મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં મહાયુતિએ 5માંથી 3 બેઠકો ગુમાવ્યા બાદ BJPએ DyCM શિંદેની શિવસેના પર નિશાન સાધ્યું

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં 5માંથી 3 બેઠકો ગુમાવ્યા બાદ, મહાયુતિ ગઠબંધનમાં તિરાડ પડી હોય તેવું દેખાય રહ્યું છે. BJPએ આ નબળા પ્રદર્શન માટે DyCM એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાની ટીકા કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, BJP મહારાષ્ટ્રના મુખ્ય પ્રવક્તા નવનાથ કમલ ઉત્તમરાવ બાને શિવસેના તરફથી પૂરતું સમર્થન ન મળવા અંગે ચિંતા વ્યક્ત કરી. નવનાથ કમલે લખ્યું, 'પુણે અને નાગપુરમાં સહયોગી પાર્ટી હોવા છતાં, શિવસેનાએ શિક્ષક અને સ્નાતકોના મતવિસ્તારમાં અપેક્ષિત સમર્થન પૂરું પાડ્યું નહીં. પુણેમાં છેલ્લી ઘડીએ સચિન સાનપને ટેકો આપીને, શિવસેનાએ મહાયુતિની એકતાને જ ફટકો આપ્યો.'

CM-Fadnavis1
newsonair.gov.in

તેમણે આગળ લખ્યું કે, સ્નાતકોના મતવિસ્તારમાં શિવસેનાને મળેલા મત BJPને ગયા નહીં. દરમિયાન, અબ્દુલ સત્તારે છત્રપતિ સંભાજીનગરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સીધો પ્રચાર કર્યો, જે મહાયુતિને પાર્ટીને પણ મોંઘો પડ્યો.

BJPના પ્રવક્તાએ વધુમાં લખ્યું છે કે, જો શિવસેનાએ મહાયુતિના ગઠબંધનના સિદ્ધાંતોનું પાલન કર્યું હોત અને BJP અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સહયોગ કર્યો હોત, તો મહાયુતિ પાંચેય બેઠકો જીતી શકી હોત. જોકે, પુણેમાં એક પણ બેઠક જીતવાની મહત્વાકાંક્ષામાં, શિવસેનાએ તેના સાથી પક્ષોને મુશ્કેલીમાં મૂક્યા અને 3 બેઠકો જીતવાની તક ગુમાવી દીધી. એક બેઠક ખાતર સહયોગી પાર્ટીને નુકસાન પહોંચાડવાની રણનીતિ મહાયુતિના હિતમાં નથી.

CM-Fadnavis,-DyCM-Shinde3
facebook.com

નાગપુરમાં કોંગ્રેસની જીત: મહારાષ્ટ્ર વિધાન પરિષદના નાગપુર ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી કોંગ્રેસના અભિજીત વણજારીને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. મત ગણતરી પછી, વણજારીને કુલ 67,231 મત મળ્યા, જ્યારે કોહલેને 63,960 મત મળ્યા.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 5 બેઠકો માટેની ચૂંટણીમાં, મહાયુતિએ 2 બેઠકો જીતી, જ્યારે મહાવિકાસ આઘાડીએ 3 બેઠકો જીતી. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો આ મુજબ છે.

DyCM-Shinde2
hindustantimes.com

પુણે ગ્રેજ્યુએટ્સ બેઠક- હર્ષદા જાધવ-દેશમુખ (NCP-SP) જીતે છે, પુણે ટીચર્સ બેઠક- કૌસ્તુભ ગાવડે (BJP) જીતે છે, અમરાવતી ટીચર્સ બેઠક- કિરણ સરનાઇક (શિવસેના-શિંદે જૂથ) જીતે છે, મરાઠવાડા ગ્રેજ્યુએટ્સ બેઠક- ડૉ. પ્રતાપ પાટિલ (NCP-SP) જીતે છે, નાગપુર ગ્રેજ્યુએટ્સ બેઠક- અભિજીત વણજારી (કોંગ્રેસ) જીતે છે.

About The Author

Top News

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં મહાયુતિએ 5માંથી 3 બેઠકો ગુમાવ્યા બાદ BJPએ DyCM શિંદેની શિવસેના પર નિશાન સાધ્યું

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં 5માંથી 3 બેઠકો ગુમાવ્યા બાદ, મહાયુતિ ગઠબંધનમાં તિરાડ પડી હોય તેવું દેખાય રહ્યું છે. BJP...
National 
મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં મહાયુતિએ 5માંથી 3 બેઠકો ગુમાવ્યા બાદ  BJPએ DyCM શિંદેની શિવસેના પર નિશાન સાધ્યું

આજીવન કેદની સજાથી બચવા યુવકે એવો પ્લાન બનાવ્યો કે બધા ચકરાવે ચઢી ગયા, બકરાને ચિતા પર અગ્નિદાહ અપાવ્યો અને...

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાંથી એક સમાચાર આવ્યા જેણે પોલીસને પણ ચોંકાવી દીધી. એક હત્યાના આરોપીએ આજીવન કેદની સજાથી બચવા માટે...
National 
આજીવન કેદની સજાથી બચવા યુવકે એવો પ્લાન બનાવ્યો કે બધા ચકરાવે ચઢી ગયા, બકરાને ચિતા પર અગ્નિદાહ અપાવ્યો અને...

શું સવાલ પૂછવાની સ્વતંત્રતા ખતમ થઈ જશે? શું છે સરકારનું નવું બિલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP), કોર્ટે માંગ્યો જવાબ

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ, 2023 અને તેના હેઠળ 2025માં બનેલા નિયમો, સામાન્ય નાગરિકોની ગોપનીયતાની રક્ષા...
National 
શું સવાલ પૂછવાની સ્વતંત્રતા ખતમ થઈ જશે? શું છે સરકારનું નવું બિલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP), કોર્ટે માંગ્યો જવાબ

સૌરાષ્ટ્રમાં ઘરેણા માટે દાતરડાથી સાસૂનું જ કાસળ કાઢી નાખ્યું, અંતિમ સંસ્કાર સમયે રડેલી વહુએ જ કરેલું આ કામ

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સંબંધોને શરમમાં નાખે તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉના તાલુકાના ભીંગરણ ગામમાં 85 વર્ષીય મહિલાની ધોળા...
Gujarat 
સૌરાષ્ટ્રમાં ઘરેણા માટે દાતરડાથી સાસૂનું જ કાસળ કાઢી નાખ્યું, અંતિમ સંસ્કાર સમયે રડેલી વહુએ જ કરેલું આ કામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.