'IIT બાબા' અભય સિંહે કેમ આ રહસ્યમય મંદિરમાં કર્યા લગ્ન?

'દેવભૂમિ' હિમાચલ પ્રદેશના ખોળામાં અઘંજર મહાદેવ મંદિર હાલમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન ચર્ચામાં આવેલા 'IIT બાબા' અભય સિંહે તાજેતરમાં જ અહીં એન્જિનિયર પ્રતિકા સાથે લગ્ન કર્યા છે. આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે. માન્યતાઓ અનુસાર, આ તે જ સ્થળ છે જ્યાં મહાભારતના કાળ દરમિયાન અર્જૂને ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ ભગવાન ભોલેનાથની ઘોર તપસ્યા કરી હતી.

લોકકથાઓ અનુસાર, ખનિયારા ગામના આ પવિત્ર સ્થળ પર ભગવાન શિવે, અર્જૂનની ભક્તિથી પ્રસન્ન થઈને તેને 'પશુપતાસ્ત્ર' પ્રદાન કર્યું હતું, જેણે મહાભારત યુદ્ધમાં વિજયનો માર્ગ મોકળો કર્યો હતો. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં કૈલાશ જતી વખતે આ જ માર્ગનો ઉપયોગ કરતા હતા.

temple
tripadvisor.in

અઘંજર મહાદેવ મંદિરનું સૌથી રહસ્યમય અને મનમોહક વિશેષતા અહીની અખંડ ધૂણા છે. બાબા ગંગા ભારતી દ્વારા સ્થાપિત આ ધૂણા છેલ્લા 500 વર્ષોથી સતત પ્રજ્વલિત છે. આશ્ચર્યની વાત એ છે કે, તેને પ્રગટાવતા કે ઓળવતા કોઈએ જોઇ નથી. બસ સમય-સમય પર તેમાં લાકડા નાખી દેવામાં આવે છે. મંદિર આવતા ભક્તો બાબા ગંગા ભારતીની સમાધિ અને અને તેમના 500 વર્ષ જૂની ગાદીના દર્શન કરવા માટે પોતાને ધન્ય માને છે.

આ આધ્યાત્મિક રીતે ભરપૂર સ્થળની નજીકમાં જ 'IIT બાબા' તરીકે જાણીતા અભય સિંહે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. હરિયાણાના ઝજ્જરના વતની અને IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, અભય સિંહે સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ કર્ણાટકની એન્જિનિયર પ્રતિકા સાથે પોતાના લગ્ન કર્યા છે.

IIT-Baba4
economictimes.indiatimes.com

પ્રયાગરાજ મહાકુંભમાં પોતાનિ આધ્યાત્મિક સાધનાથી ઓળખ મેળવનાર અભય સિંહે જણાવ્યું કે તેઓ કાંગડાના આ પ્રદેશની દિવ્ય ઉર્જાથી એટલા પ્રભાવિત છે કે તેઓ અઘંજર મહાદેવ મંદિરની નજીકમાં પોતાનું આધ્યાત્મિક કેન્દ્ર (આશ્રમ) સ્થાપિત કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે-સાથે સંસારના કલ્યાણ માટે પોતાનો આધ્યાત્મિક માર્ગ આગળ ધપાવતા રહેશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.