દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા પર તેની 'એક્સપાયરી ડેટ' (ખરાબ થવાની તારીખ) સાથે લેબલ લગાવવું પડશે.. આ પહેલનો ઉદ્દેશ્ય ખાદ્ય સુરક્ષા વધારવાનો અને ગ્રાહકોમાં જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘એક્સપાયરી ડેટ ઉપરાંત, ઈંડા પર તે તારીખ પણ લખવી પડશે જે દિવસે મરઘીએ ઈંડું મૂક્યું હતું. વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ મેશ્રામે જણાવ્યું હતું કે જે વેપારીઓ અને ખેડૂતો આ નિયમનનું પાલન નહીં કરે તો તેમણે તેના પરિણામો ભોગવવા પડશે. અથવા તો તેમના ઉત્પાદન નષ્ટ કરવામાં આવશે, અથવા ઈંડાને 'માનવ વપરાશ માટે યોગ્ય નથી'નું લેબલ લગાવી દેવામાં આવશે.

વિભાગનું કહેવું છે કે જે વેપારીઓ અને ખેડૂતો આ નિયમનું પાલન નહીં કરે તેમને સખત સજા મળી શકે છે. આ નિયમનનો કડક અમલ કરવામાં આવશે. નિર્ધારિત ધોરણો પર ઈંડા ખરા ન ઉતર્યા તો નષ્ટ કરી દેવામાં આવશે અથવા માનવ વપરાશ માટે યોગ્ય નથીનું લેબલ લગાવી શકાય છે. પશુપાલન વિભાગના અધિકારીઓએ આ નવા નિયમનું પાલન કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે.

એક સંશોધન મુજબ, જો ઈંડાને લગભગ 30 ડિગ્રી સેલ્સિયસના સામાન્ય આસપાસના તાપમાને સંગ્રહિત કરવામાં આવે, તો તેને બે અઠવાડિયા સુધી સુરક્ષિત રીતે ખાઈ શકાય છે. સાથે જ જો ઈંડાને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસના તાપમાને સંગ્રહિત કરવામાં આવે, તો તે પાંચ અઠવાડિયા સુધી સુરક્ષિત રીતે વપરાશ કરી શકાય છે.

egg

આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ઈંડાને ફ્રેશ અને ગ્રાહકો માટે સુરક્ષિત બનાવી રાખવા માટે તેમને યોગ્ય રીતે સંગ્રહ કરવા કેટલા મહત્ત્વપૂર્ણ છે. મોટાભાગના નાના દુકાનદારો અને વેપારીઓ ઈંડાને કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓમાં સંગ્રહિત કરતા નથી, જેના કારણે ઈંડા ઝડપથી બગડે છે. હવે, ફરજિયાત લેબલિંગ થવાથી ગ્રાહકો જાતે વિગતો ચકાસી શકશે અને જૂનો સ્ટોક ખરીદવાનું ટાળી શકશે.

ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સ્થાપિત નિયમો અનુસાર, ઈંડાને શાકભાજીની સાથે કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓમાં સંગ્રહિત ન કરવા જોઈએ, કારણ કે બંને માટે અલગ-અલગ તાપમાનની જરૂર હોય છે. હાલમાં, દેશમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓમાં ઈંડાને યોગ્ય રીતે સંગ્રહિત કરવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ નથી. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આવી સુવિધાઓ ફક્ત બે સ્થળો (આગ્રા અને ઝાંસી)એ ઉપલબ્ધ છે. જોકે, આ સંદર્ભમાં જરૂરી માળખાગત સુવિધાઓનો અભાવને જોતા ઇંડાના સપ્લાયર્સને ઇંડાના સ્ટેમ્પિંગ સંબંધિત નવા નિયમોનું પાલન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

અધિક મુખ્ય સચિવ (પશુધન) મુકેશ મેશ્રામે જણાવ્યું હતું કે અગાઉ ખાદ્ય સુરક્ષા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નહોતું, અને ઘણા ગ્રાહકો તેમની સાથે સંકળાયેલા નિયમોથી પણ અજાણ હતા. એક્સપાયરી ડેટ સાથે ઇંડાનું લેબલિંગ ફરજિયાત કરવા પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તાજા ઇંડાનો ઉપયોગ અને સુરક્ષિત વપરાશ માટેની યોગ્ય પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવાનો છે. એવું જોવા મળ્યું છે કે, અસંખ્ય કિસ્સાઓમાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ગ્રાહકો પણ આથી અજાણ હતા.

egg.jpg-3

હવે, નવી વ્યવસ્થા હેઠળ, પશુપાલન વિભાગે એક સલાહ જાહેર કરી છે કે, તમામ ઇંડા ઉત્પાદકો, છૂટક વિક્રેતાઓ અને વેપારીઓને અગાઉથી જરૂરી તૈયારીઓ કરવામાં આવે. ઇંડાને લેબલ કરવાની વ્યવસ્થા કરવી પડશે, અને નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. આ નિર્ણય ફક્ત એક નિર્દેશ નથી; પરંતુ ગ્રાહકોની સુરક્ષા અને ખાદ્ય પારદર્શિતા માટે એક મજબૂત સ્તંભ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-05-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.