આખરે મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? જાણો સફેદ સાડી પહેરવા પાછળનું રહસ્ય

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 29 એપ્રિલ એટલે કે આજે બીજા તબક્કાનું મતદાન થશે અને પછી ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર થવાના છે. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બંગાળમાં પગપેસારો કરવા માટે પ્રયત્નશીલ ભાજપ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થવાની અટકળો ચાલી રહી છે. જો કે, લોકોનો એક મોટો વર્ગ મમતા બેનર્જીમાં વિશ્વાસ રાખે છે, જે સામાન્ય રીતે તેમના વ્યક્તિગત ગુણો વિશે ખૂબ જ ખાતરીપૂર્વક બોલે છે. ઉદાહરણ તરીકે, મુખ્યમંત્રી હંમેશાં સફેદ સાડી અને સાદા રબરના ચંપ્પલ પહેરેલા જોવા મળે છે. આ દરમિયાન, બીજો પ્રશ્ન ચર્ચાનો વિષય છે. એક એવો પ્રશ્ન જે મમતા બેનર્જીના ખાનગી જીવન સાથે સંબંધિત છે કે, મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા?

મમતા બેનર્જીએ લગ્ન કેમ ન કર્યા?

દેશભરમાં વારંવાર એવો પ્રશ્ન ઉઠે છે કે મમતા બેનર્જીએ લગ્ન કેમ ન કર્યાં? વાસ્તવમાં મમતા બેનર્જી સમાજ માટે ઘણું બધું કરવા માંગતા હતા, પરંતુ તેઓ સામાજિક પરંપરાઓના વિરોધી પણ રહ્યા છે. શરૂઆતથી જ, મમતા બેનર્જીમાં સેવાની ભાવના રહી છે. આ જ કારણ છે કે તેઓ ક્યારેય લગ્નના બંધનમાં ન બંધાયા. તેઓ ક્યારેય ઇચ્છતા નહોતા કે કોઈ પણ પ્રકારના બંધન તેમને બાંધી શકે, તેઓ નહોતા ઇચ્છતા કે કોઈ પણ પ્રકારનું બંધન તેમના સમાજ સેવા પ્રત્યેના તેમના સમર્પણમાં અવરોધ બને. એટલે, મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કર્યા નહીં.

mamata1
facebook.com/MamataBanerjeeOfficial

મમતા બેનર્જી સફેદ સાડી અને ચંપલ કેમ પહેરે છે?

મમતા બેનર્જી હંમેશાં સફેદ સાડી પહેરીને જોવા મળે છે. આની પાછળની કહાની ખૂબ જ હેરાન કરી દેનારી છે. હકીકતમાં જ્યારે મમતા બેનર્જી માત્ર 9 વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું. તે સમયે તેમનો પરિવાર ગરીબથી ઝઝૂમી રહ્યો હતો. આ કારણે, કપડાં એકત્રિત કરવા અથવા ખરીદવાનો તેમનો જે પણ શોખ હતો તે સંપૂર્ણપણે ખતમ થઇ ગયો. આ ઉપરાંત, મમતા બેનર્જી હંમેશાં સાદગીવાળું જીવન જીવવાની ઇચ્છા રાખતા હતા. પરિણામે, તેમણે ફક્ત સફેદ સાડી પહેરવાનો નિર્ણય લીધો. આજે પણ આટલી સંપત્તિ હોવા છતા મમતા બેનર્જી ફક્ત સફેદ સાડી અને સાદા ચંપ્પલ પહેરીને જોવા મળે છે.

રાજકારણમાં પ્રવેશ્યા પછી લાંબા સમય સુધી મમતાના સમર્થકો આ બાબતે વાત કરતા રહ્યા હતા. આમ મમતા સામાન્ય રીતે જે સફેદ સાડીઓ પહેરે છે તે બંગાળના ધાનેયાખાલી પ્રદેશમાં બનાવવામાં આવે છે. આ સાડીઓની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે તે પ્રદેશમાં પ્રવર્તતા ભેજવાળા અને ભારે હવામાન વચ્ચે પણ હલકી અને આરામદાયક હોય છે.

મમતા બેનર્જીનો જમીન સાથે જોડાયેલા હોવાનો બીજો પુરાવો એ છે કે, અન્ય રાજકારણીઓથી વિપરીત, તેમના ઘરે આવનારા મહેમાનોને ભવ્ય, શાહી ભોજનને બદલે સ્થાનિક ભોજન પીરસવામાં આવે છે. તેમના ઘરે આવનારા મહેમાનોને વારંવાર ચા અને મુરમુરાનો સાદો નાસ્તો આપવામાં આવે છે. મમતા પોતે, લાક્ષણિક બંગાળી સ્વાદથી અલગ, તેલ અને મસાલા વિનાનો ખોરાક પસંદ કરે છે. તેમના સમર્થકો વચ્ચે પ્રેમથી 'દીદી' તરીકે ઓળખાતા મમતા આવા ઘણા કારણોસર તેમની સાદગી માટે પ્રખ્યાત છે.

મમતા બેનર્જીની વધુ એક ઓળખ તેમને અલગ લાઇનમાં ઉભા કરે છે. તે છે તેમની ચાલ. સાદા રબરના ચપ્પલ પહેરીને, મમતા વારંવાર લાંબી-લાંબી પદયાત્રા કરે છે, જેમ કે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે પદયાત્રાનું આયોજન કરાવ્યું. પોતાની સુતરાઉ સાડી ને અને ફ્લેટ ચપ્પલમાં તેઓ, રેલીઓમાં સૌથી આગળ ઝડપી, સ્થિર પગલાં સાથે આગળ ચાલે છે જે તેમને આત્મવિશ્વાસુ અને મહત્ત્વાકાંક્ષી બતાવે છે. આટલું જ નહીં, મમતા બેનર્જી જ્યારે ઘરથી ઓફિસ અથવા અન્ય સ્થળોએ જાય છે, ત્યારે તેમની સાથે ક્યારેય વાહનોના વિશાળ કાફલા સાથે જોવા મળતા નથી.

mamata3
facebook.com/MamataBanerjeeOfficial

દક્ષિણ કોલકાતામાં સ્થિત મમતાનું પૂર્વજોનું નિવાસસ્થાન હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર આવેલું છે. ઘર ખૂબ જ સાંકડું છે, અને ચોમાસા દરમિયાન, બહારના રસ્તા વારંવાર પાણીથી ભરાઈ જાય છે. ધ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આવા સમયમાં ઘણી વખત પ્રસંગોએ, મમતાને ઘણીવાર રસ્તા પર નાખેલી ઇંટો પર કાળજીપૂર્વક પગ મૂકીને તેમના ઘરમાં પ્રવેશતા જોવામાં આવ્યા છે. રેલવે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એક વખત આ ઘરની મુલાકાતે ગયા હતા અને ત્યાંની પરિસ્થિતી જોઈને હેરાન રહી ગયા હતા.

About The Author

Related Posts

Top News

પુસ્તકો માતાએ સ્કૂલમાંથી ન લીધા બહારથી લીધા તો પ્રિન્સિપાલે વિદ્યાર્થીની માતાને 'અભણ મૂર્ખ' કહી દીધી; હવે...

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક વિદ્યાર્થીની માતાને ખુબ ખરાબ રીતે બૂમ બરાડા પાડીને ગુસ્સેથી વાત કરનાર સ્કૂલના પ્રિન્સિપાલ મમતા મિશ્રા ગંભીર...
National 
પુસ્તકો માતાએ સ્કૂલમાંથી ન લીધા બહારથી લીધા તો પ્રિન્સિપાલે વિદ્યાર્થીની માતાને 'અભણ મૂર્ખ' કહી દીધી; હવે...

આખરે મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? જાણો સફેદ સાડી પહેરવા પાછળનું રહસ્ય

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 29 એપ્રિલ એટલે કે આજે બીજા તબક્કાનું મતદાન થશે અને પછી...
Politics 
આખરે મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? જાણો સફેદ સાડી પહેરવા પાછળનું રહસ્ય

ખભા પર વર, માથા પર કરિયાવર... કાર કે બસ વિના નીકળી જાન, અનોખા લગ્ન થયા વાયરલ

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં એક...
National 
ખભા પર વર, માથા પર કરિયાવર... કાર કે બસ વિના નીકળી જાન, અનોખા લગ્ન થયા વાયરલ

ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા પત્નીઓ પતિની આવક વધારીને બતાવે છે; શા માટે કોર્ટે આવું કહ્યું

પત્નીઓ ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા માટે કોર્ટમાં તેમના પતિની માસિક આવક વધારીને બતાવે છે. જો તેઓ આમ કરે તો પણ...
National 
ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા પત્નીઓ પતિની આવક વધારીને બતાવે છે; શા માટે કોર્ટે આવું કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.