તેલ સંકટના વધવાના મોટા એંધાણ? અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો

વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ વધુ ઘેરૂ બને તેવી આશંકાઓ વચ્ચે, ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન ક્રૂડ ઓઈલના વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં આપેલી કામચલાઉ રાહત (Waiver) લંબાવવાનો ઇનકાર કરી દીધો છે. બ્લૂમબર્ગના રવિવારના અહેવાલ મુજબ, આ રાહતની સમયમર્યાદા હવે સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે જ વૈશ્વિક ઉર્જા પુરવઠાની ચિંતાઓ વચ્ચે રશિયન તેલની મર્યાદિત ખરીદી માટેની કામચલાઉ વ્યવસ્થાનો અંત આવ્યો છે.

આ રાહત એવા સમયે સમાપ્ત થઈ છે જ્યારે ઈરાન યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની આસપાસના અવરોધોને કારણે વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં તેલની તંગી વર્તાઈ રહી છે અને ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે.

અમેરિકાએ આપેલી આ છૂટછાટ હેઠળ ટેન્કરોમાં પહેલેથી જ લોડ થઈ ચૂકેલા રશિયન ક્રૂડની ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વોશિંગ્ટને સૌપ્રથમ માર્ચ મહિનામાં આ રાહત આપી હતી અને ત્યારબાદ તેલ આયાત પર નિર્ભર દેશોની રજૂઆતો બાદ એપ્રિલમાં તેને લંબાવવામાં આવી હતી.

Russia-Crude-Oil3
theindiadaily.com

આ સમયમર્યાદા પૂરી થતાં જ, પ્રતિબંધોમાં મળેલી આ નાનકડી રાહત હવે (કામચલાઉ ધોરણે) નાબૂદ થઈ ગઈ છે. ભારત અને ઈન્ડોનેશિયા સહિતના દેશો તેલના વધતા ભાવ વચ્ચે આ રાહત ચાલુ રહે તેમ ઈચ્છી રહ્યા હતા.

સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં, ભારતે અમેરિકાને આ રાહત લંબાવવા માટે વિનંતી કરી હતી, તેમ બ્લૂમબર્ગે ચાલુ સપ્તાહની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો.

ભારતીય અધિકારીઓએ વોશિંગ્ટનને જણાવ્યું હતું કે દેશની 1.4 અબજની વસ્તી માટે ઓઈલ માર્કેટની અસ્થિરતા વ્યાપક આર્થિક નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી, સ્થિર ઉર્જા પુરવઠો જાળવી રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે. અહેવાલ અનુસાર, અધિકારીઓએ એવી ચેતવણી પણ આપી હતી કે ઉર્જાના વધતા ભાવોને કારણે રસોઈ ગેસની અછત જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેની સીધી અસર સામાન્ય પરિવારો પર પડી રહી છે.

આ રાહતના સમયગાળા દરમિયાન ભારતે રશિયન ક્રૂડની ખરીદીમાં મોટો ઉછાળો નોંધાવ્યો હતો. 'કેપ્લર' (Kpler) ના ડેટા દર્શાવે છે કે, કામચલાઉ મંજૂરી હેઠળ ભારતીય રિફાઇનર્સે ખરીદી ઝડપી બનાવતા મે મહિનામાં રશિયન તેલની આયાત પ્રતિદિન 2.3 મિલિયન બેરલના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. જો કે, આ રાહત માત્ર એવા જ કાર્ગો (જથ્થા) માટે ઉપલબ્ધ હતી જે અગાઉથી જ જહાજોમાં લોડ થઈ ચૂક્યા હતા.

oil

પર્સિયન ગલ્ફ (ઈરાનની ખાડી) માં છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સપ્લાય ખોરવાઈ જવાની આશંકાથી વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ (Brent crude) બેરલ દીઠ $105 ને વટાવી ગયું છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન સંઘર્ષ શરૂ થયો તે પહેલાં, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $72 થી $73 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. આમ, કિંમતોમાં 40% કરતાં વધુનો વધારો થતાં ઈંધણના કારણે વધતી મોંઘવારી, ઊંચા આયાત બિલ અને ભારત જેવા તેલ આયાત કરતા દેશો પર આર્થિક દબાણ વધવાની ચિંતા તીવ્ર બની છે.

પ્રતિબંધોમાં આપવામાં આવેલી આ રાહતની કેટલાક યુરોપિયન સહયોગી દેશો દ્વારા ટીકા કરવામાં આવી હતી. તેમનો તર્ક હતો કે રશિયન ક્રૂડ પરના પ્રતિબંધો હળવા કરવાથી યુક્રેન યુદ્ધ દરમિયાન મોસ્કોની તેલની કમાણી ઘટાડવાના વૈશ્વિક પ્રયાસો નબળા પડે છે. ટીકાકારોના મતે, આ કામચલાઉ રાહત માત્ર મર્યાદિત દરિયાઈ શિપમેન્ટ માટે જ હતી, તેમ છતાં તેનાથી રશિયાને ક્રૂડના વધતા ભાવોનો સીધો આર્થિક લાભ મેળવવામાં મદદ મળી હતી.

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે (શરૂઆતમાં એપ્રિલ મહિનામાં સંકેત આપ્યો હતો કે આ વેઇવર (રાહત) નું નવીનીકરણ કરવામાં આવશે નહીં. જો કે, બાદમાં વહીવટીતંત્રે પોતાનો નિર્ણય બદલ્યો હતો અને બીજી ટૂંકા ગાળાની મંજૂરી આપી હતી.

બેસેન્ટે તે સમયે સેનેટ પેનલને જણાવ્યું હતું કે, ઉર્જાની દ્રષ્ટિએ સૌથી વધુ સંવેદનશીલ અને ગરીબ એવા 10 થી વધુ દેશોએ આ રાહત લંબાવવા માટે વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક ઉર્જા બજારોમાં સ્થિરતા જાળવી રાખવા માટે આ કામચલાઉ રાહત આપવી જરૂરી હતી.

About The Author

Related Posts

Top News

કાશ પટેલ ફરી એકવાર વિવાદમાં; FBIનું જેટ, 50000 ડૉલરનો સૂટ, અને ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી ડેટ...

US FBI ડિરેક્ટર કાશ પટેલ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના પર તેમની ગર્લફ્રેન્ડ સાથે સત્તાવાર મુલાકાતને લક્ઝરી ડેટમાં ફેરવવાનો...
World 
કાશ પટેલ ફરી એકવાર વિવાદમાં; FBIનું જેટ, 50000 ડૉલરનો સૂટ, અને ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી ડેટ...

18 વર્ષથી જાપાનમાં રેસ્ટોરાં ચલાવતા, અચાનક 'પોતાના દેશમાં પાછા જાઓ'નો મળ્યો આદેશ, ભારતીય ઉદ્યોગપતિ રડી પડ્યા

છેલ્લા 18 વર્ષથી જાપાનમાં ભારતીય રેસ્ટોરાં ચલાવતા એક ભારતીય ઉદ્યોગપતિની કહાનીએ લોકોને ખૂબ જ ભાવુક કરી દીધા છે. જાપાની અધિકારીઓએ...
World 
18 વર્ષથી જાપાનમાં રેસ્ટોરાં ચલાવતા, અચાનક 'પોતાના દેશમાં પાછા જાઓ'નો મળ્યો આદેશ, ભારતીય ઉદ્યોગપતિ રડી પડ્યા

સાસુ પોતાની પુત્રવધૂને દાગીના ભેટ આપવા ચોર બની! મકાનમાલિકના ઘરમાંથી 15 તોલા સોનું ચોરી લીધું

ગુજરાતના સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોતાના દીકરાના લગ્ન પછી પોતાની પુત્રવધૂને સોનું ભેટમાં આપવા માટે એક સાસુ...
Gujarat 
સાસુ પોતાની પુત્રવધૂને દાગીના ભેટ આપવા ચોર બની! મકાનમાલિકના ઘરમાંથી 15 તોલા સોનું ચોરી લીધું

તેલ સંકટના વધવાના મોટા એંધાણ? અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો

વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ વધુ ઘેરૂ બને તેવી આશંકાઓ વચ્ચે, ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન ક્રૂડ ઓઈલના વેચાણ પર લાદવામાં આવેલા...
Business 
તેલ સંકટના વધવાના મોટા એંધાણ? અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો
Copyright (c) Khabarchhe All Rights Reserved.