સચિન તેંદુલકરે જે શેરમાં કર્યું છે રોકાણ, તેમાં આ વર્ષે 51%નો ઉછાળો નોંધાયો; રૂ.3,100નો ટારગેટ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ડિફેન્સ સેક્ટરની કંપની 'આઝાદ એન્જિનિયરિંગ'માં પૈસા લગાવ્યા છે. આ કંપનીના શેરમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 51.74%ની તેજી જોવા મળી છે. જો કે, તાજેતરમાં શેર પર થોડું દબાણ જોવા મળ્યું છે, તેમ છતા બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝને તેમાં હજુ 25%થી વધુનો વધારો થવાની અપેક્ષા છે.

બ્રોકરેજે મજબૂત ઓર્ડર બૂક અને એરોસ્પેસ કારોબારમાં વિસ્તરણની યોજનાઓને જોતા આ શેર પર માટે બાય રેટિંગ જાળવી રાખી છે. આજે સવારે, આઝાદ એન્જિનિયરિંગના શેર 0.51% વધીને રૂ.2,481 પર ટ્રેડ થઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સચિન તેંદુલકરે 6 માર્ચ, 2023ના રોજ હૈદરાબાદ સ્થિત આઝાદ એન્જિનિયરિંગમાં રૂ.5 કરોડનું રોકાણ કર્યું હતું. તેમણે રૂ.114.10 પ્રતિ શેરના સરેરાશ ભાવે IPO પહેલાં આ શેર ખરીદ્યા હતા.

sachin
facebook.com/SachinTendulkar

ICICI સિક્યોરિટીઝે આઝાદ એન્જિનિયરિંગના શેર માટેની ટારગેટ પ્રાઇઝ રૂ.3,200થી ઘટાડીને રૂ.3,100 કરી દીધી છે. ગુરુવારે, 12 નવેમ્બરના રોજ, કંપનીના શેર NSE પર 0.25% ઘટીને રૂ.2,467.30 પર બંધ થયા હતા. આ ભાવને ધ્યાનમાં લેતા બ્રોકરેજનો નવો ટારગેટ લગભગ 25.7%ની સંભવિત તેજી દર્શાવે છે.

કંપની માટે એક મહત્ત્વપૂર્ણ તક DRDOને બીજું એન્જિન ડિલિવર કરવાની છે. જો આ ડિલિવરી સફળતાપૂર્વક થાય, તો કંપની માટે કમાણીનું એક નવું માધ્યમ ખૂલી શકે છે. ICICI સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, આ સંભવિત કારોબારથી મળનારી સંભવિત વધારાની આવકનો હાલના અનુમાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, કંપનીની આગામી ક્ષમતા વિસ્તરણ યોજના એરોસ્પેસ સેક્ટર પર કેન્દ્રિત રહેવાની અપેક્ષા છે. આમાં સારા અને વધું વેલ્યૂવાળા પ્રોડક્ટ્સનો સમાવેશ કરીને પ્રોડક્ટ મિક્સને અપગ્રેડ કરવા પર ભાર મૂકવામાં આવશે.

share market
financialexpress.com

તેજીના વલણ છતા આઝાદ એન્જિનિયરિંગના શેરમાં છેલ્લા કેટલાક સમયથી નફાવસૂલી જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહમાં આ શેર 4.49% અને છેલ્લા એક મહિનામાં આશરે 17.37% ઘટ્યો છે. જોકે, છેલ્લા છ મહિનામાં તેણે 16.50% વળતર આપ્યું છે અને 2026માં અત્યાર સુધીમાં 51.76% વળતર આપ્યું છે. ગુરુવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન, આ શેર રૂ.2,522.30ની ઊંચી અને રૂ.2455.10ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ.15,93 હજાર કરોડ રહ્યું હતું.

ICICI સિક્યોરિટીઝે અંદાજિત EPSના 60 ગણા વેલ્યૂઓશનના આધારે રૂ.3100નો ટાર્ગેટ આપ્યો છે અને 'બાય' રેટિંગ જાળવી રાખી છે. બ્રોકરેજનું માનવું છે કે DRDOને બીજા એન્જિનની ડિલિવરી અને એરોસ્પેસ કારોબારમાં ક્ષમતા વિસ્તરણ, આગામી સમયમાં કંપનીના ગ્રોથને સપોર્ટ આપી શકે છે.

About The Author

Related Posts

Top News

જે પુત્રને ઉછેરીને મોટો કર્યો, તેણે જ મોબાઈલ માટે માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોને શર્મસાર કરી દીધા છે. અહીં તુલજાપુર તાલુકાના યેવતી ગામમાં...
National 
જે પુત્રને ઉછેરીને મોટો કર્યો, તેણે જ મોબાઈલ  માટે માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો

સુપ્રીમ કોર્ટે કહ્યું, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે પરંતુ તેમણે તેનો પણ હિસાબ આપવો પડશે

ઘરમાં સોનાના દાગીના રાખવા માટે ઘણીવાર 500 ગ્રામ, 250 ગ્રામ અને 100 ગ્રામની મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય...
Business 
સુપ્રીમ કોર્ટે કહ્યું, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે પરંતુ તેમણે તેનો પણ હિસાબ આપવો પડશે

સચિન તેંદુલકરે જે શેરમાં કર્યું છે રોકાણ, તેમાં આ વર્ષે 51%નો ઉછાળો નોંધાયો; રૂ.3,100નો ટારગેટ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ડિફેન્સ સેક્ટરની કંપની 'આઝાદ એન્જિનિયરિંગ'માં પૈસા લગાવ્યા છે. આ કંપનીના શેરમાં ચાલુ...
Business 
સચિન તેંદુલકરે જે શેરમાં કર્યું છે રોકાણ, તેમાં આ વર્ષે 51%નો ઉછાળો નોંધાયો; રૂ.3,100નો ટારગેટ

શિમલામાં 81,800 રૂપિયા લઇને ઝાડ પર ચઢી ગયો વાંદરો અને પછી કરવા લાગ્યો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાંદરાઓનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. ડેપ્યુટી કમિશનર (DC) ઓફિસ પરિસરમાં, એક વાંદરાએ...
National 
શિમલામાં 81,800 રૂપિયા લઇને ઝાડ પર ચઢી ગયો વાંદરો અને પછી કરવા લાગ્યો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.