‘લાંચના પૈસા ઉંદરો ખાઈ જતા...’ સુપ્રીમ કોર્ટે દોષિત મહિલા અધિકારીને જામીન આપી દીધા અને સજા પર રોક લગાવી દીધી

શુક્રવારે, સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એવો કેસ આવ્યો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બિહારની એક મહિલા અધિકારી સામે લાંચના કેસની સુનાવણી દરમિયાન એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે લાંચના પૈસા ઉંદરોએ નષ્ટ કરી દીધા. આના પર પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટે ન માત્ર આશ્ચર્ય વ્યક્ત કર્યું, પરંતુ આરોપી મહિલાને જામીન પણ આપતા સજા પર રોક લગાવી દીધી.

આ કેસ બિહારમાં બાળ વિકાસ કાર્યક્રમ અધિકારી (CDPO) તરીકે ફરજ બજાવતી અરુણા કુમારી સાથે જોડાયેલો છે. તેના પર 10,000 રૂપિયાની લાંચ માંગવાનો આરોપ હતો, અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 અને 13(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

SC
facebook.com/SupremeCourtOfIndia

આ કેસમાં, ટ્રાયલ કોર્ટે અરુણા કુમારીને નિર્દોષ છોડી મૂકી, પરંતુ બાદમાં પટના હાઇકોર્ટના ઉલટાવી દીધો અને તેને દોષિત ઠેરવી. હાઈકોર્ટે તેને વિવિધ કલમો હેઠળ 4 વર્ષ અને 3 વર્ષની કેદની સજા ફટકારી હતી.

હાઈકોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલા લાંચના પૈસા કોર્ટમાં રજૂ કરી શકાયા નથી કારણ કે ઉંદરોએ તેને નષ્ટ કરી દીધી. જો કે, માલખાના રજિસ્ટરમાં લાંચની રકમ જમા કરાવવાનો રેકોર્ડ હતો. આ આધારે, હાઈકોર્ટે કહ્યું હતું કે, માત્ર ચલણી નોટો ન હોવાથી કેસ નબળો પડતો નથી.

SC1
facebook.com/SupremeCourtOfIndia

આ કેસની સુનાવણી ન્યાયાધીશ જે.બી. પારદીવાલા અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે ટિપ્પણી કરી હતી કે, અમને એ જાણીને આશ્ચર્ય થયું છે કે જપ્ત કરાયેલી ચલણી નોટો ઉંદરોએ નષ્ટ કરી દીધી. આ રાજ્ય માટે મોટું મહેસૂલ નુકસાન છે. અને આવા ખુલાસા વિશ્વસનીય લાગતા નથી. કોર્ટે સ્પષ્ટપણે સંકેત આપ્યા હતા કે આ દલીલ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને સંપૂર્ણ તપાસની જરૂર છે.

કેસના તથ્યોને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે અરુણા કુમારીની સજા પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો છે અને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં વિગતવાર અંતિમ સુનાવણી પછીની તારીખે હાથ ધરવામાં આવશે. આ કેસ માત્ર ભ્રષ્ટાચારના આરોપો સાથે જોડાયેલો નથી, પરંતુ પુરાવાના જાળવણી અને પોલીસ વહીવટીતંત્રની કામગીરી અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હવે, બધાની નજર સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી પર ટકેલી છે.ો

About The Author

Related Posts

Top News

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

‘લાંચના પૈસા ઉંદરો ખાઈ જતા...’ સુપ્રીમ કોર્ટે દોષિત મહિલા અધિકારીને જામીન આપી દીધા અને સજા પર રોક લગાવી દીધી

શુક્રવારે, સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એવો કેસ આવ્યો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બિહારની એક મહિલા અધિકારી...
National 
‘લાંચના પૈસા ઉંદરો ખાઈ જતા...’ સુપ્રીમ કોર્ટે દોષિત મહિલા અધિકારીને જામીન આપી દીધા અને સજા પર રોક લગાવી દીધી

પારૂલ યુનિ.ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

વિશ્વની ટોચની આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે કેમ્પસ રિક્રુટમેન્ટમાં પારૂલ યુનિવર્સિટીની વર્ષ 2026 બેચના 234 વિદ્યાર્થીઓને જોબ ઓફર...
પારૂલ યુનિ.ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ભરૂચ શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી...
ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.