યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ અલી બંદર પર કૃષિ ઉત્પાદનો ધરાવતા 800થી 1,000 કન્ટેનર ફસાયેલા છે. 28 ફેબ્રુઆરીથી જ કામગીરી બંધ છે. કન્ટેનર વિવિધ દેશો અને પ્રદેશોમાં નિકાસ કરી શકાતા નથી, જેના પરિણામે લાખો કરોડોનો માલ સામાન ખરાબ થઇ રહ્યો છે.

દુબઈના જેબેલ અલી બંદર, જે મધ્ય પૂર્વનું એક મુખ્ય બંદર છે અને ગલ્ફ ક્ષેત્રમાં કૃષિ ઉત્પાદનોના વિતરણ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે, તેણે સંઘર્ષને કારણે કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. પરિણામે, દુબઈ પહોંચી ચૂકેલા અથવા ભારતમાંથી આવી રહેલા ઘણા શિપમેન્ટ બંદર પર ફસાયેલા છે.

ફસાયેલા કન્ટેનરમાં મુખ્યત્વે કેળા, દ્રાક્ષ, દાડમ, તરબૂચ, પાંદડાવાળા શાકભાજી અને ડુંગળી જેવા ટૂંકા ગાળાના કૃષિ ઉત્પાદનો હોય છે. આ મહારાષ્ટ્રના મુખ્ય નિકાસ ઉત્પાદનો પણ છે. કન્ટેનરના ફસાઈ જવાને કારણે તે બગડી જઈ શકે છે, એટલે કે નિકાસકારોને ભારે નુકસાન થશે. રમઝાન દરમિયાન ખાડી દેશોમાં આ ફળો, ખાસ કરીને દ્રાક્ષ અને દાડમની માંગ ટોચ પર હોય છે ત્યારે કન્ટેનર ફસાઈ ગયા હોવાને કારણે, વેપારમાં ઘટાડો થવાની પણ સંભાવના છે.

Indian-Containers-Stuck1
indianexpress.com

યુદ્ધને કારણે માત્ર કન્ટેનર જ અટવાઈ ગયા નથી, પરંતુ માંગ પણ પૂરી થતી નથી. આ દરમિયાન, ખાડી દેશોમાં પરંપરાગત રીતે ફળોની માંગમાં વધારો જોવા મળે છે. જ્યારે ખેડૂતો આ ઋતુ પરિવર્તન અનુસાર તેમના પાકનું આયોજન કરે છે. જોકે, આ વર્ષે યુદ્ધના સંઘર્ષને કારણે નિકાસ પર ભારે અસર પડી છે. બંદરો પર સંગ્રહિત આશરે 5000થી 6000 ટન દ્રાક્ષ પ્રભાવિત થવાની ધારણા છે, અને ખેતરોમાં રહેલા 10000 ટન નિકાસ-ગુણવત્તાવાળી દ્રાક્ષ હવે સ્થાનિક સ્તરે નુકસાન સાથે વેચવી પડી શકે છે.

દુબઈ જનારા દ્રાક્ષના આશરે 80 કન્ટેનર હજુ સુધી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદર (JNPT) પર ઉતારવામાં આવ્યા નથી. નાસિકથી નિકાસ માટે જઈ રહેલા 200થી વધુ કન્ટેનર બંદરની બહાર ફસાયેલા છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો છે. પરિસ્થિતિ ગંભીર છે, અને નિકાસકારો કહે છે કે, શિપિંગ સેવાઓ ફરી શરૂ ન થાય ત્યાં સુધી આ સમસ્યા ચાલુ રહેશે. ભારતીય દ્રાક્ષ નિકાસકારો સંગઠનના ડિરેક્ટર મધુકર ક્ષીરસાગરના જણાવ્યા અનુસાર, દરેક ફસાયેલા કન્ટેનરને કારણે લાખો રૂપિયાનું નાણાકીય નુકસાન થાય છે.

ખેડૂત સંગઠનો તાત્કાલિક સરકારી સહાયની માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય ડુંગળી ઉત્પાદક સંગઠનના પ્રમુખ ભરત દિઘોલે સરકારને પ્રતિ ક્વિન્ટલ 1,500 રૂપિયાની સબસિડી આપવા તેમજ ફસાયેલા કન્ટેનર માટે પોર્ટ ફી અને ડિમરેજ માફ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, નિકાસકારોને તેમના કાર્ગોને ક્લિયર ન થાય ત્યાં સુધી મદદ કરવા માટે એક કામચલાઉ ખરીદી યોજનાની માંગ કરવામાં આવી છે.

Indian-Containers-Stuck
Indian Containers Stuck

કેટલાક નિકાસકારોએ પહેલાથી જ તેમના માલને પાછો બોલાવવાનું શરૂ કરી દીધું છે. અગ્રણી નિકાસકાર પ્રકાશ ગાયકવાડે બતાવ્યું હતું કે, લાંબા વિલંબને કારણે તેમને JNPTમાંથી કેળા અને ડુંગળીના કન્ટેનર પાછા બોલાવવાની ફરજ પડી હતી, કારણ કે વિલંબ થવાને કારણે પાકને નુકસાન થઈ રહ્યું હતું. નાસિક કસ્ટમ્સને મોકલવામાં આવેલા ડુંગળીના શિપમેન્ટને ક્લિયર કરવામાં ચાર દિવસ લાગ્યા, તે દરમિયાન તો પૂરો માલ બગડી ગયો હતો.

આ અવરોધને કારણે ગલ્ફ દેશો અને ઈરાનમાંથી થતી આયાત પર પણ અસર પડી છે. સફરજન, કીવી અને ખજૂર જેવા ઉત્પાદનોથી ભરેલા આશરે 600-700 કન્ટેનર ઈરાની બંદરો પર ફસાયેલા છે. ફળના વેપારી સુયોગ ઝાડેના જણાવ્યા મુજબ, આ કન્ટેનરની કિંમત ઘણી વધારે છે, જેમાં કિવિ કન્ટેનરની કિંમત રૂ. 30-32 લાખ અને ખજૂરના કન્ટેનરની કિંમત રૂ. 45 લાખ છે.

આ ઉપરાંત, ભારતની ખાંડની નિકાસ અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારે આ સિઝનમાં 20 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી, પરંતુ નિકાસકારોનો અંદાજ છે કે વર્તમાન અવરોધોને કારણે બજારમાં ફક્ત 500,000 ટન જ પહોંચી શકશે.

About The Author

Related Posts

Top News

'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

ભારતમાં બાળકો માટે પ્રારંભિક શિક્ષણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. તાજેતરમાં, એક શાળાની KG (સિનિયર કિન્ડરગાર્ટન) ફી...
National 
'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ...
National 
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

એન્જિનના અવાજથી લઈને પેટ્રોલ અને ડીઝલની ગંધ સુધી, બધું ધીમે ધીમે ઇતિહાસ બનવા તરફ જઈ રહ્યું છે. અને આ...
Tech and Auto 
બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી

મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 29 એપ્રિલ: ભારતના અગ્રણી મલ્ટી-ડિઝાઇનર ફૅશન રિટેલર Aza Fashions એ તાજેતરમાં અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને સ્ટાઇલ આઇકન Shilpa...
Gujarat 
આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.