જે પુત્રને ઉછેરીને મોટો કર્યો, તેણે જ મોબાઈલ માટે માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોને શર્મસાર કરી દીધા છે. અહીં તુલજાપુર તાલુકાના યેવતી ગામમાં એક પુત્રએ ઘરના આંગણામાં સૂતેલા પોતાના પિતાના માથા પર લોખંડના પાઈપ વડે હુમલો કરીને તેમની હત્યા કરી દીધી. આ ઘટના 10 નવેમ્બરની રાત્રે બની હતી. મૃતકની ઓળખ ખાંડુ પાંડુરંગ ડોમ્બાલે (ઉં.વ. 56) તરીકે થઈ છે, જ્યારે આરોપી પુત્રનું નામ શ્રીશૈલ ઉર્ફે બબલુ ખાંડુ ડોમ્બાલે (ઉં.વ 29) છે.

અહેવાલો અનુસાર, ઘટનાવાળી રાત્રે શ્રીશૈલે તેના પિતા પાસે મોબાઈલ ફોનની માંગણી કરી હતીય આ સાથે જ વો ફોન ખરીદવા માટે પૈસા પણ માંગ્યા હતા. પિતાએ રાતનો સમય હોવાની વાત કહેતા મોબાઇલ આપવાની ના પાડી દીધી. તેણે પુત્રને કહ્યું કે, અત્યારે રાત થઇ ગઇ છે, કોઈને ફોન ન કર અને મોબાઈલ નહીં મળે.

murder
lokmat.com

ત્યારબાદ, ખાંડુ ડોમ્બાલે ઘરની સામે આંગણામાં સૂઈ ગયા. થોડીવાર પછી આરોપી પુત્ર પણ ઘરની બહાર જતો રહ્યો, પરંતુ થોડા સમય બાદતે પાછો ફર્યો. તેણે ચૂલા પાસે પડેલો લોખંડનો પાઈપ ઉપાડ્યો અને આંગણામાં સૂતા પિતાના માથા પર જબરજદસ્ત પ્રહાર કર્યા. હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે ખાંડુ ડોમ્બાલેનું મૃત્યુ થઈ ગયું.

ઘટનાની જાણ થતા જ નલદુર્ગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતકની પત્ની અને આરોપીની માતા સુરેખા ખાંડુ ડોમ્બાલેની ફરિયાદના આધારે નલદુર્ગ પોલીસ સ્ટેશનમાં શ્રીશૈલ ઉર્ફે બબલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી 12 નવેમ્બરે તેને તુલજાપુર કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. આ ઘટનાને કારણે યેવતી ગામમાં આઘાત અને રોષનો માહોલ છે. મૃતક પોતાની પાછળ પત્ની, આરોપી પુત્ર અને એક પરણિત પુત્રીને છોડી ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક પુત્ર પોતાના જ પિતાની હત્યા કેવી રીતે કરી શકે છે.

About The Author

Related Posts

Top News

જે પુત્રને ઉછેરીને મોટો કર્યો, તેણે જ મોબાઈલ માટે માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોને શર્મસાર કરી દીધા છે. અહીં તુલજાપુર તાલુકાના યેવતી ગામમાં...
National 
જે પુત્રને ઉછેરીને મોટો કર્યો, તેણે જ મોબાઈલ  માટે માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો

સુપ્રીમ કોર્ટે કહ્યું, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે પરંતુ તેમણે તેનો પણ હિસાબ આપવો પડશે

ઘરમાં સોનાના દાગીના રાખવા માટે ઘણીવાર 500 ગ્રામ, 250 ગ્રામ અને 100 ગ્રામની મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય...
Business 
સુપ્રીમ કોર્ટે કહ્યું, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે પરંતુ તેમણે તેનો પણ હિસાબ આપવો પડશે

સચિન તેંદુલકરે જે શેરમાં કર્યું છે રોકાણ, તેમાં આ વર્ષે 51%નો ઉછાળો નોંધાયો; રૂ.3,100નો ટારગેટ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ડિફેન્સ સેક્ટરની કંપની 'આઝાદ એન્જિનિયરિંગ'માં પૈસા લગાવ્યા છે. આ કંપનીના શેરમાં ચાલુ...
Business 
સચિન તેંદુલકરે જે શેરમાં કર્યું છે રોકાણ, તેમાં આ વર્ષે 51%નો ઉછાળો નોંધાયો; રૂ.3,100નો ટારગેટ

શિમલામાં 81,800 રૂપિયા લઇને ઝાડ પર ચઢી ગયો વાંદરો અને પછી કરવા લાગ્યો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાંદરાઓનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. ડેપ્યુટી કમિશનર (DC) ઓફિસ પરિસરમાં, એક વાંદરાએ...
National 
શિમલામાં 81,800 રૂપિયા લઇને ઝાડ પર ચઢી ગયો વાંદરો અને પછી કરવા લાગ્યો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.