સાસુ પોતાની પુત્રવધૂને દાગીના ભેટ આપવા ચોર બની! મકાનમાલિકના ઘરમાંથી 15 તોલા સોનું ચોરી લીધું

ગુજરાતના સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોતાના દીકરાના લગ્ન પછી પોતાની પુત્રવધૂને સોનું ભેટમાં આપવા માટે એક સાસુ ચોર બની. તેણે તે જ્યાં રહેતી હતી તે મકાનમાલિકના ઘરમાંથી આશરે રૂ. 17.77 લાખના 15 તોલા સોનાના દાગીના ચોરી લીધા.

જોકે, પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપી મહિલા ઉષાબેન નીતિન ટાંકની ધરપકડ કરી અને ચોરાયેલા દાગીના જપ્ત કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા, અને તેણે પોતાની પુત્રવધૂને ભેટ આપવા માટે આ ચોરી કરી હતી.

હકીકત એમ છે કે, સુરતમાં રહેતા 42 વર્ષીય શિલ્પાબેન પદમાણી એક ખાનગી શાળાની શિક્ષિકા છે, તેઓ સ્કૂલે ગયા હતા અને તેમના પતિ એમ્બ્રોઈડરીના કારખાને ગયા હતા, અને તેમનો દીકરો ટ્યુશન માટે જતી વખતે રૂમને તાળું મારવાનું ભૂલી ગયો. ત્યાર પછી પહેલા માળે એક મહિલા જે પોતાના પુત્રો સાથે ત્રણ મહિના પહેલા જ રૂમ ભાડે રાખીને રહેતી હતી, તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને કબાટમાંથી દાગીના ચોરી લીધા.

Surat-Mother-In-Law1
gujarati.news18.com

ગત 21 એપ્રિલના રોજ શિક્ષિકાનો પરિવાર રામકથા રોડ પર જેઠની પુત્રીના ચાંદલા સમારોહમાં જવા તૈયાર થઈ રહ્યો હતો. તે દરમિયાન શિલ્પાબેને કબાટ ખોલતાં અંદર રાખેલા દાગીના ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતાં અંદાજે રૂ. 17.77 લાખની કિંમતના 15 તોલા સોનાના દાગીના ચોરી થયાનું બહાર આવ્યું હતું.

શિલ્પાબેનના જણાવ્યા અનુસાર છેલ્લે 28 માર્ચના રોજ દાગીના કબાટમાં જોયા હતા. જોકે, ધ્યાન દોરવા બાબત એ હતી કે, મકાનનું કોઈ તાળું તૂટેલું નહોતું અને ઘરમાં જબરદસ્તી પ્રવેશના પણ કોઈ નિશાન નહોતાં. જેના આધારે પોલીસને શરૂઆતથી જ કોઈ જાણભેદુ વ્યક્તિએ ચોરી કરી હોવાની શંકા ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કતારગામ પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો. પોલીસે મકાનમાં રહેતા બંને ભાડુઆત પરિવારોની વિગતવાર પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે બીજા માળે રહેતો પરિવાર છેલ્લા 8 વર્ષથી ત્યાં રહેતો હતો, જ્યારે પહેલા માળે રહેતો ટાંક પરિવાર માત્ર 3 મહિના પહેલાં જ રહેવા આવ્યો હતો.

શિક્ષિકાએ તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી. શિક્ષિકાના રિપોર્ટના આધારે, પોલીસે ભાડૂઆતને બોલાવી અને તેની કડક પૂછપરછ કરી, ત્યારપછી મહિલાએ જણાવ્યું કે તેના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે. તેને તેની પુત્રવધૂને સોનાના દાગીના ભેટમાં આપવાના હતા. તેથી જ તેણે મકાનમાલિકના ઘરેથી આ ચોરી કરી.

આરોપી મહિલાએ જણાવ્યું હતું કે, શિલ્પાબેન અને તેમના પતિ રોજ કામ પર જતા હતા, જ્યારે તેમનો પુત્ર ટ્યૂશન ક્લાસ માટે બહાર જતો હતો. તે સમયે મુખ્ય દરવાજાને તાળું મારવામાં આવતું હતું, પરંતુ સીડી પાસે આવેલા એક રૂમને ક્યારેય તાળું મારવામાં આવતું નહોતું. આ તકનો લાભ લઈ તે અંદર પ્રવેશી ગઈ હતી અને કબાટમાંથી દાગીના ચોરી લીધા હતા.

શરૂઆતમાં, આરોપી મહિલાએ પોલીસને ગેરમાર્ગે દોરતા કહ્યું કે, તેણે આ દાગીના ફક્ત 3.36 લાખ રૂપિયામાં વેચી દીધા છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, આ રકમમાંથી 2 લાખ રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા હતા. જોકે, પોલીસે આ વાત માની ન હતી. ત્યાર પછી, ઘરમાં બનાવેલા છજ્જા પર રાખેલા બોક્સમાંથી સોનાના દાગીના મળી આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.