પતિ ગુમ થયો તો સાસુએ દિયર સાથે કરાવી દીધા લગ્ન... 25 વર્ષ બાદ, પહેલો પતિ પાછો ફર્યો, હવે પત્ની ધર્મસંકટમાં

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અહીં, નહટૌર શહેરમાં પોલીસે એક પુરુષને તેના પરિવારના સભ્યો સાથે મળાવ્યો છે જે છેલ્લા 25 વર્ષથી ગુમ હતો. પંજાબનો વતની, આ શખ્સ જ્યારે નહટૌર બજારમાં મૂંઝવણભરી સ્થિતિમાં ભટકતો જોવા મળ્યો, ત્યારે કોઈને ખ્યાલ પણ નહોતો કે તેની પાછળ આગલા વિયોગ અને લાચારીની આટલી લાંબી કહાની છુપાયેલી છે.

ત્રણ દિવસ અગાઉ નહટૌરના 'નયા બજાર'માં સ્થાનિક લોકોએ એક આધેડ વયના પુરુષને ફાટેલા કપડાં અને વધેલી દાઢી સાથે ભટકતો જોયો અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. જ્યારે સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) રવિન્દ્ર પ્રતાપ સિંહે તે વ્યક્તિને પ્રેમથી પૂછપરછ કરી, ત્યારે તેણે તૂટેલી-ફૂટેલી ભાષામાં પોતાની ઓળખ હંસા સિંહ તરીકે આપી અને પોતાનું ઘરનું સરનામું પંજાબના કપૂરથલા જિલ્લાનું શિવદયાલ વાલા ગામ જણાવ્યું.

marriage
blessingsmatrimonials.com

ગુગલ અને પંજાબી ભાષામાં જાણકાર વ્યક્તિઓની મદદથી પોલીસે કડી જોડી  અને પંજાબ પોલીસનો સંપર્ક કર્યો. 72 કલાકની અંદર હંસા સિંહનો ભાઈ અને ગામના સરપંચ નહટૌર પહોંચ્યા. શરૂઆતમાં તેનો ભાઈ પણ તેને ન ઓળખી શક્યો; જોકે, જ્યારે હંસાએ બાળપણની યાદો સંભળાવી અને નામો જણાવ્યા, ત્યારે દરેકની આંખોમાં આંસુ આવી ગયા.

હંસા સિંહ મળવાની જેટલી ખુશી છે એટલી જ મોટી મૂંઝવણ પણ ઉભી થઈ ગઈ છે. હંસા સિંહ લગ્નના બે વર્ષ બાદ જ ગુમ થઈ ગયો હતો. તેના પરિવારના સભ્યોએ ત્રણ વર્ષ રાહ જોઈ; ત્યારબાદ હંસાને મૃત માનીને તેની પત્ની વિમલા દેવી સાથે હંસાના નાના ભાઈ સુખા સિંહના લગ્ન કરાવી દેવામાં આવ્યા. છેલ્લા 22 વર્ષથી, વિમલા તેના દિયર  સુખા સિંહ સાથે જીવન વિતાવી રહી છે. તેમને ત્રણ બાળકો છે, અને તેમની એક પુત્રી પહેલાથી જ પરિણીત છે. એવામાં તેના પહેલા પતિના પાછા ફરવાથી વિમલા ધર્મસંકટમાં મુકાઈ ગઈ છે કે, પહેલો પતિ પાછો આવી ગયો છે તો વિમલા ખુશ થાય કે શું કરે. તેને પણ સમજણ પડી રહી નથી.

wife
livehindustan.com

આ દરમિયાન, નહટૌર પોલીસને આ ઉપલબ્ધિ માટે તમામ ક્ષેત્રો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. જે વ્યક્તિને લોકો ભિખારી સમજી રહ્યા હતા, પોલીસે તેને નવડાવ્યો, નવા કપડાં પહેરાવ્યા, અને કલાકો સુધી તેની સાથે વાતચીત કર્યા બાદ તેની યાદોને ભેગી કરવામાં મદદ કરી. ફોન પર તેના પુત્રનો અવાજ સાંભળીને હંસાની વૃદ્ધ માતા, જટ્ટો કૌર, ભાવુક થઈ ગઈ અને કહ્યું કે, ‘મને મરતા પહેલા મારો પુત્ર મળી ગયો છે; હવે હું શાંતિથી મ*રી શકીશ. હાલમાં, હંસા સિંહ તેના પરિવારના સભ્યો સાથે પંજાબ જવા રવાના થઈ ગયો છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.