છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

આમ તો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સાત જન્મો સુધી ટકી રહેવાનો હોય છે, પરંતુ ક્યારેક ઘણી વખત અમુક વસ્તુ બરાબર ન હોવાને કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. શરૂઆતમાં, બંને જીવનસાથી અને તેમના પરિવારો સંબંધ સુધારવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તેમાં તેઓ નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ છૂટાછેડા માટે કોર્ટનો સંપર્ક કરે છે. શુક્રવારે, સુપ્રીમ કોર્ટમાં આવો જ એક છૂટાછેડાનો કેસ સામે આવ્યો, જ્યાં ન્યાયાધીશે માસિક ભરણપોષણ ચૂકવતા પુરુષને સ્પષ્ટપણે કહ્યું કે, 'બસ શાંતિથી બેસી રહો, દર મહિને 15,000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

Supreme-Court
hindi.news18.com

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં, પતિના વકીલે કહ્યું, 'અમે 16 વર્ષથી અલગ રહીએ છીએ. હું ભરણપોષણ તરીકે 15,000 રૂપિયા આપી રહ્યો છું, કૃપા કરીને મને છૂટાછેડા માટે પરવાનગી આપો.' પત્નીના વકીલે જવાબ આપ્યો, 'હું મારા પતિ સાથે રહેવા માટે તૈયાર છું.'

કોર્ટે પતિને તેની પત્નીને પોતાની સાથે રાખવા કહ્યું, જેના પર તેના વકીલે જવાબ આપ્યો, 'અમે 16 વર્ષથી અલગ રહીએ છીએ. તેના સ્વભાવ સાથે મેળ રાખવો એક સમસ્યા છે.' ત્યારપછી કોર્ટે પૂછ્યું કે તે એકસાથે ભરણપોષણ તરીકે કેટલી રકમ ચૂકવી શકે છે. આજકાલ 15,000 રૂપિયાની કોઈ કિંમત નથી.

પતિએ દાવો કર્યો કે તેની પાસે પૈસા નથી. વકીલે જવાબ આપ્યો, 'મારી પાસે પૈસા નથી. મારો પગાર ફક્ત 65,000 રૂપિયા જ છે, મારી પાસે કોઈ પેન્શન નથી, અને હું 54 વર્ષનો થઇ ગયો છું.' કોર્ટે તરત જ જવાબ આપ્યો, 'બસ તો પછી તમે 15,000 રૂપિયા આપતા રહો.' પતિએ ફરી પાછી છૂટાછેડાની માંગણી કરી. કોર્ટે કહ્યું, 'બસ શાંતિથી બેસી રહો, 15,000 રૂપિયા આપતા રહો, અને ખુશ રહો.'

Supreme-Court1
hindi.news18.com

બીજા એક કેસમાં, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક વકીલની જામીન અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો, જેને છૂટાછેડાના કેસમાં અનુકૂળ ન્યાયિક આદેશ મેળવવા માટે 30 લાખ રૂપિયાની લાંચ માંગવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે તે 'ન્યાયતંત્રને વેચી રહ્યો છે.' ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે અરજદારના વકીલને કહ્યું, 'તમે (અરજદાર) એક ન્યાયાધીશને ખુલ્લા બજારમાં વેચવાનો પ્રયાસ કર્યો.' જ્યારે બેન્ચે અરજી પર વિચાર કરવામાં અનિચ્છા વ્યક્ત કરી, ત્યારે અરજદારના વકીલે તેને પાછી ખેંચી લીધી.

About The Author

Related Posts

Top News

ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ બરબારનો જામ્યો છે. જેમ-જેમ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે તેમ-તેમ જેમને...
Gujarat 
ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે?

પુત્રીની બોડી સાથે સૂતો રહ્યો પિતા, 5 મહિના સુધી ગંધ છુપાવવા માટે છાંટતો પરફ્યૂમ; આ રીતે ખુલ્યું રહસ્ય?

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતા લગભગ...
National 
પુત્રીની બોડી સાથે સૂતો રહ્યો પિતા, 5 મહિના સુધી ગંધ છુપાવવા માટે છાંટતો પરફ્યૂમ; આ રીતે ખુલ્યું રહસ્ય?

છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

આમ તો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સાત જન્મો સુધી ટકી રહેવાનો હોય છે, પરંતુ ક્યારેક ઘણી વખત અમુક વસ્તુ બરાબર...
National 
છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

આને મા કેમ કહેવી? પ્રેમ સંબંધને આડે આવતા માતાએ 6 વર્ષના પુત્રનું કાસળ કાઢી નાખ્યું, પહેલા ડોલમાં ડૂબાડ્યો પછી...

પુણેથી એક એવો સમાચાર સામે આવી રહ્યા છે જે માનવતાને શરમાવે છે. એક માતાએ પોતાના પુત્રનો જીવ એટલે લઈ લીધો...
National 
આને મા કેમ કહેવી? પ્રેમ સંબંધને આડે આવતા માતાએ 6 વર્ષના પુત્રનું કાસળ કાઢી નાખ્યું, પહેલા ડોલમાં ડૂબાડ્યો પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.