ઇઝરાયલના વિપક્ષી નેતાનો નેતન્યાહૂ પર પ્રહાર, કહ્યું- વ્યૂહરચના વગર સેનાને યુદ્ધમાં ઝોંકી દીધી

ઇઝરાયલના વિપક્ષી નેતા યાયર લેપિડે વર્તમાન સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સરકારે કોઈ પણ ચોક્કસ વ્યૂહરચના વગર સેનાને યુદ્ધના મેદાનમાં ઉતારી દીધી છે. લેપિડના મતે, સેના પાસે પૂરતા સૈનિકોનો અભાવ છે અને તેઓ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં લડી રહ્યા છે.

હિબ્રુ ભાષામાં જારી કરાયલા એક વીડિયો નિવેદનમાં લેપિડે ચેતવણી આપી હતી કે IDF (ઇઝરાયલ સંરક્ષણ દળ) પોતાની ક્ષમતાની અંતિમ મર્યાદા સુધી પહોંચી ગયું છે અને હવે તે તેની પેલે પાર છે. સરકાર સેનાને ઘાયલ અવસ્થામાં જ યુદ્ધના મેદાનમાં એકલી છોડી રહી છે.

03

લેપિડે સરકારની ટીકા કરતા કહ્યું કે, સેનાને જરૂરી સંસાધનો અને પૂરતી સૈન્ય સંખ્યા વિના બહુવિધ મોરચા ધરાવતા યુદ્ધમાં ધકેલી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે રિઝર્વ સૈનિકો હવે સંપૂર્ણપણે થાકી ગયા છે. વર્તમાન સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેના હવે સક્ષમ રહી નથી.

આ કટોકટીના ઉકેલ તરીકે લેપિડે સરકારને અલ્ટ્રા-ઓર્થોડોક્સ 'હરેદી' (Haredi) સમુદાયના પુરુષોને સેનામાં ભરતી કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી આ સમુદાયને પવિત્ર યહૂદી ગ્રંથોના અભ્યાસ માટે અનિવાર્ય સૈન્ય સેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

05

ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેપિડનું આ નિવેદન સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીરની ચેતવણી બાદ આવ્યું છે. ઝમીરે સુરક્ષા કેબિનેટને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, IDF પતન (Collapse) ના આરે છે.

બરાબર એક મહિના પહેલા 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. ત્યારથી ઇઝરાયલ સતત મધ્ય પૂર્વમાં યુદ્ધ લડી રહ્યું છે. ઇઝરાયલી સેના ઈરાન અને લેબનાનમાં સતત હુમલા કરી રહી છે. સીરિયામાં પણ દુશ્મન ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, હિઝબુલ્લાહ અને ઈરાન તરફથી થઈ રહેલા વળતા હુમલાઓને કારણે ઇઝરાયલી સેનાએ એકસાથે અનેક મોરચે લડવું પડી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

‘સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આપણે કાચા પડી ગયા...’, આ શું બોલી ગયા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થયા બાદ રાજ્યભરમાં રાજકીય માહોલ જામ્યો છે. એજ અનુસંધાને સુરતના વરાછા વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો છે....
Gujarat 
‘સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આપણે કાચા પડી ગયા...’, આ શું બોલી ગયા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી?

પાકિસ્તાન તો માત્ર એક ચહેરો છે; યુદ્ધ રોકવા પાછળ આ દેશનો હાથ... અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની ઇનસાઇડ સ્ટોરી

ઈરાનમાં અચાનક થયેલા યુદ્ધવિરામ અંગે હવે એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીને...
World 
પાકિસ્તાન તો માત્ર એક ચહેરો છે; યુદ્ધ રોકવા પાછળ આ દેશનો હાથ... અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની ઇનસાઇડ સ્ટોરી

દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા તો પિતાએ શોક સંદેશો છપાવી દીધો

રાજસ્થાનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દીકરીએ અન્ય સમાજના યુવાન સાથે લગ્ન કરી લીધા તો નારાજ થયેલા પિતાએ અખબારોમાં...
National 
દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા તો પિતાએ શોક સંદેશો છપાવી દીધો

કોણ છે મેનકા ગુરુસ્વામી? જેમણે LGBTQIA+ સમુદાયના પ્રથમ સાંસદ બનીને ઇતિહાસ રચી દીધો!

6 માર્ચ એ ભારતીય લોકશાહી માટે એક ઐતિહાસિક દિવસ છે. આ તારીખે, લોકશાહીની ભાષા થોડી વધુ સમૃદ્ધ બની. સંસદ...
National 
કોણ છે મેનકા ગુરુસ્વામી? જેમણે LGBTQIA+ સમુદાયના પ્રથમ સાંસદ બનીને ઇતિહાસ રચી દીધો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.