હાથમાં ડોક્ટરોએ લગાવી દીધો પગનો અંગૂઠો

એક મોચી બુટ રિપેર કરતો હતો, ત્યારે આકસ્મિક રીતે તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. ત્યાર પછી તે કપાયેલા અંગૂઠાને લઈને હોસ્પિટલ પહોંચ્યો. ડોકટરોએ સર્જરી દ્વારા તેના અંગુઠાને ફરીથી જોડવાનો ઘણી વાર પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયા. પછી, ડોકટરોએ મોચીને એક વિકલ્પ આપ્યો કે તેના પગનો અંગૂઠો કાપીને તેના હાથ સાથે ફરીથી જોડવામાં આવે તો... દર્દી પણ આ વાત સાથે સંમત થઇ ગયો.

23

ત્યાંના સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, 46 વર્ષીય ડેવિડ લી એક બુટની એડી કાપી રહ્યો હતો ત્યારે તેનો હાથ મશીનમાં ફસાઈ ગયો અને તેનો જમણો અંગૂઠો કપાઈ ગયો. નોટિંગહામશાયરના મેન્સફિલ્ડના રહેવાસી આ મોચીએ તરત જ 999 ડાયલ કર્યો અને તેના કપાયેલા અંગૂઠાને સાથે લઈને હોસ્પિટલ દોડી ગયો.

24

DL શૂ આર્ટ ધ કોબલરના ડેવિડે કહ્યું, 'હું એક બુટની એડી કાપી રહ્યો હતો ત્યારે, મશીનના નીચેના ભાગે મારા સ્વેટરને પકડી લીધો અને મને અંદર ખેંચી લીધો. મેં તરત જ ઇમરજન્સી સ્ટોપ બટન દબાવી દીધું. સદભાગ્યે, મેં એક અઠવાડિયા પહેલા જ મશીનને રિપેર કરાવ્યું હતું. જો મેં તેમ ન કરાવ્યું હોતે, તો હું મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હોત. મેં તેને મારા પગેથી માર્યો. મેં મારું સ્વેટર ખોલ્યું, અને આમ કરતા સમયે મારો અંગૂઠો જમીન પર પડી ગયો.'

26

તેણે સમજાવ્યું કે, વિચિત્ર વાત તો એ હતી કે, ખૂબ જ ઓછું લોહી નીકળ્યું. મશીન એવી રીતે વળેલું હતું કે રક્ત પરિભ્રમણ બંધ થઈ શકે તેમ હતું. મેં મારા માથા પરથી સ્વેટર ઉતાર્યું, તેને મારા હાથમાં પકડી લીધું અને તેના પર દબાણ કર્યું. હું ચારેય બાજુ જઈને બધું જ બંધ કરી દીધું.

મેં કોઈને એમ્બ્યુલન્સ બોલાવવા માટે બૂમ પાડી, અને તેણે વિચાર્યું કે હું મજાક કરી રહ્યો છું, કારણ કે હું આમ પણ હંમેશા મજાક કરતો રહુ છું. હું મારી બેગમાં વસ્તુઓ મૂકી રહ્યો હતો અને બધું બંધ કરી રહ્યો હતો જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવી ગઈ.

25

જ્યારે હું હોસ્પિટલમાં પહોંચ્યો, ડોકટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, તેઓ અંગૂઠો ફરીથી જોડી શક્યા નહીં, તેથી તેઓએ ત્યાર પછીનો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનું કહ્યું, તેના જમણા પગનો અંગૂઠો. હવે, 7 વર્ષ પછી, ડેવિડ કહે છે કે તેને નિયમિતપણે તેના મોજા માપવા પડે છે અને સંદેશા મોકલવા માટે તેના ડાબા હાથનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, વર્ષોની ફિઝીયોથેરાપી પછી, પગનો અંગૂઠો સંપૂર્ણપણે કામ કરી રહ્યો છે, હવે તે બિલકુલ હાથના અંગૂઠાની જેમ કામ કરી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.