સુપ્રીમ કોર્ટે કહ્યું, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે પરંતુ તેમણે તેનો પણ હિસાબ આપવો પડશે

ઘરમાં સોનાના દાગીના રાખવા માટે ઘણીવાર 500 ગ્રામ, 250 ગ્રામ અને 100 ગ્રામની મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય રીતે આનો અર્થ એવો કાઢવામાં આવે છે કે, પરિણીત મહિલાઓ 500 ગ્રામ, કુંવારી યુવતીઓ 250 ગ્રામ અને પુરુષો 100 ગ્રામ સુધી સોનાની માલિકી રાખી શકે છે. જો કે, કાયદામાં આ આંકડા સોનાની માલિકીની મહત્તમ મર્યાદા સ્થાપિત કરતા નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પરિણીત મહિલાઓ માટે 500 ગ્રામ સોનાની મર્યાદાનો અર્થ એ નથી કે તેમને અપ્રમાણસર સંપત્તિના કિસ્સામાં તેમના સોનાનો સ્ત્રોત જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

Family Gold Limit
livemint.com

1 ડિસેમ્બર, 2016ના રોજ નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા મીડિયા માહિતીના સંદર્ભમાં આ સ્પષ્ટતા મહત્વપૂર્ણ છે. આ માહિતીમાં જણાવાયું હતું કે, આવકવેરાના દરોડા દરમિયાન, પરિણીત મહિલા પાસેથી 500 ગ્રામ સુધી, કુંવારી યુવતીઓ પાસેથી 250 ગ્રામ સુધી અને પુરુષ પાસેથી 100 ગ્રામ સુધીના સોનાના દાગીના જપ્ત કરવામાં આવશે નહીં, ભલે સોનું તેમની જાહેર કરેલી આવક સાથે મેળ ખાતું ન હોય. જોકે, જપ્તીથી રક્ષણનો અર્થ એ નથી કે તમને સોનાનો સ્ત્રોત જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ચાલો જાણી લઈએ કે આ મુદ્દો શું છે અને પરિવારો પાસે તેના વિશે શું જાણકારી હોવી જોઈએ.

આ કેસ બિહારની ફુલપરી કુમારીની છે. 2015માં, તેમના અને તેમના પતિ વિરુદ્ધ તેમની આવક કરતાં વધુ સંપત્તિ રાખવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારપછી વિજિલન્સ વિભાગે ફુલપરી કુમારીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. તેમણે પટના હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે તેમની પાસે જે સોનું છે તે નિર્ધારિત મર્યાદાની અંદર હતું.

Family Gold Limit
instagram.com

14 મે, 2026ના રોજ, હાઈકોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો, કેસમાં આગળની કાર્યવાહી રદ કરી. ત્યારપછી, 2 નવેમ્બર, 2026ના રોજ, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો. ન્યાયાધીશ K.V. વિશ્વનાથન અને અરુણ પલ્લીની બેન્ચે જણાવ્યું હતું કે, સોનાની જપ્તી ન કરવાના નિયમો પોતે જ એ સાબિત નથી કરી શકતા કે સોનુ ક્યાંથી આવ્યું. કોર્ટે કેસને વધુ સુનાવણી માટે રદ કર્યો.

અશોક પ્રાંશુ એન્ડ કંપનીના ભાગીદાર પ્રાંશુજીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય સામાન્ય પરિવારો માટે મર્યાદિત મહત્વ ધરાવે છે, કારણ કે આ કેસ સરકારી કર્મચારીની અપ્રમાણસર સંપત્તિનો છે જેને આવકના જાણીતા સ્ત્રોતોના આધારે તેની સંપત્તિનો હિસાબ આપવો જરૂરી છે. '2016ની સ્પષ્ટતાથી એ  સ્પષ્ટ થઇ જાય છે કે, કાયદેસર રીતે ખરીદેલા સોનાની રકમ પર કોઈ મર્યાદા નથી, જો તમે એ જણાવી શકો કે સોનું ક્યાંથી આવ્યું.'

તેમણે એ સ્પષ્ટતા કરી કે આ નિર્ણયનો અર્થ એ નથી કે નિર્ધારિત મર્યાદાથી વધુ સોનું રાખવું ગેરકાયદેસર બની ગયું છે. સામાન્ય પરિવારો માટે કાયદો પહેલાની જેમ જ છે. કાયદેસર રીતે ખરીદેલું સોનું સંપૂર્ણપણે સલામત છે, પરંતુ જો તમે તે ક્યાંથી આવ્યું તે અંગે જણાવી શકતા ન હો તો તે ફક્ત 'બિન-જપ્તી મર્યાદા'માં આવે છે તેથી તે કાયદેસર બનતું નથી.

Family Gold Limit
livehindustan.com

પ્રાંશુજીએ મહિલાઓને સલાહ આપી હતી કે, તેઓ તેમના સોનાના સ્ત્રોતને સાબિત કરવા માટે ખરીદીના બિલ, ચુકવણી રેકોર્ડ, વારસાના દસ્તાવેજો, વસિયતનામા, ભેટ રેકોર્ડ અને લગ્નના ફોટોગ્રાફ્સ સાચવે. જો કે, મહિલાઓને દરેક પ્રાચીન અથવા વારસાગત દાગીના માટે ઇન્વોઇસ રાખવાની જરૂર નથી. આ નિર્ણય પરિવારો માટે કોઈ નવી દસ્તાવેજીકરણ આવશ્યકતાઓ બનાવતો નથી.

બિલની ગેરહાજરી આપમેળે સોનું ગેરકાયદેસર બનાવતું નથી. પરંતુ તે ઉપરાંત 500 ગ્રામ મર્યાદાનો અર્થ એ નથી કે તમારે નિરીક્ષણ દરમિયાન સોનું ક્યાંથી આવ્યું તે જાહેર કરવાની જરૂર રહેશે નહીં. રઝવીએ ઉમેર્યું કે પરિવારોએ ખરો અને સચોટ રેકોર્ડ રાખવા જોઈએ અને જો તેઓ કર અથવા તકેદારી વિભાગો દ્વારા તપાસનો સામનો કરે તો નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

About The Author

Related Posts

Top News

જે પુત્રને ઉછેરીને મોટો કર્યો, તેણે જ મોબાઈલ માટે માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોને શર્મસાર કરી દીધા છે. અહીં તુલજાપુર તાલુકાના યેવતી ગામમાં...
National 
જે પુત્રને ઉછેરીને મોટો કર્યો, તેણે જ મોબાઈલ  માટે માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો

સુપ્રીમ કોર્ટે કહ્યું, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે પરંતુ તેમણે તેનો પણ હિસાબ આપવો પડશે

ઘરમાં સોનાના દાગીના રાખવા માટે ઘણીવાર 500 ગ્રામ, 250 ગ્રામ અને 100 ગ્રામની મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય...
Business 
સુપ્રીમ કોર્ટે કહ્યું, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે પરંતુ તેમણે તેનો પણ હિસાબ આપવો પડશે

સચિન તેંદુલકરે જે શેરમાં કર્યું છે રોકાણ, તેમાં આ વર્ષે 51%નો ઉછાળો નોંધાયો; રૂ.3,100નો ટારગેટ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ડિફેન્સ સેક્ટરની કંપની 'આઝાદ એન્જિનિયરિંગ'માં પૈસા લગાવ્યા છે. આ કંપનીના શેરમાં ચાલુ...
Business 
સચિન તેંદુલકરે જે શેરમાં કર્યું છે રોકાણ, તેમાં આ વર્ષે 51%નો ઉછાળો નોંધાયો; રૂ.3,100નો ટારગેટ

શિમલામાં 81,800 રૂપિયા લઇને ઝાડ પર ચઢી ગયો વાંદરો અને પછી કરવા લાગ્યો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાંદરાઓનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. ડેપ્યુટી કમિશનર (DC) ઓફિસ પરિસરમાં, એક વાંદરાએ...
National 
શિમલામાં 81,800 રૂપિયા લઇને ઝાડ પર ચઢી ગયો વાંદરો અને પછી કરવા લાગ્યો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.