સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. દારૂના નશામાં ધૂત એક પોલીસકર્મીએ પોતાની કાર પુરપાટ ઝડપે દોડાવીને આગળ જતી BRTS બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એટલું જ નહીં અકસ્માત બાદ ASIને બોલવાના ફાફા પડી રહ્યા હતા. સ્થાનિકે કહ્યું કે કોન્સ્ટેબલ છો તો કહ્યું કે કોન્સ્ટેબલ નથી.

5

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના માથે છે, તેવા એક પોલીસ અધિકારી પોતે દારૂના નશામાં ધૂત થઈને બેફામ કાર હંકારી અકસ્માત સર્જતા પકડાયા છે. પોલીસ હેડક્વાર્ટરની 'B' કંપનીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) અજયભાઈ હરીભાઈ પટેલે શનિવારે રાત્રે નશાની હાલતમાં BRTS બસને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગંભીર ગેરવર્તણૂક બદલ સુરત પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી કડક પગલાં ભરીને ASIને સસ્પેન્ડ કરી દીધા છે.

ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી આરોપી ASI વિરૂદ્ધ પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ પ્રાથમિક તપાસમાં ASI અજયભાઈ હરીભાઈ પટેલની ગંભીર ભૂલ હોવાનું અને તેઓ કસૂરવાર હોવાનું સાબિત થયું હતું. શિસ્તબદ્ધ પોલીસ બેડામાં આવા વર્તનને જરાય ચલાવી ન લેવાય તેવો કડક સંદેશ આપતા પોલીસ કમિશનરના હુકમથી ASIને રવિવારથી જ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.

8

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર પોલીસકર્મી એટલો બધો નશામાં હતો કે અકસ્માત સર્જ્યા પછી પણ તેને કોઈ ભાન નહોતું. તે કારમાંથી જાહેર રસ્તા પર જ લોકો સામે લવારા કરવા લાગ્યો હતો. અકસ્માત થતા જ આસપાસથી પસાર થતા લોકો અને સ્થાનિકો ટોળાઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસ જવાન સતત એક જ રટણ કરતો હતો કે હું કોન્સ્ટેબલ નથી, તૈયાર છું.

ટોળાએ જ્યારે અકસ્માત કરનાર સ્વિફ્ટ કાર (GJ-05-JN-9127)ની અંદર તપાસ કરી ત્યારે લોકો પણ ચોંકી ગયા હતા. કારની પાછળની સીટ પરથી પોલીસની સત્તાવાર વર્દી અને બેલ્ટ મળી આવ્યા હતા. આ વર્દી પર લાગેલી નેમપ્લેટ પર અજયભાઈ એચ. પટેલ, ASI, પો.નં 2559, સુરત શહેર લખેલું હતું. એટલું જ નહીં, કારની અંદરથી દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકની ગ્લાસ પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે પોલીસકર્મી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો.

4

ઘટનાસ્થળે હાજર એક સ્થાનિકે જણાવ્યું હતું કે, જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રક્ષક જ ભક્ષક બનીને દારૂના નશામાં ધૂત થઈ રસ્તા પર નીકળશે, તો જનતાએ સુરક્ષા માટે કોની પાસે જવું? ગાડીની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે જો બસની જગ્યાએ કોઈ બાઇકચાલક હોત તો તેનો જીવ જતો રહેતો. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત બાદ બસ ડ્રાઇવર પર દબાણ લાવીને તેને તાત્કાલિક ઘટનાસ્થળેથી રવાના કરી દેવાયો હતો, જેથી મામલો વધુ ન બગડે.

ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત કરનાર વ્યક્તિ ખરેખર પોલીસ વિભાગનો જ કર્મચારી છે અને તે અકસ્માત સમયે નશાની હાલતમાં હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેનું નામ અજય પટેલ છે અને તે છેલ્લા 5 વર્ષથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યો છે. હાલમાં ઉમરા પોલીસે નશાખોર ASI અજય પટેલની અટકાયત કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ તથા અકસ્માત અંગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટનાને કારણે સુરત પોલીસની છબી ખરડાઈ છે અને લોકો કાયદાના પાલન કરાવનારાઓની આવી કરતૂતો પર આડે હાથ લઇ રહ્યા છે. હવે તમે જ કહો કાયદાના રક્ષક પાસે આવી અપેક્ષા રાખી શકાય ખરી?

About The Author

Related Posts

Top News

સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ...
Gujarat 
સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં...
Gujarat 
કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

(ઉત્કર્ષ પટેલ) લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ...
Opinion 
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (TMPV)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી...
Tech and Auto 
1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.