ભાજપશાસિત સરકારના મુખ્યમંત્રી સામે સુપ્રીમ કોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સામે લાગેલા આરોપોની CBI તપાસનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર પર આરોપ છે કે, તેમણે મુખ્યમંત્રી પેમા ખાંડુ અને તેમના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓને જ મોટી સંખ્યામાં સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા છે. કોર્ટે CBIને પ્રાથમિક તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તપાસ રિપોર્ટ 16 અઠવાડિયામાં કોર્ટમાં સબમિટ કરવાનો રહેશે.

આજ તકના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સોમવારે 6 એપ્રિલે જનહિતની અરજી (PIL) પર સુનાવણી બાદ આ આદેશો આપ્યા હતા. 'સેવ મોન રિજન ફેડરેશન' નામની NGOએ આ અરજી 2024માં દાખલ કરી હતી. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી પેમા ખાંડુની પત્ની અને ભત્રીજાની માલિકીની કંપનીઓને કોઈપણ પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના ટેન્ડર ફાળવવામાં આવ્યા હતા.

pema khandu
news9live.com

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, CBI નવેમ્બર 2015 થી 2025 વચ્ચે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની ફાળવણી અને ટેન્ડરિંગ પ્રક્રિયાઓની તપાસ કરશે. આ હેઠક ખાસ કરીને તેમના કોન્ટ્રાક્ટની પણ તપાસ કરવામાં આવશે, જેનો ઉલ્લેખ અરજીમાં છે.

તપાસ એજન્સીને ફ્લો ઓફ પેમેન્ટ્સ, ટેન્ડર પ્રોસેસ અને ડીલિંગ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશ સરકારને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કડક શબ્દોમાં એમ પણ કહ્યું હતું કે તપાસ સાથે સંબંધિત કોઈપણ રેકોર્ડ, ભલે તે ફિઝિકલ હોય કે ડિજિટલને નષ્ટ ન કરવું જોઈએ.

આ મામલે 2 ડિસેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. તે સમયે કોર્ટે CBI તપાસ માટે આદેશ આપ્યા નહોતા. તે સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું હતું કે તેઓ તે સમયે આ મામલામાં CBI તપાસનો આદેશ આપવા માંગતા નથી; તેઓ ઇચ્છે છે કે પહેલા રાજ્ય વધુ માહિતી પ્રદાન કરે.

pema khandu
theprint.in

લાઈવ લૉના અહેવાલ મુજબ, અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને માહિતી આપી કે, ‘છેલ્લા 10 વર્ષોમાં ફક્ત તવાંગમાં, પેમા ખાંડુના પરિવારના સભ્યો સાથે જોડાયેલી કંપનીઓને ₹188 કરોડના 31 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ક ઓર્ડર દ્વારા ₹2.61 કરોડના કામ પણ આપવામાં આવ્યા હતા.

રાજ્યની નીતિ મુજબ, ₹50 લાખથી ઓછી કિંમતના કામોના કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા વિના આપી શકાય છે. સરકારનું કહેવું છે કે, અમે એવી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માંગીએ છીએ, જેના પર સ્થાનિક લોકોનો વિશ્વાસ છે. અને જે કંપનીઓમાં લોકો વિશ્વાસ રાખે છે તે મુખ્યમંત્રી, તેમની પત્ની વગેરેની કંપની છે કારણ કે તે વિસ્તારમાંથી આવે છે.

પ્રશાંત ભૂષણે વધુમાં કહ્યું કે, લગભગ તમામ મામલાઓમાં બે કંપનીઓએ બીડ સબમિટ કરી હતી. મુખ્યમંત્રીના નજીકના સહયોગીઓની કંપની દ્વારા રજૂ કરાયેલી બીડ હંમેશા સ્પર્ધાત્મક કંપની કરતા 0.01% ઓછી હોય છે. એટલે, તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે રાજ્ય સરકારને પેમા ખાંડુ અને અને તેમના સંબંધીઓની કંપનીને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની સંપૂર્ણ વિગત માંગી. આ માટે, સરકારને જવાબી સોગંદનામું દાખલ કરવા કહ્યું છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.