સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી

ભારત સરકાર દ્વારા જાણીતા ગીતકાર, કવિ અને લેખક પ્રસૂન જોશીની દેશના જાહેર પ્રસારણકર્તા 'પ્રસાર ભારતી' ના અધ્યક્ષ (ચેરમેન) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને સર્જનાત્મક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પ્રસૂન જોશીને અભિનંદન પાઠવતા તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી પ્રસૂન જોશીજીને મારા હૃદયપૂર્વકના અભિનંદન. પ્રસૂન જી એક એવા દુર્લભ સર્જનાત્મક આત્મા છે જે જાહેરાત, સાહિત્ય, કળા અને સિનેમામાં વિશ્વભરમાં જાણીતા છે, તેમ છતાં તેમનું હૃદય ભારત માટે ધબકે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તેમના શબ્દોમાં આપણી માટીની સુગંધ છે અને તેમનું વિઝન આપણી સંસ્કૃતિના શાશ્વત સારને પ્રતિબિંબિત કરે છે. તેમના નેતૃત્વ હેઠળ, પ્રસાર ભારતી નવી ઉર્જા, ઊંડા ઉદ્દેશ્ય અને તાજગીભર્યો સર્જનાત્મક અવાજ પ્રાપ્ત કરશે.

02

પ્રસૂન જોશી આ પહેલા પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે અને તેમની પાસે બહોળો અનુભવ છે. ઓગસ્ટ 2017 થી તેમણે મુંબઈ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ફિલ્મ પ્રમાણપત્ર પ્રક્રિયાઓને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓ અગાઉ 'મેકકેન વર્લ્ડ ગ્રુપ ઈન્ડિયા' (McCann World Group India) ના CEO અને 'મેકકેન વર્લ્ડ ગ્રુપ એશિયા પેસિફિક' ના અધ્યક્ષ જેવી પ્રતિષ્ઠિત ભૂમિકાઓ પણ ભજવી ચૂક્યા છે. વર્ષ 2016 થી તેઓ 'ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ' (IGNCA) ના ટ્રસ્ટીઓ પૈકીના એક છે.

પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકેની તેમની નિમણૂકથી સંસ્થાના પ્રસારણ અને વિષયવસ્તુ (કન્ટેન્ટ) માં નવો બદલાવ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-08-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.