- Tech and Auto
- 1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે
1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે
દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (TMPV)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, 1 જુલાઈ, 2026થી તેના વાહનો વધુ મોંઘા થશે. આનાથી પેટ્રોલ, ડીઝલ, CNG અને EV જેવા તમામ સેગમેન્ટના વાહનો પર અસર થશે. કંપનીએ જણાવ્યું હતું કે તેની કારની કિંમત 1.5 ટકા સુધી વધશે.
કંપનીએ કાર અને SUVના ભાવમાં આ વધારાનું કારણ વધતા ઇનપુટ ખર્ચને ગણાવ્યું છે. ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર, 'વધતા ઇનપુટ ખર્ચ અને મોંઘવારીના દબાણને ઘટાડવા માટે ભાવમાં આવો ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જોકે TMPV આ વધેલા ખર્ચનો ઘણો મોટો હિસ્સો જાતે સહન કરી રહ્યું છે, પરંતુ આ ફેરફાર દ્વારા તેની કેટલીક અસર ગ્રાહકો પર પડી રહી છે.'
કંપનીએ કારના નવા ભાવ જાહેર કર્યા નથી. બ્રાન્ડે જણાવ્યું હતું કે, તમામ મોડેલો અને વેરિઅન્ટ્સ માટે કિંમતોમાં અલગ અલગ વધારો કરવામાં આવશે, જેનાથી તેમનું વેલ્યુ પ્રપોર્શન જળવાઈ રહે. જો તમે 30 જૂન પહેલાં કાર ખરીદો છો, તો તમે વધેલી કિંમતોની અસરથી બચી શકો છો.
તાજેતરમાં, BMWએ પણ તેની કારના ભાવમાં વધારો જાહેર કર્યો છે. કંપની ભારતમાં વેચાતી તેની BMW અને મીની બ્રાન્ડની કારના ભાવમાં 2 ટકા સુધીનો વધારો કરી રહી છે. જ્યારે ચીની કાર ઉત્પાદક BYDએ પણ તેની કારના ભાવમાં વધારો જાહેર કર્યો છે. BYD વાહનો પણ 2 ટકા સુધી મોંઘા થશે.
ટાટા મોટર્સે સ્પષ્ટતા કરી છે કે, તેની ઇલેક્ટ્રિક અને ICE (આંતરિક કમ્બશન એન્જિન) આ બંને કારના ભાવ વધશે. આનો અર્થ એ છે કે, હવે તમારે ટાટા ટિયાગો, ટિગોર, અલ્ટ્રોઝ, પંચ, નેક્સન, કર્વ, સીએરા, હેરિયર અને સફારી માટે વધુ ખર્ચ કરવો પડશે. જ્યારે EV કારની વાત કરીએ તો, ટાટા ટિયાગો EV, ટિગોર EV, પંચ EV, નેક્સન EV અને હેરિયર EVની કિંમતોમાં વધારો થશે.
જો કંપનીની બધી કારના ભાવ વધી રહ્યા છે, તો તેની અસર હાલમાં જ લોન્ચ થયેલી ટિયાગોને પણ થશે. ટાટાએ આ મહિને જ CNG અને પેટ્રોલ વર્ઝનમાં ટાટા ટિયાગો EV લોન્ચ કરી છે. આ કારની કિંમત રૂ. 4.69 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

