પુત્રીની બોડી સાથે સૂતો રહ્યો પિતા, 5 મહિના સુધી ગંધ છુપાવવા માટે છાંટતો પરફ્યૂમ; આ રીતે ખુલ્યું રહસ્ય?

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતા લગભગ પાંચ મહિના સુધી પોતાના ઘરમાં પોતાની મૃત પુત્રીના મૃ*તદેહની બાજુમાં સૂતો રહ્યો. આટલું જ નહીં, પડોશીઓ અજાણ ન થાય તે માટે, તે દરરોજ પરફ્યૂમ છાંટીને દુર્ગંધ છુપાવવાનો પ્રયાસ કરતો રહ્યો. પોલીસને આ સમગ્ર ઘટના અંગે 'ડાયલ 112' દ્વારા મળી હતી. માહિતી મળતા જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમને જાણવા મળ્યું કે ઘરની અંદર પુત્રીનો મૃતદેહ સંપૂર્ણપણે સડી ચૂક્યો હતો, ફક્ત હાડપિંજર બાકી હતું.

અહેવાલો અનુસાર, સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બંગાળના વતની ઉદય ભાનુ બિસ્વાસ તેમની પુત્રી પ્રિયંકા બિસ્વાસ સાથે રહેતા હતા. પ્રિયંકા વ્યવસાયે શિક્ષિકા હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, ઉદયે પોલીસને જણાવ્યું કે તેની પુત્રીનું બીમારીને કારણે લગભગ પાંચ મહિના પહેલા મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાની માતાએ પણ થોડા સમય પહેલા આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ, પ્રિયંકા ખૂબ જ એકલી પડી ગઈ હતી અને એકલવાયું જીવન જીવતી હતી, જોકે સંબંધીઓ ક્યારેક-ક્યારેક ઘરે આવતા-જતા રહેતા હતા.

meerut-murder1
etvbharat.com

સંબંધીઓએ જણાવ્યું કે છેલ્લા ઘણા મહિનાઓથી પ્રિયંકા તેમને મળી નહોતી. જ્યારે પણ તેઓ તેની બાબતે ઉદયને પૂછતા, ત્યારે ઉદય વિવિધ બહાનાઓ બનાવતો અને કહેતો પ્રિયંકા દેહરાદૂનમાં નોકરી કરે છે અને તે ત્યાં જ રહે છે.

રહસ્ય કેવી રીતે ખુલ્યું?

ઉદયના સતત ગોળગોળ જવાબ આપતો હતો જેને કારણે સગા-સંબંધીઓને શંકા થવા લાગી, પ્રિયંકાના પિતરાઈ ભાઈ સહિત ઘણા સંબંધીઓ શુક્રવારે મોડી સાંજે ઘરે પહોંચ્યા અને તેની કડક પૂછપરછ કરી, ત્યારે ઉદયે કબૂલ્યું કે પ્રિયંકાનું મૃ*ત્યુ થઇ ગયું છે અને તેનો મૃતદેહ હજુ પણ ઘરની અંદર જ છે. ત્યારબાદ સંબંધીઓએ તરત જ પોલીસને જાણ કરી.

meerut-murder
facebook.com/patrikahindinews

પૂછપરછ દરમિયાન મૃતિકાના પિતાએ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યુ, કે તેની દીકરીના મૃ*ત્યુ બાદ તે તેના મૃતદેહ સાથે ઊંઘતો હતો. ઘરમાં ફેલાનારી દુર્ગંધને છુપાવવા માટે તે દિવસમાં ઘણી વખત પરફ્યૂમનો ઉપયોગ કરતો હતો. ઘરમાંથી પરફ્યૂમની ઘણી બોટલો પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પિતા થોડા સમય માટે હરિદ્વાર જતો રહ્યો હતો. પાછો ફર્યો ત્યારે શરીર સંપૂર્ણપણે સડી ગયું હતું.

ઘટનાસ્થળે પહોંચ્યા બાદ, પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સાથે જ, પિતાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી SP નવીન શુક્લાએ જણાવ્યું હતું કે મૃ*તદેહ ખૂબ જ સડી ગયેલી સ્થિતિમાં મળી આવ્યો ચ્હે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃ*ત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે. મૃ*તિકાના પિતાએ દાવો કર્યો છે કે બીમારીને કારણે મૃત્યુ થયું છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.