'સાવધાન! ભારત ખૂબ જ ખતરનાક છે!', ઓસ્ટ્રેલિયન યુવકના દાવાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો

'થોભી જાઓ... ભારત ન જાવ, તે ખૂબ જ ખતરનાક છે!' આ વાંચીને તમને થોડું વિચિત્ર લાગશે અને તમને વિચારવા પર મજબુર કરી દેશે કે કોઈ આપણા દેશ વિશે આવું કેવી રીતે કહી શકે છે, જે દેશ  દાયકાઓથી 'અતિથિ દેવો ભવ' સંસ્કૃતિનું પાલન કરી રહ્યો છે. પરંતુ તમારો આ વિચાર એક બાજુ પર મૂકી દો અને સત્ય હકીકત સ્વીકારો કે કોઈ પણ વિદેશી ભારતની મુલાકાત લેવાની યોજના બનાવતા હોય છે તેને આ પ્રકારની ચેતવણીઓ મળે છે.

Australian-Duncan-Mcnaught1
indiatv.in

લોકો તેમને કહે છે, 'સાવધાન રહેજો,' 'ત્યાં ખુબ જ ભીડભાડ હોય છે,' 'ત્યાં આમ તેમ બધું વેરવિખેર પડેલું હોય છે.' પરંતુ ઓસ્ટ્રેલિયન પ્રવાસી ડંકન મેકનોટે તેમની ભારત મુલાકાતની એક તસવીર રજૂ કરી છે, જે વિશ્વભરના લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાખશે. ડંકને એક પછી એક વિશ્વની જૂની વિચારસરણીને તોડી પાડી અને બતાવ્યું કે ભારત ખરેખર ખતરનાક છે, પરંતુ તે રીતે નહીં જે રીતે દરેક વિચારે છે.

Australian-Duncan-Mcnaught3
aajtak.in

ડંકને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારતની તેમની યાત્રાની રીલ શેર કરી અને દેશ વિશે એક જબરજસ્ત વાક્ય લખ્યું, જેણે સોશિયલ મીડિયા પર દરેકના દિલ જીતી લીધા. તેમણે કહ્યું, 'સાવધાન... ભારત ખતરનાક છે. ખતરનાક રીતે દયાળુ છે, ખતરનાક રીતે મજાનું, સંસ્કૃતિમાં ખતરનાક રીતે શ્રીમંત અને સુંદરતામાં ખતરનાક રીતે સમૃદ્ધ!'

https://www.instagram.com/reel/DRjpbfBE8YS/

તેમણે તેમના પોસ્ટ કેપ્શનમાં 'ખતરનાક' શબ્દનો ઉપયોગ ચેતવણી તરીકે નહીં, પરંતુ ભારતની વિશિષ્ટતા, સુંદરતા અને ભલાઈની ઉજવણી કરવા અને ભારતનું સાચું ચિત્ર વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે કર્યો હતો. તેમની રીલ કોઈ પ્રવાસીના લાંબા ગાળાના દ્રષ્ટિકોણ જેવી નથી લાગતી, પરંતુ ભારતની શેરીઓ હરતો ફરતો અને દરેક સાથે હળીમળી જતા એક મિત્રની વાર્તા છે.

Australian-Duncan-Mcnaught4
indiatv.in

ડંકને ભારતની તેમની યાત્રા દરમિયાન ફક્ત મુખ્ય પ્રવાસન સ્મારકોની મુલાકાત જ નહોતી લીધી. તેમણે ભારતની ભીડભાડવાળી શેરીઓમાંથી પણ પ્રવાસ કર્યો હતો, જેમાં ઘણી વખત ન જવાની ચેતવણી આપવામાં આવે છે. તેમના વિડિયોમાં તેઓ ભારતના ભીડભાડવાળા રસ્તાઓ પર સ્થાનિક લોકો સાથે મસ્તી કરતા અને મજાક કરતા જોવા મળે છે. એટલું જ નહીં, તેમણે શેરીઓમાં બાળકો સાથે નાચતા પણ બતાવ્યા છે. આ ક્ષણો જોઈને, કોઈને ખ્યાલ આવે છે કે ભારતની સાચી તાકાત તેના લોકોમાં રહેલી છે, જે તરત જ અજાણી વ્યક્તિને મિત્ર બનાવી શકે છે. ભાષા તેમના માટે કોઈ અવરોધ નથી હોતી.

ઘોંઘાટીયા અને ભીડભાડવાળી શેરીઓમાંથી બહાર નીકળીને, જ્યારે ડંકન અમૃતસર પહોંચ્યા ત્યારે તેને તેની હવામાં હળવાશ અને શાંતિ મળી, જે લોકો ઈચ્છા રાખતા હોય છે. ડંકનને સુવર્ણ મંદિરમાં આ શાંતિ મળી, જ્યાં તેમની યાત્રા વિરામ લીધી. અહીં જ્યારે બહારની દુનિયા ઝડપી ગતિએ ચાલી રહી હતી, ત્યારે મંદિરની અંદર તેમને આધ્યાત્મિક હળવાશ અને શાંતિ મળી. આ ઉપરાંત, તેમની યાત્રા ભારતની ભૌગોલિક વિવિધતાને પણ સંપૂર્ણ રીતે દર્શાવે છે. ક્યારેક તેમને બરફમાં ઝિપલાઈન કરતા જોવા મળ્યા, ક્યારેક પર્વતોમાં રોડ ટ્રીપનો આનંદ માણતા. કોઈપણ પ્રકારની રોકટોક વગર કોઈ પણ પાર્ટી કે મેળાવડામાં જોડાવાની તેમની ઇચ્છાશક્તિ આ યાત્રાને વધુ ખાસ બનાવે છે.

Australian-Duncan-Mcnaught1
tribuneindia.com

ડંકનના આ વર્તનને ભારતીયો અને વિશ્વભરના લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો. એક યુઝરે ટિપ્પણી કરી, 'દુનિયાના બીજા છેડેથી આવ્યો છે અમારો ભાઈ.' તો કોઈએ લખ્યું, 'આખરે, કોઈ તો એવો છે કે જે ફક્ત વ્યૂઝ માટે નહીં, પણ તેની સંસ્કૃતિનો ખરેખર અનુભવ કરવા માટે ભારત આવ્યું છે.' સૌથી આકર્ષક ટિપ્પણી એ હતી, 'ભગવાનનો આભાર કે કોઈ કોઈ તો જૂની પુરાણી વિચારસરણી વગર ભારતમાં આવ્યું.'

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.