નવમા ધોરણની અર્ધવાર્ષિક પરીક્ષામાં પુત્રના સારા માર્ક્સ આવતા પિતાએ રૂ.2.30 કરોડની BMW ભેટમાં આપી

પશ્ચિમ બંગાળના એક ગામમાં 15 વર્ષના છોકરાને તેના પિતા તરફથી મળેલી ભેટ ચર્ચાનો વિષય બની ગઈ છે. ધોરણ 9માં અભ્યાસ કરતા મોહમ્મદ તલ્હાએ અર્ધવાર્ષિક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા, ત્યારે તેના પિતા શમસુદ્દીન મિદ્યાએ તેને લગભગ રૂ.2.30 કરોડની કિંમતની BMW કાર ભેટમાં આપી દીધી. એક સમયે મુંબઈમાં 'લાઈટમેન' તરીકે કામ કરનાર શમસુદ્દીન આજે ચોખાના એક મોટા વેપારી છે. જે પુત્રને તેમણે આટલી મોંઘી કાર આપી છે તેની ઉંમર માત્ર 15 વર્ષ હોવાથી તે જાતે કાર ચલાવી નહીં શકે.

શમસુદ્દીન મિદ્યા પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના ગલસી વિસ્તારમાં આવેલા પરાજ ગામમાં રહે છે. તેનો પુત્ર મોહમ્મદ તલ્હા, સ્થાનિક શાળામાં ધોરણ 9નો વિદ્યાર્થી છે. પિતાના જણાવ્યા અનુસાર, તલ્હા લાંબા સમયથી BMW M4 કોમ્પિટિશન કાર ઈચ્છતો હતો. શમસુદ્દીને જણાવ્યું કે ખૂબ પહેલા પુત્રએ તેને કહ્યું હતું કે, અબ્બા, મને BMW જોઈએ છે. જ્યારે છોકરાએ તેની અર્ધવાર્ષિક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા, ત્યારે તેના પિતાએ તેની આ ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તે મુંબઈ ગયો અને અંધેરીના એક શૉરૂમમાંથી નવી BMW M4 કોમ્પિટિશન ખરીદી. શુક્રવારે, આ કારને એક ખાસ કન્ટેનરમાં પરાજ ગામ લાવવામાં આવી. પિતાના જણાવ્યા મુજબ, આની કિંમત લગભગ રૂ.2.30 કરોડ છે.

BMW1
tv9hindi.com

શમસુદ્દીનની કહાની પણ એટલી જ રસપ્રદ છે. આજે તે ચોખાનો મોટો વેપારી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં લાઈટમેન તરીકે કામ કરતો હતો. તે કામની શોધમાં 2003માં મુંબઈ ગયો હતો. ત્યાં લગભગ સાત વર્ષ રહ્યા પછી, તે 2010માં પોતાના ગામમાં પાછો ફર્યો. ત્યારબાદ તેણે ચોખાનો વ્યવસાય શરૂ કર્યો અને ધીમે-ધીમે તેને વિસ્તાર્યો. આજે, ગાલસી વિસ્તારમાં તેમની ત્રણ રાઈસ મિલ છે. તેનો વ્યવસાય માત્ર બંગાળ પૂરતો સીમિત નથી; તે વિયેતનામ, મલેશિયા, સિંગાપોર અને દુબઈ જેવા દેશોમાં પણ ચોખાની નિકાસ કરે છે.

શમસુદ્દીનને મોંઘી ગાડીઓનો ખૂબ શોખ છે. તેની પાસે પહેલેથી જ રેન્જ રોવર, વોલ્વો, મહિન્દ્રા થાર અને હ્યુન્ડાઈ અલ્કાઝાર જેવી કાર છે. હવે, તેમાં એક 'BMW M4 કોમ્પિટિશન' પણ સામેલ થઈ ગઈ છે. તેની ગાડીઓની નંબર પ્લેટ એક ખાસ વાત છે: તેમની ઘણી કારના રજિસ્ટ્રેશન નંબરના છેલ્લા ત્રણ અંકો 555 છે. આ એ જ નંબર છે જે ઘણીવાર બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના વાહનો સાથે પણ જોડાયવામાં આવે છે.

BMW3
aajtak.in

શમસુદ્દીન પોતાની સફળતાનો શ્રેય ઉપરવાળાને આપે છે; તેનું કહેવું છે કે આ બધું માત્ર તેની મહેરબાનીથી જ થયું છે.  તલ્હા માટે, આ ભેટ કોઈ સપનું સાકાર થવા જેવી છે. જોકે, તે પોતે હજુ આ કાર ચલાવી નહીં શકે; તેની ઉંમર માત્ર 15 વર્ષ છે અને તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નથી.

તલ્હાનું કહેવું છે કે, હાલમાં તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. તેણે અઠવાડિયામાં એકવાર કારમાં બેસવાનો પ્લાન બનાવ્યો છે. તે દિવસે પિતા કાર ચલાવશે અને તે બાજુની સીટ પર બેસીને સવારીનો આનંદ માણશે. શમસુદ્દીનના જણાવ્યા અનુસાર, તે જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરે છે, અને ઘણીવાર કોઈને જાણ પણ ન થાય તે રીતે ગુપ્ત મદદ કરે છે. હાલમાં, તેમના પુત્રને આપેલી આ ભવ્ય ભેટ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

About The Author

Top News

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

ગુજરાતમાં લોકો સવાર અને સાંજે ગુલાબી ઠંડી તેમજ બપોરના સમયે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં સુરતે ઈન્દોર અને નવી મુંબઈને...
Gujarat 
માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ PJ.2.1 હાલમાં ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આ નવો વેરિયન્ટ અમેરિકા, યુરોપ...
National 
ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ના પુરસ્કારો એનાયત કર્યા. આ વર્ષની ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું...
National 
સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.