ન હોર્ન, ન ટ્રાફિક જામ; ટ્રાફિક લાઇટ વિનાનો વિશ્વનો એકમાત્ર દેશ, ત્યાં ભારતીયો વીઝા વગર જઈ શકે છે

દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ તો તમને ટ્રાફિક જામ અને હોર્નનો અવાજ તમને માથાનો દુખાવો આપવા માટે પૂરતા છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોના રહેવાસીઓ ક્યાંય જતા પહેલા બે વાર વિચારે છે. આ સમસ્યા ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના મોટાભાગના મોટા શહેરોમાં છે. ટ્રાફિક લાઇટ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. લાલ, પીળી અને લીલી લાઇટ વિના, ટ્રાફિક નિયંત્રણ લગભગ અશક્ય માનવામાં આવે છે, અને આવું હોવા છતાં, ભારતમાં ટ્રાફિક નિયંત્રણ કરવું એ મોટી સમસ્યા છે.

પરંતુ શું તમે જાણો છો કે એક દેશ એવો પણ છે, જ્યાં આજ સુધી એક પણ ટ્રાફિક લાઇટ નથી. આ દેશની મુલાકાત લેનારાઓ આ હકીકતથી ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ત્યાં ન તો ટ્રાફિક જામ થાય છે કે, ન તો હોર્નનો અવાજ સાંભળવા મળે છે. જો તમે પણ તમારા અત્યંત વ્યસ્ત જીવનથી દૂર શાંતિપૂર્ણ સ્થળે જવા માંગતા હો, તો આ સ્થળ તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

16

ભારતીયો માટે સૌથી સારી વાત એ છે કે આ દેશ આપણો એક પાડોશી દેશ છે, ત્યાં તેઓ વિઝા કે પાસપોર્ટ વિના જઈ શકે છે. જો તમે નેપાળ કે મ્યાનમાર વિશે વિચારી રહ્યા છો, તો તમે ખોટા છો. આ દેશ બીજું કોઈ નહીં પણ ભૂટાન છે, જ્યાં આ આધુનિક દુનિયામાં પણ ટ્રાફિક લાઇટ વિના સરળતાથી ટ્રાફિકનું સંચાલન કરી શકાય છે.

ભૂટાનમાં ટ્રાફિક લાઇટ નથી, જે અહીં ફરવા આવનારા મુલાકાતીઓ માટે આશ્ચર્યજનક વાત છે, કારણ કે દરેક દેશમાં ટ્રાફિક લાઇટનો ઉપયોગ વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે થાય છે. જોકે, ભૂટાનમાં, તમને કોઈપણ રસ્તા પર લાલ, પીળો કે લીલો ટ્રાફિક સિગ્નલ લાઇટ દેખાશે નહીં. આવું હોવા છતાં, બધા વાહનો તેમની લાઈનમાં ચાલે છે, અને ત્યાં કોઈ ટ્રાફિક જામ થતો નથી. અહીંના મુખ્ય શહેરોમાં થતી રોજિંદા રોડ લડાઈઓ તમને ભાગ્યે જ જોવા મળશે. લોકોમાં એટલી ઉચ્ચ સ્વ-શિસ્ત અને સંયમ છે કે વાહન ચલાવતી વખતે તમને હોર્નનો અવાજ ભાગ્યે જ સાંભળવા મળશે.

ભૂટાનમાં રોડ સંસ્કૃતિ પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે. અહીંના લોકો ધીમે ધીમે તેમની સંસ્કૃતિને જાળવી રાખીને વિકાસ કરી રહ્યા છે. વાહનો, રાહદારીઓ અને સાયકલ સવારો બધા રસ્તા પર એકબીજાનો આદર કરે છે. ભૂટાનમાં વાહન ચલાવવું ધીમું અને શાંત હોય છે, લોકો ઉતાવળ કરતા નથી, પરંતુ સલામતી અને બીજા લોકોનું ધ્યાન રાખે છે.

15

ભૂટાનમાં ટ્રાફિક લાઇટનો અભાવ એ એક ઇરાદાપૂર્વકનો નિર્ણય છે. 1995માં, રાજધાની થિમ્ફુમાં ટ્રાફિક લાઇટ લગાવવામાં આવી હતી, પરંતુ જનતા તેમને પસંદ કરતી ન હતી. તેઓ માનતા હતા કે તેના કારણે માણસો વચ્ચેની આત્મીયતા ખતમ થઇ જાય છે અને તેમની સંસ્કૃતિ અને શહેરની શાંતિને અસર કરે છે. થોડા સમય પછી તેમને દૂર કરી દેવામાં આવી, અને ટ્રાફિક લાઇટ લગાવવાનો કોઈ વધુ પ્રયાસ કરવામાં આવ્યો નહીં.

હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે, ટ્રાફિક લાઇટ વિના ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય છે? ટ્રાફિક પોલીસ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભૂટાનમાં, ટ્રાફિક પોલીસ પરંપરાગત હાથના સંકેતોનો ઉપયોગ કરીને ચાર રસ્તાઓ પર ટ્રાફિકનું નિયંત્રણ કરે છે. તેમની તાલીમ એટલી ઉત્તમ છે કે, તેઓ વાહનોના પ્રવાહને ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરે છે.

ભૂટાનમાં આ પોલીસકર્મીઓ માટે ખાસ પ્રકારના બૂથ પણ બનાવવામાં આવ્યા છે, જે શહેરની સુંદરતામાં વધુ વધારો કરે છે. જ્યારે પણ કોઈ પ્રવાસી ભૂટાનની મુલાકાત લે છે, ત્યારે પોલીસકર્મીઓને તેમના કોરિયોગ્રાફ્ડ હાથના હાવભાવથી ટ્રાફિકનું નિયંત્રણ કરતા જોવું રસપ્રદ છે, અને તેઓ મોટાભાગના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

14

દરેક વસ્તુને અહીંના સ્થાનિક લોકો દ્વારા સંચાલિત કરવામાં આવે છે, અને ટ્રાફિક લાઇટ વિના પણ, વાહનોની સંખ્યા ઓછી અને ઓછી વસ્તીને કારણે ભૂટાનમાં વાહનો સરળતાથી અને કોઈપણ અવાજ વિના આગળ વધી શકે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે લોકો ખૂબ જ શિસ્ત સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે. અહીં હોર્ન વગાડવાનો ઉપયોગ પણ ખૂબ ઓછો થાય છે, જેના પરિણામે ન તો પ્રદૂષણ થાય છે કે, ન તો અવાજ. કોઈપણ અવાજ વિના, તમે શાંતિથી ભૂટાનની સુંદરતાનો આનંદ માણી શકો છો.

જ્યાં સામાન્ય રીતે ટ્રાફિક જામના કારણે ઝઘડા થતા હોય છે, પરંતુ ભૂટાનના લોકો રસ્તાઓ પર ખૂબ ધીરજથી વાહન ચલાવે છે.

13

તેઓ ગતિ મર્યાદાનું પણ ખાસ પાલન કરે છે, તેઓ સામાન્ય રીતે પર્વતીય રસ્તાઓ પર 20થી 40 માઇલ પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવે છે, અને ભૂટાનની રાજધાનીમાં પણ તમને 50 માઇલ પ્રતિ કલાકથી વધુની ઝડપે ચાલતા વાહનો જોવા મળશે નહીં.

અન્ય દેશોએ આ પાઠ શીખવા જોઈએ: રસ્તા પર ધીરજ અને સમ્માન જરૂરી છે, રાહદારીઓની સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ, અને પર્યાવરણનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.