ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે

રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગૂ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. તે હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ કરી શકાશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું, 135-Dની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, તેને ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. 1 ગુંઠા જમીન એટલે 1,089 સ્કેવર ફૂટ થાય, એટલે 10 ગુંઠા જમીન 10,890 સ્ક્વેર ફૂટ થાય.

farm
divyabhaskar.co.in

ગ્રામિણ વિસ્તારોમાં જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે નાના ટુકડામાં જમીન વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર થશે. અગાઉ આવા વ્યવહારો ફોક ગણાતા અને દંડ ફટકારવામાં આવતો હતો, હવે કોઈપણ દંડ વિના આવા વ્યવહારો નિયમિત કરવામાં આવશે. હજારો કેસો જે રેવન્યૂ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ હતા તેમાંથી લોકોને રાહત મળશે. લોકોને લાંબા સમયથી રેકોર્ડમાં ફેરફાર ન થયેલા, કેસ પેન્ડિંગ ન હોય અને શાંતિપૂર્ણ કબજો ધરાવતા કેસોમાં હવે તરત જ નોંધ મંજૂર કરવામાં આવશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ અને વિલંબ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ બંને વટહુકમ ટુકડાધારા અને 135-Dને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા જ અમલમાં આવશે. આ નિર્ણયો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપશે અને સાથે જ ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

jitu vaghani
facebook.com/jitu.vaghani

135(D)ની નોટિસ શું છે?

હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નંબર 6માં નોંધ પાડવી હોય તો જ 135(D)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ 135(D)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નંબર 2માં નોંધ પાડવાની હોય છે. જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે.

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘ટુકડાધારાના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેમાં વેચનાર અને ખરીદનાર બંને પક્ષો કાયદાકીય ઝંઝટમાં ફસાઈ જતા હતા. હવે આ સુધારા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝને પણ લાભ મળશે.

About The Author

Related Posts

Top News

વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?

વિદેશી યોગદાન નિયમન (FCRA) સુધારા બિલ 2026ને લગતો રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વધતા રાજકીય વિવાદને જોતા...
National 
વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?

ગુજરાત યુનિવર્સિટીના સંશોધન ભવનના ઉદ્ઘાટન બાદ ખબર પડી કે બેઝમેન્ટની હાઈટ તો ઓછી છે, હવે તોડે છે

ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવનિર્મિત ધ્રુવ કમલ સંશોધન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન...
Gujarat 
ગુજરાત યુનિવર્સિટીના સંશોધન ભવનના ઉદ્ઘાટન બાદ ખબર પડી કે બેઝમેન્ટની હાઈટ તો ઓછી છે, હવે તોડે છે

ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે

રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ છે અને...
Gujarat 
ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે

મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા

દેશની પ્રીમિયમ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ફરી એકવાર તેના ભોજનની ગુણવત્તાને લઈને સવાલોના ઘેરામાં છે. વારાણસીથી દેવઘર જઈ...
National 
મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.