1.5 કરોડ રોકડા ચૂકવવા રાજી હતો પતિ, પત્ની છેલ્લી ઘડીએ પલટી ગઈ, નારાજ કોર્ટે એક જ ઝટકામાં 23 વર્ષ જૂના લગ્નનો અંત આણી દીધો

સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અનોખો કેસ આવ્યો છે, જેમાં ઘરેલુ વિવાદમાં પહેલા પત્નીએ સમાધાન કર્યું અને પછી પતિ સામે કેસ ઠોકી દીધો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આવું પગલું કેમ ભર્યું, વરિષ્ઠ વકીલ પ્રભજોત જોહર પાસે સમજો. વૈવાહિક વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હકીકતમાં પત્નીના વર્તનથી નારાજ સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને લગ્નનો અંત આણી દીધો છે. કોર્ટે 23 વર્ષના લગ્નજીવન પછી પત્ની દ્વારા દાખલ કરાયેલ ઘરેલુ હિંસાના કેસને પણ રદ કર્યો.

પત્ની દ્વારા સમાધાનનો ઇનકાર કરવાના જવાબમાં કોર્ટે સખ્તાઈ દર્શાવી અને કહ્યું કે આવા કિસ્સાઓમાં ભારે દંડ લાદવાની જરૂર છે. એક ઐતિહાસિક ચૂકાદામાં, ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં કોઈપણ પક્ષ અંતિમ આદેશ જાહેર કરતા પહેલા તેમની સંમતિ પાછી ખેંચી શકે છે, પરંતુ જો બંને પક્ષો વચ્ચેના તમામ વિવાદોનું નિરાકરણ અને અંતિમ સમાધાન થઈ ગયું હોય તો સમજૂતીથી પાછળ હટવું મંજૂર કરી શકાતું નથી. ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ વિજય બિશ્નોઈની સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી, જ્યાં પત્નીએ જેને કોર્ટ દ્વારા યોગ્ય મધ્યસ્થી સમાધાન સમાધાનમાંથી પીછેહઠ કરવાનો પ્રયાસ કર્યો હતો.

SC1
thewire.in

પત્નીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે, સમાધાન ઉપરાંત, તેના પતિએ 120 કરોડના દાગીના અને 50 કરોડના સોનાના બિસ્કિટ પરત કરવાનું વચન આપ્યું હતું, જે કરવેરાથી બચવા માટે લેખિતમાં રાખવામા આવ્યું નહોતું. આ દલીલ પર ગંભીર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવી દલીલ આપવી ન્યાયિક પ્રણાલી પ્રત્યે ગંભીર અનાદર છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે 23 વર્ષના લગ્નજીવન પછી પહેલી વાર ઘરેલુ હિંસાનો આરોપ ઉઠાવવામાં આવ્યો હતો. જાણીજોઇને આ કેસ બાદમાં દાખલ કરવામાં આવ્યો,જેથી વિવાદ રાખી શકાય.

જસ્ટિસ વિજય બિશ્નોઈ દ્વારા લખાયેલા ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી કે, જ્યારે સંમતિ પાછી ખેંચી લેવી કાયદેસર રીતે માન્ય છે, ત્યારે વ્યાપક અને અંતિમ કરાર થયા બાદ સમાધાનની શરતોનો ઇનકાર કરવો અયોગ્ય છે. એકવાર મધ્યસ્થી દ્વારા સમાધાન થઈ જાય અને ત્યારબાદ કોર્ટ દ્વારા મંજૂર કરાયા બાદ તેજ આગળનો આધાર બની જાય છે. આવા સમાધાનોથી પીછેહઠ કરવાથી સમગ્ર મધ્યસ્થી પ્રણાલીને નબળી પડે છે.

માન્ય કારણ વિના સમાધાનમાંથી પીછેહઠ કરવામાં આવે ત્યારે તેના પર ભારે દંડ લાદવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સમાધાનમાંથી પીછેહઠ ફક્ત ચોક્કસ પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે. જો સમજૂરી છેતરપિંડી, બળજબરી અથવા ખોટી જાણકારી દ્વારા થઈ હોય અથવા જો વિરોધી પક્ષ તેમની નિર્ધારિત જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો હોય.

SC2
livemint.com

કોર્ટે સ્વીકાર્યું કે, લગ્નજીવન પૂરી તૂટી ગયું છે. કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરતા છૂટાછેડા આપી દીધા અને અને ઘરેલુ હિંસા કેસ રદ કરી દીધો અને કોર્ટે પતિને નાણાકીય સમાધાનની બાકીની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો. આ દંપતીએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. 2023માં, પતિએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. આ કેમ ફેમિલી કોર્ટની મધ્યસ્થીમાં ગયો, જ્યાં બંને પક્ષો પરસ્પર છૂટાછેડા માટે સંમત થયા અને તમામ બાકી રહેલા વિવાદોનો ઉકેલ લાવવા સંમત થયા હતા.

સમાધાનની શરતો મુજબ, પતિએ પત્નીને 1.5 કરોડ રૂપિયા ચૂકવવા, કાર ખરીદવા માટે વધારાના 14 લાખ આપવા અને અમુક ઘરેણાં આપવાની સંમતિ આપી હતી. પત્નીએ જોઇન્ટ બિઝનેસ એકાઉન્ટમાંથી 2.5 કરોડ પતિને પાછા ટ્રાન્સફર કરવાની વાત માની હતી, જોકે, અંતિમ તબક્કા પહેલા પત્નીએ છૂટાછેડા માટે પોતાની સંમતિ પાછી ખેંચી લીધી અને સાથે-સાથે ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કરી દીધો હતો. જ્યારે પતિએ કરાર મુજબ 75 લાખ અને 14 લાખ રૂપિયા પાછા આપી દીધા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.