ગુજરાત યુનિવર્સિટીના સંશોધન ભવનના ઉદ્ઘાટન બાદ ખબર પડી કે બેઝમેન્ટની હાઈટ તો ઓછી છે, હવે તોડે છે

ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવનિર્મિત ધ્રુવ કમલ સંશોધન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્‌ઘાટનના ગણતરીના દિવસોમાં બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં ખોદકામ શરૂ કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો છે. NSUIએ બિલ્ડિંગ બનાવતાં પહેલા બેઝમેન્ટ તૈયાર કરવાને બદલે પાછળથી આ પ્રકારના ખોદદામને કારણે વિદ્યાર્થીઓના ફીના રૂપિયાનો બગાડ થતો હોવાના આક્ષેપ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, 42 કરોડથી વધુનો ખર્ચ કરી ધ્રુવ કમલ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી હતી અને 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. જોકે, બિલ્ડિંગના ઉદ્ધાટનના થોડા દિવસ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોને યાદ આવ્યું કે, લેબ બનાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની 12 ફૂટ હાઈટ રાખી છે તે ઓછી પડશે. ત્યારબાદ હવે બેઝમેન્ટની હાઈટ 24 ફૂટ કરવા લાખોના ખર્ચે તોડફોડ કરવામાં આવી રહી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 42 કરોડ 50 લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેનું નામ ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક રાખવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ઉદ્ઘાટન સમયે દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક જ્ઞાનનું પ્રતિક બનશે અને એસ્ટ્રો ફિઝિક્સ, મેડિકલ સાયન્સ અને ગણિત જેવા વિષયમાં ભારતનું માર્ગદર્શક કેન્દ્ર બનશે. 42 કરોડનો ખર્ચ કર્યો હોવા છતા તમામ ખર્ચ પાણીમાં ગયા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના અણધડ આયોજન અને સત્તાધીશોની ઉદાસીનતાના કારણે ગંભીર છબરડો સામે આવ્યો છે.

dhruv-kamal2
divyabhaskar.co.in

ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવ્યા બાદ તેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, ત્યારબાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર લેબ બનાવવા માટે 24 ફૂટ હાઈટની જરૂર પડશે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 12 ફૂટની હાઈટ રાખવામાં આવી હતી. એક તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ અને પરીક્ષા ચાલી રહી છે ત્યાંરે બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર જોખમી રીતે તોડફોડ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રુવ કમલ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું અને બારીઓના કાચ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં કામ ચાલે છે ત્યાં લાખોના ખર્ચે લાવેલા સોફા પણ હટાવવામાં આવ્યા નથી. જેથી સોફા પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા હતા.

ગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટની ઊંચાઈ કરવા માટે પાયામાં મસમોટો ખાડો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI દ્વારા આક્ષેપ કરાયો છે કે બિલ્ડિંગની ગુણવત્તાને અસર થઈ શકે છે. અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ધ્રુવ કમલમાં પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે રીતે મસમોટો ખાડો કરવામાં આવ્યો છે તેના કારણે કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહેશે.

NSUI કમિશન કુલપતિ અને રજીસ્ટ્રારને 20 ટકાનું મળે છે તેવો આક્ષેપ લગાવ્યો હતો. ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધ્રુવ કમલ નામનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું તેનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, હવે બિલ્ડિંગમાં બેઝમેન્ટ બનાવવાની જરૂર પડી છે, ત્યારે નવું બનાવેલું બિલ્ડિંગ તોડવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના એન્જિનિયરો માત્ર AC ઓફિસમાં બેસતા હોય તેવું જ લાગી રહ્યું છે.

dhruv-kamal1
divyabhaskar.co.in

એન્જિનિયરો ફિલ્ડ પર ગયા વગર જ 2-2 લાખ રૂપિયા પગાર લઈ લે છે. ગ્રાઉન્ડ ફ્લોર તોડવામાં આવી રહ્યો છે તેને લઈને બિલ્ડિંગની ગુણવત્તા પર અસર પડશે. જો બિલ્ડિંગ તૂટી જશે તો તેની જવાબદારી કોની રહેશે? કુલપતિ અને રજીસ્ટ્રાર 25 ટકા કમિશનમાં ધરાઈ ગયા છે. પૂર્વ કુલપતિ જે એજન્સીને બ્લેક લિસ્ટ કરે છે તે જ એજન્સીને કુલપતિ પરત લાવીને બિલ્ડિંગો ઊભી કરવાની કામગીરી સોંપે છે.

એજન્સીઓ દ્વારા કુલપતિ અને રજીસ્ટ્રારને જે ફંડ આપવામાં આવે છે તેના લીધે આ બધી બેદરકારી સામે આવી રહી છે. ફરી લાખો રૂપિયાના ખર્ચે કામ સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની ફીના પૈસાથી દિવાળી કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ બનાવી ત્યારે અધિકારીઓને યાદ ન આવ્યું કે આ રીતની કામગીરી કરવાની હતી.

વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગ બન્યા બાદ અધિકારીઓને યાદ આવ્યું કે 12 ફૂટ નહીં પરંતુ 24 ફૂટની હાઈટની જરૂર હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. કુલપતિ જતા જતા પોતાના પર વધુ એક ડાઘ લગાવીને જતા હોય તેવું લાગી રહ્યું છે.

ખોદકામનો બચાવ કરતા, રજિસ્ટ્રાર પીયૂષ પટેલે જણાવ્યું હતું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (IDSR) ખાતે બ્રેઇન-મેપિંગ લેબોરેટરી વિકસાવવામાં આવી રહી છે, તેમણે ઉમેર્યું હતું કે ખોદકામનું કામ એવા સાધનોને સમાવવા માટે કરવામાં આવ્યું હતું જે હોલની 12 ફૂટ ઊંચાઈમાં ફિટ થઈ શકતા ન હતા. ઇમારત તૈયાર થયા બાદ જગ્યા ફાળવવામાં આવી હતી. આ પ્રયોગશાળામાં જરૂરી ખાસ સાધનોને સમાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં મર્યાદિત જગ્યા ખોદવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

જાપાને ભારતમાંથી આયાત થતી કેરીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. તેનું કારણ એ છે કે ભારતમાં કેરીને જીવાત અને ચેપથી બચાવવા...
Business 
એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીરામપુરા ગામમાં એક કૌટુંબિક વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. અહીં, ...
આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

પ્લાસ્ટિકની બનશે ભારતીય નોટો! RBI પોલિમર કરન્સી શરૂ કરવાનું વિચારી રહી છે

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં પ્લાસ્ટિક (પોલિમર)ની નોટો રજૂ કરવાનું વિચારી રહી છે. પટના અને મુંબઈમાં યોજાયેલી સેન્ટ્રલ બેંકના...
Business 
પ્લાસ્ટિકની બનશે ભારતીય નોટો! RBI પોલિમર કરન્સી શરૂ કરવાનું વિચારી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.