સ્ટીલ ઉદ્યોગના ઉદય સુધીના મુખ્ય વૈશ્વિક પરિવર્તનોથી આગળ વધવા માટે વ્યાપકતા, વૈવિધ્યકરણ અને પહોંચ દ્વારા કેવી રીતે વધુ મજબૂત, વધુ સ્થિતિસ્થાપક વ્યવસાયમાં રૂપાંતરિત થયું તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે, આ ઉદ્યોગ ઝડપી ગતિશીલ બજારો, વધુ ટેકનોલોજીકલ પરિવર્તન અને 2006 કરતાં વધુ જટિલ પરિચાલન માહોલ વચ્ચે પણ કેવી રીતે વિકસિત થયો છે.

મિત્તલે ભવિષ્ય પર નજર રાખીને, ભારત જેવા ઉભરતા બજારોની માંગ, વિકસિત અર્થતંત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવીનીકરણ અને ઊર્જા ટ્રાન્ઝિશનના આધારે સ્ટીલ ઉદ્યોગ માટે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ મજબૂત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાનિક ઔદ્યોગિક નીતિની વધતી જતી ભૂમિકા અને મજબૂત, સ્પર્ધાત્મક સ્ટીલ ઉદ્યોગ જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.

તેમના સંદેશના મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે:

"ખાસ કરીને છેલ્લા 20 વર્ષમાં ચીને નોંધપાત્ર વિકાસ કર્યો છે. હવે ભારતનો વારો છે, જેમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ, ઝડપી શહેરી આવાસ વૃદ્ધિ અને ઊર્જા ટ્રાન્ઝિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે."

"જો હું 20 વર્ષ પાછળ ફરીને નજર કરું, તો મને ખરેખર લાગે છે કે, વિલિનીકરણથી ખરેખર એક મજબૂત કંપની બની છે, જેને મોટાપાયે વ્યાપકતા, વૈવિધ્યકરણ, સ્થિતિ સ્થાપકતા અને વ્યૂહાત્મક પહોંચથી લાભ થયો છે. ચોખ્ખું કહું તો - જેમ હંમેશા થાય છે - એવી ઘટનાઓ બની છે જેની આપણે અપેક્ષા રાખી ન હતી. વૈશ્વિક નાણાકીય કટોકટીના આફ્ટરશોક્સ હજુ પણ આપણને અનુભવાઈ રહ્યા છે, અને કોવિડના પરિણામો પણ એટલા જ નાટકીય રહ્યા છે. જોકે, હું દૃઢ પણે માનું છું કે, આપણે આ આંચકાઓનો સામનો અલગ રહીને કરી શક્યા હોત તેના કરતાં વધુ સારી રીતે સાથે મળીને કર્યો છે.

"2026માં જે કામ થઈ રહ્યું છે તે 2006 કરતા સ્પષ્ટપણે ખૂબ જ અલગ છે. આજે બજારો ઝડપથી આગળ વધે છે, સ્પર્ધા વધુ વૈશ્વિક છે, ટેકનોલોજીમાં સતત પરિવર્તન આવે છે અને કંપનીઓ વાસ્તવિક સમયમાં અનુકૂલન સાધે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આપણા જેવા પરંપરાગત ઉદ્યોગો પણ 2006ની સરખામણીએ વધુ ઝડપી, વધુ વૈશ્વિક, વધુ ડેટા-આધારિત અને વધુ પર્યાવરણીય રીતે મર્યાદિત વિશ્વમાં કામ કરે છે.

"ભવિષ્ય વિશે આશાવાદ અને ઉત્સાહ જાળવી રાખવાના ઘણા કારણો છે. એ વાતમાં મને કોઈ શંકા નથી કે, આપણી સામે ઘણા પડકારો અને અનઅપેક્ષિત ઘટનાઓ આવતી રહેશે. પરંતુ પ્રામાણિકપણે, હું કહી શકું છું કે સ્ટીલ ઉદ્યોગમાં 50 વર્ષ પછી, એવું કોઈ સ્થાન નથી જે જ્યાં મેં રહેવાનું પસંદ કર્યું હોત."

About The Author

Related Posts

Top News

દેશનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર, મુકેશ અંબાણીની મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ Jio IPO અંગે એક મોટી જાહેરાત કરી. બજાર નિષ્ણાતો અનુસાર આ...
Business 
દેશનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર, મુકેશ અંબાણીની મોટી જાહેરાત

માફીનો કોઈ પ્રશ્ન જ નથી: કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ઝટકા બાદ ભાજપ એક્શનના મૂડમાં

કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીએ ભાજપની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના ગઠબંધનમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. સત્તાધારી કોંગ્રેસ પક્ષે 7 માંથી...
Politics 
માફીનો કોઈ પ્રશ્ન જ નથી: કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ઝટકા બાદ ભાજપ એક્શનના મૂડમાં

આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ, એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ખાસ સંદેશ આપ્યો

આ વર્ષે 31 જુલાઈના રોજ આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ આવી રહી છે તે પહેલાં, 15 અને 16 જૂનના રોજ ન્યૂ...
Gujarat 
આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ, એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ખાસ સંદેશ આપ્યો

સુરતમાં નકલી કેશ કિંગ અને એરિયલ વોશિંગ પાઉડરનું નેટવર્ક ઝડપાયું, 3ની ધરપકડ

ડાયમંડ નગરી હવે નકલી વસ્તુઓની નગરી બની ગઇ હોય તેવો ભાસ થાય છે, કારણ કે અહીં નકલી વસ્તુઓ વારંવાર પકડાતી...
Gujarat 
સુરતમાં નકલી કેશ કિંગ અને એરિયલ વોશિંગ પાઉડરનું નેટવર્ક ઝડપાયું, 3ની ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.