- National
- ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ
ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ
ફિલ્મ ‘સ્પેશિયલ 26’માં અક્ષય કુમાર નકલી આવકવેરા અધિકારીઓની ટીમ સાથે ઝવેરીઓ અને મોટા વેપારીઓની દુકાનો પર દરોડા પાડે છે, ત્યારબાદ ત્યાંથી સોનું-ચાંદી અને રોકડ રકમ લઈને રફૂચક્કર થઈ જાય છે. આવી જ એક આશ્ચર્યજનક ઘટનામાં ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં સામે આવી છે, જ્યાં એક સોનાના કારીગરને લૂંટી લેવામાં આવ્યો હતો. ગુનેગારો 25 લાખ રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ, ત્યારે તેમના પણ કાન ઊભા થઈ ગયા. સોનાના કારીગરને બચાવી લેવામાં આવ્યો હતો.
આ ઘટના ધનવર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર સાથે જોડાયેલી છે. સ્થાનિક રહેવાસી હરિહર સાવ સોનાના દાગીનાનો કારીગર છે. તેના ઘરે નકલી GST ટીમે દરોડો પાડ્યો હતો. દસ્તાવેજો માંગ્યા, પછી સોના-ચાંદીના દાગીના જપ્ત કરી લીધા. દાગીનાની સાથે કારીગર હરિહર સાવને પણ સાથે લઈ ગયા. લૂંટારુઓ સૂટ-બૂટ અને પોલીસ યુનિફોર્મમાં સ્કોર્પિયોથી આવ્યા હતા. બધા દેખાવમાં, એકદમ અસલી લાગી રહ્યા હતા.
જ્યારે કલાકો સુધી હરિહર સાવના કોઈ સમાચાર ન મળ્યા, ત્યારે તેમના પરિવારના સભ્યો સાથી કારીગર સાથે ધનવાર પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે સ્ટેશન ઇન્ચાર્જ સત્યેન્દ્ર પાલને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. પોલીસ અધિકારી તપાસ કરી તો ખબર પડી કે કોઈ GSTની ટીમે હરિહરના ઘરે દરોડો પાડ્યો નથી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને, સ્ટેશન ઇન્ચાર્જના કાન ઊભા થઈ ગયા અને SP, ડૉ. બિમલ કુમારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
SPએ ખોરી મહુઆના SDPO રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વમાં એક ખાસ ટીમની રચના કરી. ટીમે દરોડા પાડવાના શરૂ કર્યા અને CCTV ફૂટેજ તપાસી. ફૂટેજમાં ગુનામાં સામેલ ઠગોની ફૌજ દેખાઈ. ત્યારબાદ હરિહરના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. થોડા કલાકોમાં જ પોલીસને જાણ થઈ કે હરિહરને દેવઘરમાં AIIMS નજીક છોડી દેવામાં આવ્યો છે. સ્ટેશન ઇન્ચાર્જ સતેન્દ્ર પાલ, તેમની ટીમ સાથે દેવઘર ગયા અને કારીગરને બચાવી લેવામાં આવ્યો.
પોલીસ પૂછપરછ દરમિયાન હરિહરે છેતરપિંડી કરનારાઓના ચહેરા બતાવ્યા. તેણે કહ્યું કે, જે પ્રકારે ઠગ તેમના વર્કશોપમાં પહોંચ્યા અને જે અંદાજમાં વાત કરી કે તેને કોઈ શંકા ન ગઈ કે તેઓ છેતરાઈ રહ્યા છે. તેને લાગ્યું કે, GSTની ટીમે જ દરોડો પાડ્યો છે. એ એ ઠગોની જાળમાં ફસાઈ ગયા અને બધું ગુમાવી દીધું.
ખોરી મહુઆના SDPO રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે નકલી GST અધિકારીઓ બનીને સોનાના દાગીનાના કારીગરને ઠગવામાં આવ્યો છે. કારીગરને શોધી કાઢવામાં આવ્યો છે, અને સંડોવાયેલા તમામ ઠગોને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

