ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- બંગાળમાં જે 16 લાખ વોટરોને શામેલ કરવા અરજી આવી હતી, તેઓ મત આપવાના હકદાર હતા

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચ માટે સ્પિશિય ઓબ્ઝર્વર રહેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, તેમને એ વાતની કોઇ જાણ નહોતી કે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરીએ એવા મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે લાખો અપીલો દાખલ કરી હતી, જેમને ન્યાયિક અધિકારીઓએ મતદાર યાદીમાં સામેલ થવા માટે પાત્ર જણાયા હતા.

ગુપ્તાનું આ નિવેદન ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટને બતાવવાના એક દિવસ બાદ આવ્યું છે કે અપીલ કોણે દાખલ કરી હતી. 26 ઓક્ટોબરે દાખલ કરવામાં આવેલા એક વળતા સોગંદનામામાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા 22 ઓક્ટોબરે મોકલવામાં આવેલા એક પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ અપીલો પશ્ચિમ બંગાળના CEOના કાર્યાલયના અધિકારીઓના RP એક્ટ ઠળ 'સત્તાધિકારી'  તરીકેની પોતાની ક્ષમતામાં દાખલ કરી હતી.

પંચે વધુમાં જણાવ્યું કે, આ અધિકારીઓને માનનીય કોર્ટના આદેશો અનુસાર આ અપીલો દાખલ કરવાની સત્તા આપવામાં આવી હતી, અને આ બાબતોને પંચના ધ્યાન પર લાવવામાં આવી નહોતી. પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા માટે ચૂંટણી પંચના 'સ્પેશિયલ મતદાર યાદી ઓબ્ઝર્વર' તરીકે ફરજ બજાવનાર સુબ્રત ગુપ્તાએ આ અઠવાડિયાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, પૂરક મતદાર યાદીઓના પ્રકાશન સાથે જ નિરીક્ષકોની ભૂમિકા પૂર્ણ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું, આ પૂરક યાદીઓના પ્રકાશન થવા સુધી, નિરીક્ષકોની ભૂમિકા એ સુનિશ્ચિત કરવાની હતી કે આ યાદીઓ પ્રકાશિત થઇ જાય.

આ યાદીઓમાં એવા મતદારોના નામ સામેલ હતા જેમની બાબતો પર ન્યાયિક અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં લગભગ 33 લાખ મતદારોના નામ જાળવી રાખવામાં આવ્યા હતા, જ્યારે 27 લાખ નામ દૂર કરવામાં આવ્યા હતા. જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા તે અંગે ગુપ્તાએ કહ્યું કે, 27 લાખ વ્યક્તિઓના નામ ન્યાયિક અધિકારીઓએ કાઢી નાખ્યા હતા, તેમાંથી મોટી સંખ્યામાં લોકોએ ત્યારબાદ પોતાના નામ ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવા માટે અપીલો દાખલ કરી હતી. જોકે, અમારી પાસે તે રેકોર્ડ્સ સુધી પહોંચ નહોતી. ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમને માત્ર અનૌપચારિક માહિતી મળી હતી કે એવા મતદારો સામે અપીલો દાખલ કરવામાં આવી છે, જેમને ન્યાયિક અધિકારીઓએ મતદાર યાદીમાં સામેલ થવા માટે પાત્ર ગણ્યા હતા અને જેમની પાત્રતાની ચકાસણી ન્યાયિક અધિકારીઓ પહેલા જ કરી ચૂક્યા હતા અને તેને યોગ્ય પણ ઠેરવી ચૂક્યા હતા.

તેમણે કહ્યું કે, અમને હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે મતદાર યાદીમાં અમુક નામો જાળવી રાખવાના નિર્ણયને પડકારતી અન્ય ઘણી અપીલો પણ દાખલ કરવામાં આવી હતી. અમને અગાઉ પણ આ વિશે સાંભળવા મળ્યું હતું, પરંતુ તે અંગે અમને ક્યારેય કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નહોતી.

ગુપ્તાએ કહ્યું કે, એટલે, જ્યારે તમે કહો છો કે આટલી મોટી સંખ્યામાં અપીલો દાખલ કરવામાં આવી હતી, તે માહિતી અમને અત્યારે મળી રહી છે. અમને અગાઉ કોઈ જાણકારી નહોતી કે આવી અપીલો દાખલ કરવામાં આવી હતી અથવા પહેલા દાખલ થઇ હતી. 1990ની બેચના નિવૃત્ત IAS અધિકારી અને કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયમાં ભૂતપૂર્વ સચિવ સુબ્રત ગુપ્તા હવે રાજ્યના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સલાહકાર છે.

SIR અને વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલને ત્યારબાદ રાજ્યના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી પંચે કોર્ટને જાણ કરી હતી કે આવી 16,10,311 અપીલો દાખલ કરવામાં આવી હતી.

bengal-SIR
thewirehindi.com

સિવિક રિસર્ચ ગ્રુપ દ્વારા એકત્રિત અને ચકાસાયેલી આ અપીલોના રેકોર્ડ જણાવે છે કે, મતદાર યાદીમાં સામેલ થવા માટે પાત્ર ગણાયેલા 32,53,401 મતદારોમાંથી 16,08,175 મતદારો સામે અપીલો દાખલ કરવામાં આવી હતી. જે કુલ સંખ્યાના 49.4% છે. અપીલ IDના વિશ્લેષણ મુજબ, આમાંની મોટાભાગની અપીલો 5 એપ્રિલના રોજ એકસાથે દાખલ કરવામાં આવી હતી. જે વિધાનસભા ચૂંટણી માટેની મતદાર યાદીઓને આખરી ઓપ આપવાના બે દિવસ અગાઉની વાત છે. ગુપ્તા એકમાત્ર એવા અધિકારી નથી જેમણે આ બાબતથી અજાણ હોવાનો દાવો કર્યો હોય.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજી અનુસાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ 12 ઓગસ્ટની એક ફાઇલ નોંધમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ચૂંટણી પંચ દ્વારા આ અપીલો દાખલ કરવા માટે કોને અધિકૃત કર્યા હતા, અને આ અધિકાર કોણે આપ્યો હતો?  ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સંધુએ જણાવ્યું હતું કે ન તો તેમને, ન ચૂંટણી કમિશનર વિવેક જોશીને અને ન તો પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને એ વાતની જાણ હતી કે આ અપીલો કયા આધાર પર અથવા કઈ પ્રક્રિયા દ્વારા દાખલ કરવામાં આવી હતી.

About The Author

Top News

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોક સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરાયો, મીરા કુમારને સ્પીકર બનાવાયા, ખડગેએ...

INDIA બ્લોક, નવી દિલ્હીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રતીકાત્મક જાહેર મહાભિયોગનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ...
National 
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોક સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરાયો, મીરા કુમારને સ્પીકર બનાવાયા, ખડગેએ...

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- બંગાળમાં જે 16 લાખ વોટરોને શામેલ કરવા અરજી આવી હતી, તેઓ મત આપવાના હકદાર હતા

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચ માટે સ્પિશિય ઓબ્ઝર્વર રહેલા એક...
National 
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- બંગાળમાં જે 16 લાખ વોટરોને શામેલ કરવા અરજી આવી હતી, તેઓ મત આપવાના હકદાર હતા

અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

રાજકારણમાં ઘણી વખત એક તસવીર વર્ષોની મહેનતથી ઊભી કરેલી પ્રતિષ્ઠા માટે અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરી દે છે. જાહેર કાર્યક્રમોમાં...
Politics 
અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

WhatsApp ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ વાત એ છે કે ગ્રુપ...
Tech and Auto 
WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.