શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે, વિશ્વના ઘણા ભાગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. દેશના વિવિધ શહેરોમાં ચર્ચા થઇ રહી છે કે, શું ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે? તેલના ભાવમાં વધારો થવાની આશંકા વચ્ચે કેટલાક પેટ્રોલ પંપો પર વાહનો સિવાય બીજા પાત્રોમાં પેટ્રોલ-ડીઝલ ભરવા/સંગ્રહિત કરવાના વીડિયો સામે આવ્યા છે. આ ઘટનાઓની પૃષ્ઠભૂમિ સામે સરકારે આ મહત્વપૂર્ણ મુદ્દાને લગતી મોટી મૂંઝવણ દૂર કરી છે. નોઇડામાં પેટ્રોલનો ભાવ ₹94.90 પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ ₹88.01 પ્રતિ લીટર છે. દિલ્હીમાં, પેટ્રોલનો ભાવ ₹94.77 છે, જ્યારે ડીઝલનો ભાવ ₹87.67 પ્રતિ લીટર છે.

30

કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે, હાલમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના નથી. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે દેશમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. રાજ્ય સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ એવી જ રીતે ખાતરી આપી છે કે ઇંધણની કોઈ અછત નથી. હવે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે ગભરાવાઇને ઇંધણનો સંગ્રહ કરવાનો પ્રયાસ ન કરે અને ખાસ કરીને તેમને છૂટા અથવા અસુરક્ષિત કન્ટેનરમાં પેટ્રોલ કે ડીઝલનો સંગ્રહ કરીને ન રાખે કારણ કે આમ કરવાથી સુરક્ષા માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે.

શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલી એક પોસ્ટમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરના તમામ પેટ્રોલ પંપો પર ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ કોઈ અછત નથી. આ સંદેશમાં, મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે, ‘દેશભરના રિટેલ આઉટલેટ્સ પર પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છૂટા અથવા અયોગ્ય કન્ટેનરમાં ઇંધણ ખરીદે નહીં કે સંગ્રહ ન કરે, કારણ કે આમ કરવાથી ગંભીર સુરક્ષા જોખમો ઉભા થઇ શકે છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, તમિલનાડુના એક પેટ્રોલ પંપ પર એક ઘટના જોવા મળી હતી જ્યાં પેટ્રોલને છૂટા કન્ટેનરમાં ભરવામાં આવી રહ્યું હતું. જે અસુરક્ષિત અને અયોગ્ય છે. આ ઘટના બાદ, સંબંધિત પેટ્રોલ પંપને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને તેની સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

28

સાથે જ અધિકારીઓએ તમામ પેટ્રોલ પંપ અને ડીલરોને ઇંધણ વિતરણ દરમિયાન સલામતીના નિયમોનું કડક પાલન કરવા નિર્દેશો જાહેર કર્યા છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે આ સલામતી ધોરણોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ, સરકારે જનતાને પેટ્રોલ, ડીઝલ અને LPGની પેનિક ખારીથી બચવાની અલાહ આપી હતી અને કહ્યું હતું કે, દેશમાં આ ઇંધણનો પૂરતો ભંડાર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર, દેશના લગભગ 100,000 રિટેલ આઉટલેટ્સમાંથી કોઈપણ પર ઇંધણનો સ્ટોક-આઉટ થયો નથી, અને પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની વર્તમાન રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક આશરે 258 મિલિયન મેટ્રિક ટન (MMTPA) છે, જે ભારતને વિશ્વનું ચોથું સૌથી મોટું રિફાઇનિંગ હબ બનાવે છે. આ ઉપરાંત 9 માર્ચે, સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કુદરતી ગેસ નિયંત્રણ આદેશ જાહેર કર્યો હતો.

આ આદેશમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે PNG અને CNG માટે 100 ટકા પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે અને કોઈ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. અધિકારીએ કહ્યું કે, ગભરાવાની કોઈ જરૂર નથી. ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને પુરવઠો હાલમાં તેમના સામાન્ય સ્તરના લગભગ 80 ટકા પર સંચાલિત કરવામાં આવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ...
Entertainment 
કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના યુવા સંવાદ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ' દરમિયાન મંચ...
Politics 
રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

ટ્રેન મુસાફરી દરમિયાન ટિકિટ ચેક કરવી એ એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કોઈ મુસાફર ટિકિટ વિના પકડાય છે અને...
National 
TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

જગતજનની મા આધ્યશક્તિની ભક્તિ, શક્તિ અને આરાધનાનું પવિત્ર મહાપર્વ એટલે નવરાત્રિ. પ્રાચીન કાળથી ગુજરાતની ઓળખ રહેલા શેરી ગરબા...
Gujarat 
નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.