ગાળોવાળી પોસ્ટમાં અલ્લાહનો પણ ઉલ્લેખ કરવા બદલ ટ્રમ્પ ઘેરાયા! મુસ્લિમ ધર્મગુરુઓ તરફથી મળ્યો ઠપકો!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્ટર રવિવારે ઈરાન પર પણ પોતાની ઉગ્ર ટિપ્પણીઓ ચાલુ રાખી. તેમણે ઈરાન પર મૌખિક હુમલો કરતી વખતે એવી ભાષાનો ઉપયોગ કર્યો જે સીધી લાગી જાય તેવી હતી. ટ્રમ્પને આ પોસ્ટ માટે તીવ્ર ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે રિપબ્લિકન પ્રમુખ ટ્રમ્પ પહેલેથી જ તેમની સ્પષ્ટ ટિપ્પણીઓ અને કઠોર શબ્દો માટે જાણીતા છે, તેમના 'ટ્રુથ સોશિયલ' નેટવર્ક પરની આ પોસ્ટે લોકોને આશ્ચર્યચકિત કર્યા, ખાસ કરીને ખ્રિસ્તી તહેવારના પ્રસંગે.

આ પોસ્ટમાં, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માંગણી કરતા તીવ્ર શબ્દો લખ્યા. પોસ્ટમાં ઈરાન સામે ધમકીઓ અને અપમાનજનક ભાષાનો સમાવેશ થતો હતો.

Donald Trump
islamtimes.com

ટ્રમ્પે લખ્યું, 'પાગલ ભાઈઓ, સ્ટ્રેટ ખોલો, નહીં તો તમે નરકમાં રહેશો, હવે જોઈ લેજો!' ત્યાર પછી ટ્રમ્પે લખ્યું, 'અલ્લાહની પ્રશંસા.'

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CAIR)એ ટ્રમ્પની ભાષાની સખત નિંદા કરી, એક નિવેદનમાં કહ્યું કે, તેમના 'ઇસ્લામનો ઉપહાસ અને નાગરિક માળખા પર હુમલો કરવાની ધમકીઓ' બેદરકારીભર્યા અને ખતરનાક હતા.

CAIRએ જણાવ્યું હતું કે, આ પોસ્ટમાં 'પ્રશંસા અલ્લાહ માટે છે' વાક્યનો ઉપયોગ વિચાર્યા વગર કરવામાં આવ્યો, જેમાં હિંસક ધમકીઓ હતી, તે ધાર્મિક ભાષાને શસ્ત્ર બનાવવાની ઇચ્છા દર્શાવે છે અને મુસ્લિમો અને તેમની માન્યતાઓ પ્રત્યે તિરસ્કાર પણ દર્શાવે છે.

Donald Trump-Post
aajtak.in

સંગઠને US કાયદા નિર્માતાઓને વિનંતી કરી કે, જ્યારે રાષ્ટ્રપતિ 'ખુલ્લામાં યુદ્ધ ગુનાઓ કરવાનું વચન આપે છે' ત્યારે ચૂપ બેસી ન રહે. સંગઠને કહ્યું કે, યુદ્ધ અને શાંતિના મામલામાં તેની સત્તા ફરીથી સ્થાપિત કરવી કોંગ્રેસની ફરજ છે.

સંગઠને કહ્યું કે, 'આ નિવેદનો કઈ એમ જ નથી આપવામાં આવ્યા. તે મુસ્લિમ વિરોધી રેટરિક અને નીતિઓની લાંબી શ્રેણીનો ભાગ છે, જેણે દેશ અને વિદેશમાં મુસ્લિમોને અમાનવીય બનાવ્યા છે.'

એક અંગ્રેજી અખબારમા છપાયેલા અહેવાલ મુજબ, કનેક્ટિકટના ડેમોક્રેટિક સેનેટર ક્રિસ મર્ફીએ કહ્યું હતું કે, ટ્રમ્પનું વલણ 'સંપૂર્ણપણે, એકદમ દિશા વગરનું' હતું.

Donald Trump
ndtv.in

ક્રિસ મર્ફી ઈરાનમાં યુદ્ધનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે, 'જો હું ટ્રમ્પના મંત્રીમંડળમાં હોત, તો હું ઇસ્ટર પર બંધારણીય વકીલોને ફોન કરીને 25મા સુધારા વિશે વાત કરતે.' આની અંદર એ જોગવાઇઓનો ઉલ્લેખ છે કે, જો રાષ્ટ્રપતિ તેમની ફરજો નિભાવવામાં અસમર્થ હોય તો સત્તાનું સ્થાનાંતરણ કરવાનો હક  તેમની પાસે છે.

વર્જિનિયાના સેનેટર ટિમ કેને, જે ડેમોક્રેટ પણ છે, જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો ત્યારથી 79 વર્ષીય ટ્રમ્પે આટલી કઠોર ભાષાનો ઉપયોગ કર્યો હોય તેવું આ પહેલી વાર નથી.

કેને એક ચેનલના પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'તેમને બોમ્બમારો કરીને જુના જમાનામાં પાછા મોકલી આપવા, તેમને અપશબ્દો કહેવા.'

Donald Trump
instagram.com

'આ બધું શરમજનક અને બાલિશ છે, લોકો એવું વર્તન કરી રહ્યા છે કે તેઓ મોટા અને મજબૂત છે, જ્યારે આ યુદ્ધમાં આપણે ખરેખર વહીવટીતંત્ર તરફથી જે જોઈ રહ્યા છીએ તે આયોજનનો અભાવ અને સ્પષ્ટ તર્કનો અભાવ છે.'

ભૂતપૂર્વ કોંગ્રેસવુમન માર્જોરી ટેલર ગ્રીન, જે એક સમયે ટ્રમ્પના કટ્ટર સમર્થક હતા પરંતુ હવે એક કટ્ટર ટીકાકાર છે, તેમણે તેમના સંદેશની સખત નિંદા કરી, ખાસ કરીને ઇસ્ટર સન્ડે પર.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ગ્રીને લખ્યું, 'તેમના વહીવટમાં જે કોઈ પોતાને ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે તેણે ઘૂંટણિયે પડીને ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ, રાષ્ટ્રપતિની પ્રશંસા કરવાનું બંધ કરવું જોઈએ અને ટ્રમ્પના આ ગાંડપણમાં દખલ કરવી જોઈએ.'

Donald Trump
hindi.opindia.com

ગ્રીને લખ્યું, 'આપણા રાષ્ટ્રપતિ ખ્રિસ્તી નથી, અને તેમના શબ્દો અને કાર્યોને ખ્રિસ્તીઓ દ્વારા સમર્થન આપવું જોઈએ નહીં.' ગ્રીન વિદેશમાં અમેરિકાના લશ્કરી હસ્તક્ષેપનો વિરોધ કરે છે.

ટ્રમ્પને આ યુદ્ધમાં આરબ મુસ્લિમ દેશોનો ટેકો મળી રહ્યો છે, ટ્રમ્પની પોસ્ટ પર તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે તે હવે જોવાનું બાકી છે. આ પોસ્ટ પર પાકિસ્તાનના પ્રતિભાવ પર પણ નજર રાખવાની જરૂર છે. શરૂઆતમાં આ હુમલાથી પાકિસ્તાનમાં અમેરિકા સામે તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. વિરોધ પ્રદર્શનોમાં 30થી વધુ પાકિસ્તાનીઓ માર્યા ગયા હતા.

Donald Trump
navbharattimes.indiatimes.com

છેલ્લા બે દિવસમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અંગે ઈરાન વિરુદ્ધ અનેક કડક લશ્કરી કાર્યવાહી કરવાની ચેતવણીઓ આપી છે. ટ્રમ્પે ઈરાનને કહ્યું, 'હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો તમારે નર્કનો સામનો કરવો પડશે.' સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે, તો અમેરિકા કડક લશ્કરી હુમલો કરશે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, અમેરિકા 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' જેવા શબ્દોનો ઉપયોગ કરીને ઈરાનના પાવર પ્લાન્ટ, પુલ અને અન્ય માળખાગત સુવિધાઓને નિશાન બનાવી શકે છે. ટ્રમ્પે ઈરાનને લગભગ 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો હતો કે કાં તો સમાધાન પર પહોંચવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાંખો, નહીં તો લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનશે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.