સુરતમાં AAP પર આરોપ, ટિકિટ માટે 18 લાખ માંગ્યા, હર્ષ સંઘવીએ કહ્યું- ગુજરાતમાં આવી ગંદી રાજનીતિ રમવાનો કોઈએ પ્રયાસ નથી કર્યો

સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં નાણાં લેવાના આક્ષેપોથી વિવાદ ઉભો થયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં વોર્ડ નંબર 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે 18 લાખ રૂપિયાની સોદાબાજી કરી રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો છે.

હર્ષ સંઘવી કહ્યું કે, ‘જો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી, આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે. ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે. આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય, તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે પસંદ થઈ ગઈ હોય, એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી. આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે, એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્ત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોણે શું કર્યું છે? પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે. પરંતુ બધી તપાસ કરવામાં આવશે.

harsh-sanghavi1
facebook.com/sanghaviharsh

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે એ તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા. કે આમ આદમી પાર્ટી કી સરકાર આયેગી તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મઝારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મઝાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશું મદદ કરશું અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે. એમના મેનિફેસ્ટોમાં છે, ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારેય ભી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈએ પ્રયત્ન નથી કર્યો.

નાયબ મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના એકેએક કાર્યકર્તા જ્યાં સુધી એના શરીરમાં લોહી હશે ત્યાં સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારા બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે અને આ મુંગેરીલાલ કે હસીન સપને એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જવાબદારી જ્યારે અમને આપી છે અમે મજબૂતાઈથી નિભાવશું આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના.

શું છે આખો મામલો?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, AAPના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો કે તેમની પત્ની લિપ્સાને ટિકિટ આપવા માટે 18 લાખ માંગ્યા હતા. સોદો અંતે 8 લાખમાં નક્કી થયો હતો. ટુકડે-ટુકડે રૂપિયા ચૂકવાયા હતા. નાણાં લીધા છતાં પત્નીને ઉમેદવાર ન બનાવતા નવનીત નાવડીયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

navnit-navadiya3
divyabhaskar.co.in

નવનીતભાઈ ચંદુભાઈ નાવડીયાએ આક્ષેપ કર્યો કે 2026ની મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઓમપ્રકાશે મેન્ડેટ જરૂરી હોવાનું જણાવ્યું હતું. કતારગામની મુલાકાતમાં કહ્યું હતું કે, 'આ વખતે વોર્ડ જીતી જવાય તેમ છે, તેથી મેન્ડેટ મેળવવા માટે 18 લાખ રૂપિયા આપવા પડશે.' સાથે લાલચ આપી કે કોર્પોરેટર બન્યા બાદ 6 મહિનામાં રકમ કમાઈ લેશે. લાંબી રકઝક બાદ 8 લાખમાં સોદો નક્કી થયો હતો. 25 માર્ચ, 2026એ કિરણચોક પાસે 2.50 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ 20 હજાર ATMમાંથી અને 30 હજાર મળીને 50 હજાર બીજા હપ્તા તરીકે આપ્યા હતા. કુલ 3 લાખ લીધા બાદ પણ આરોપીઓ વધુ 2 લાખ માંગતા હતા અને વારંવાર વોટ્સએપ કોલથી માનસિક ત્રાસ આપતા હતા.

પક્ષની યાદીમાં નામ ન આવતા ધર્મેશ ભંડેરીનો સંપર્ક કર્યો હતો. તેમણે પત્નીને ટિકિટ આપવાની ખાતરી આપી રાત્રે 10:45 વાગ્યે ફોર્મ ભરાવ્યું હતું. અંકુર હિરપરાએ મેન્ડેટ તૈયાર કર્યું હતું, પરંતુ ચકાસણીમાં તે ખોટું નીકળ્યું હતું. રામભાઈ ધડુકે રજૂઆત કરી અને સમય પસાર કરાવતા અન્યનું મેન્ડેટ મંજૂર થયું, જેથી ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી.

આ કૌભાંડમાં ઓમપ્રકાશ અને આકાશ મિશ્રા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પૈસા માંગતા આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા. કોલ રેકોર્ડિંગ અને ફૂટેજના આધારે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાર્યવાહી માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.