'હું 19 વર્ષની અને મારો પતિ 40 વર્ષનો...' દલીલ સાંભળતા હાઈકોર્ટે મહિલાને પ્રેમી સાથે જવા દીધી

હું પુખ્ત છું. હું કોઈ ગેરકાયદેસર કેદમાં નથી. હું મારી ઇચ્છાથી અહીં રહું છું. હું પતિ અને મારા માતા-પિતા સાથે પણ રહેવા માંગતી નથી. હું 19 વર્ષની છું, જ્યારે મારો પતિ 40 વર્ષનો છે. આ 21 વર્ષના આ અંતરને કારણે, અમે અમારા વૈવાહિક જીવનમાં સુમેળ સ્થાપિત કરી શક્યા નથી. મારી સાથે દુર્વ્યવહાર પણ થયો. મધ્યપ્રદેશ હાઈકોર્ટ (ગ્વાલિયર બેન્ચ)ની બે જજોની બેન્ચ સમક્ષ જ્યારે એક મહિલાએ આ નિવેદન આપ્યું, ત્યારે કોર્ટે તેને તેના પ્રેમી સાથે જવાની પરવાનગી આપી દીધી.

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચમાં સુનાવણી દરમિયાન મહિલાના પતિ, માતા-પિતા અને પ્રેમી હાજર હતા. મહિલા પોતાના વલણ પર અડગ રહી અને કોર્ટને સ્પષ્ટપણે જણાવ્યું કે તે તેના પ્રેમી સાથે જ જવા માંગે છે. ઈન્ડિયા ટૂડેનાના અહેવાલ મુજબ, ન્યાયાધીશ આનંદ પાઠક અને ન્યાયાધીશ પુષ્પેન્દ્ર યાદવની ડિવિઝન બેન્ચે મહિલાની ઇચ્છાને સૌથી ઉપર રાખીને તેને તેના પ્રેમી સાથે જવાની પરવાનગી આપી.

MP-High-court
livelaw.in

હાઈકોર્ટના આ આદેશથી ફરી એકવાર સાબિત થયું કે એક પુખ્ત વ્યક્તિને તે નક્કી કરવાનો અધિકાર છે કે તેણે ક્યાં અને કોની સાથે રહેવાનું છે. પતિ, અવધેશે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીને અનુજ કુમાર નામના યુવક દ્વારા ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખી છે.

પોલીસે મહિલાને શોધી કાઢીને સલામતી માટે તેને 'વન સ્ટોપ સેન્ટર'માં રાખી, અને ત્યારબાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરી. સુનાવણી દરમિયાન, જ્યારે કોર્ટે તેની ઇચ્છાઓ પૂછી, ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે પુખ્ત છે અને પોતાની ઇચ્છાથી તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે તેના અને તેના પતિ વચ્ચે 21 વર્ષનો વય તફાવત છે, જેને કારણે લગ્ન જીવનમાં સુમેળ સાધી શકાયું નથી.

1666513308Madhya_Pradesh_High_Court

કોર્ટના નિર્દેશ પર સરકારી વકીલ અંજલી જ્ઞાનાનીએ મહિલાની કાઉન્સેલિંગ કરી હતી. ત્યારબાદ પણ તેણે તેના પ્રેમી સાથે રહેવાની પોતાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો. પ્રેમી અનુજે પણ કોર્ટને ખાતરી આપી કે તે મહિલાની સંપૂર્ણ કાળજી લેશે અને તેની સાથે કોઈપણ પ્રકારનું ઉત્પીડન નહીં કરે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે અરજીનો હેતુ જ સમાપ્ત થઈ ચૂક્યો છે.

મહિલાને તેના જીવનસાથી અનુજ સાથે જવાની પરવાનગી આપતા કોર્ટે અંજલી જ્ઞાનાની અને મહિલા કોન્સ્ટેબલ ભાવનાને 6 મહિના માટે 'શૌર્ય દિદી' તરીકે નિયુક્ત કર્યા. તેઓ મહિલાની સલામતી, સુખાકારી અને માર્ગદર્શન સુનિશ્ચિત કરવા માટે તેના સંપર્કમાં રહેશે. કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો કે, જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ, મહિલાને વન સ્ટોપ સેન્ટર, કમ્પુ (ગ્વાલિયર)થી જવા દેવામાં આવે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.