સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાની લોકપ્રિયતા સાબિત કરી દેખાડી છે. વિપક્ષને પછાડીને ભાજપે જંગી બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે. આ ભવ્ય સફળતા બાદ હવે સુરત અને અમદાવાદના રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આખરે સુરત અને અમદાવાદનું નેતૃત્વ કરનાર નવા મેયર કોણ હશે?

સુરતમાં કોણ મેયર બનશે?

સુરતમાં ભાજપે 120 બેઠકોમાંથી 115 બેઠકો પર જીત મેળવી છે. AAPએ  ગત ચૂંટણીના 27 બેઠકો પર જીત મેળવી હતી, પરંતુ આ વખતે AAPને માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસને તો સમ ખાવા પૂરતી એક જ બેઠક મળી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હોદ્દેદારોના નામો ચર્ચામાં છે. સુરતમાં જીત બાદ હવે મેયરના નામને લઈને ચર્ચાઓ થઇ રહી છે. અનેક મોટા નેતાઓના નામ ચર્ચામાં છે. મેયર, ડે.મેયરના નામ માટે અનેક નામ રેસમાં છે.

rajan patel
facebook.com

મેયર તરીકે કોનું નામ ચર્ચા?

ભાજપના વિજેતા મહિલા કોર્પોરેટરોમાં ઘણા ચહેરાઓ અત્યારે મેયર પદની રેસમાં આગળ દેખાઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે વોર્ડ નંબર-3 માંથી વિજેતા થયેલા કાવ્યા કથીરિયાનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. તેમની કામગીરી અને લોકપ્રિયતાને જોતા તેઓ મજબૂત દાવેદાર માનવામાં આવે છે. વોર્ડ નંબર-9 માંથી ચૂંટાઈ આવેલા નેન્સી શાહ પણ મેયર પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વોર્ડ નંબર-10 માંથી વિજેતા બનેલા ઉર્વશી પટેલ પણ પોતાની રાજકીય પકડને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. વોર્ડ નંબર-15 ના વિજેતા મનીષા આહીર અને વોર્ડ નંબર-11 માંથી વિજેતા થયેલા અલ્પા મહેતાના નામની પણ પક્ષના વર્તુળોમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત જયશ્રી વરીયાનું નામ પણ ચર્ચામાંએડવોકેટ પ્રતિવાદેનું નામ પણ ચર્ચામાં છે.

જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સંભવિત દાવેદારોમાં રાજન પટેલ, દિનેશ રાજપુરોહિત, સુધાકર ચૌધરી ભાઈદાસ પાર્ટીનું નામ ચર્ચામાં છે. તો  સ્ટેન્ડિંગ ચેરમેન માટે  દક્ષેશ માવાણી, રાજન પટેલ, વ્રજેશ ઉનડકટ, હિમાંશુ રાવલજીના નામ ચર્ચામાં? જ્યારે શાસક પક્ષના નેતા માટે દિનેશ રાજપુરોહિત, અમિત રાજપૂતના નામ ચર્ચામાં છે.

BJP
divyabhaskar.co.in

તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપે સતત પાંચમી ટર્મ માટે ભગવો લહેરાવી દીધો છે. 192 પૈકીની 160 બેઠક જીતીને ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. ગત ટર્મમાં ભાજપને 159 બેઠકો મળી હતી જેમાં 1 બેઠકનો વધારો થયો છે. જ્યારે ગત ટર્મની કોંગ્રેસની 25 બેઠકોમાં 7 નો વધારો થયો છે. ભાજપે ગત ટર્મના 38 કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા હતા, જેમાં ખાડિયા વોર્ડના પંકજ ભટ્ટ સિવાય તમામનો વિજય થયો છે.

નોંધનીય છે કે, ખાડિયા વોર્ડમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસની આખી પેનલનો વિજય થતા ભાજપને પોતાનો ગઢ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે જ્યારે પરિણામો આવી ગયા છે, ત્યારે રૂપિયા 20000 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રાજકીય વહીવટ સંભાળનાર હોદ્દેદારો માટે કોણી પસંદગી થશે એની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

AMC Mayor
divyabhaskar.co.in

અમદાવાદ મનપામાં સંભવિત મેયર

હિતેશ બારોટ, થલતેજ વોર્ડ

ધરમશી દેસાઈ, બોડકદેવ વોર્ડ

દીપક પંચાલ, નિકોલ વોર્ડ

રાજુ ઠાકોર, વેજલપુર વોર્ડ

અમદાવાદ મનપામાં સંભવિત ડે.મેયર

ડૉ. ચાંદની પટેલ, લાંભા વોર્ડ

અંજુ શાહ, સાબરમતી વોર્ડ

ભાવિ પંચાલ, રાણીપ વોર્ડ

અનસુયા પટેલ, અસારવા વોર્ડ

દિવ્યા નિકુંજ ખાખી, નરોડા વોર્ડ

ડિમ્પલ વરિંદાની, સરદારનગર વોર્ડ

મીના રઘુવેન્દ્ર ઠાકોર, ઓઢવ

વિલાસ દેસાઈ, ઓઢવ.

અમદાવાદ મનપામાં સંભવિત સ્ટેન્ડિંગ ચેરમેન

જૈનિક વકીલ, પાલડી વોર્ડ

દેવાંગ દાણી, બોડકદેવ વોર્ડ

પરેશ લાખાણી, નિકોલ વોર્ડ

વિનોદ પટેલ, જોધપુર વોર્ડ

ભાગ્યેશ પટેલ, જોધપુર વોર્ડ

પરેશ પટેલ, વસ્ત્રાલ વોર્ડ.

હવે જોવાનું એ રહેશે કે પક્ષ કોના પર સત્તાનો કળશ ઢોળે છે. આ ઉપરાંત એ પણ નોંધવું રહ્યું કે, ભાજપે નામની પસંદગીમાં હંમેશાં બધાને ચોંકવ્યા છે ત્યારે મેયરની પસંદગીમાં પણ કંઈક આવું થાય તો નવાઈ નહીં. પક્ષ ચર્ચિત નામો સિવાય કોઈ એવી વ્યક્તિને પણ મેયર બનાવી શકે છે, જે વધારે ચર્ચિત ન અને કોઈએ ધાર્યું પણ ન હોય.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.