ટ્રમ્પનો ફોન નથી ઉઠાવતા કિમ જોંગ ઉન, મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચેની મિત્રતા અને દુશ્મનાવટની કહાની લાંબા સમયથી વૈશ્વિક રાજનીતિમાં ચર્ચાનો વિષય રહી છે. આ બંને નેતાઓની મુલાકાતો, પત્રવ્યવહાર અને વાતચીત ક્યારેક પરમાણુ હથિયારોને લઈને તણાવ ઓછો કરવાની આશાઓ જાગતી રહી છે, તો ક્યારેક તેનાથી બંને દેશો વચ્ચે સંઘર્ષ વધતો જોવા મળ્યો છે. ફરી એકવાર ટ્રમ્પ અને કિમની જોડી ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ બંને વચ્ચે વાતચીત ન થવાનું છે, ટ્રમ્પ કિમ સાથે સંપર્ક કરવા માંગે છે, પરંતુ અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયાના નેતા તેમના ફોનનો કોઈ જવાબ આપી રહ્યા નથી.

તાજેતરમાં, ટ્રમ્પે કિમ સાથેના પોતાના જૂના સંબંધોનો ઉલ્લેખ કરતા ઉત્તર કોરિયા સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન, તેમણે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેના થનારા સંયુક્ત સૈન્ય અભ્યાસને પણ ઓછો કરવાનો આદેશ આપ્યો. ટ્રમ્પનું કહેવું હતું કે કિમ સાથે તેમના સારા સંબંધો છે અને આવા સૈન્ય અભ્યાસો ઉત્તર કોરિયાને ખોટા અથવા દુશ્મનાવટભર્યા સંકેતો મોકલે છે. પરંતુ, ઉત્તર કોરિયા તરફથી ટ્રમ્પના આ પ્રયાસો પ્રત્યે બહુ ઉત્સાહ દેખાય નથી. કિમની બહેન, કિમ યો-જોંગે તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ સાથે કોઈ વાતચીત થઈ રહી નથી અને તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા હજુ પણ ઉત્તર કોરિયાનું દુશ્મન છે.

2

ટ્રમ્પ કિમ સાથે વાત શા માટે કરવા માંગે છે?

ટ્રમ્પનું માનવું છે કે કિમ જોંગ ઉન સાથે તેમના અંગત સંબંધો ફરીથી વાતચીત શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ અને કિમ ત્રણ વખત રૂબરૂ મળ્યા હતા. જોકે આ મુલાકાતોથી શરૂઆતમાં બંને દેશો વચ્ચેનો તણાવ ઘટવાની આશા જાગી હતી, પરંતુ પરમાણુ હથિયારો અંગે કોઈ કાયમી સમજૂતી થઈ શકી નહોતી. હવે, ટ્રમ્પ ફરીથી કિમ સાથે વાતચીત કરવા માંગે છે. આ પ્રયાસના ભાગરૂપે, અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથેના સંયુક્ત સૈન્ય અભ્યાસને મર્યાદિત કરી દીધો. ટ્રમ્પે આને ખર્ચાળ અને ઉત્તર કોરિયા માટે ઉશ્કેરણીજનક ગણાવ્યો હતો. અગાઉ આ અભ્યાસ 27 ઓગસ્ટ સુધી ચાલવાનો હતો, પરંતુ તેને વહેલો પૂરો કરી દેવામાં આવ્યો અને તે માત્ર પાંચ દિવસમાં જ સમાપ્ત થઈ ગયો.

શું કિમ ખરેખર ટ્રમ્પના ફોનનો જવાબ આપી રહ્યા નથી?

ટ્રમ્પે પોતે જણાવ્યું હતું કે કિમે તેમના તાજેતરના પ્રયાસનો જવાબ આપ્યો નથી અને તેમણે આ વાતચીતને ખૂબ જ સકારાત્મક ગણાવી હતી. પરંતુ, તેમણે એ જણાવ્યું નથી કે કિમ સાથે સીધી વાત થઇ છે કે પછી કયા માધ્યમથી તેમને જવાબ મળ્યો. બીજી તરફ, કિમ યો-જોંગે કહ્યું કે તેમને અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે આવી કોઈ વાતચીતની જાણ નથી. એટલે હાલમાં, એવું તારણ કાઢવું ​​અયોગ્ય ગણાશે કે કિમે ખરેખર પોતાનો ફોન બંધ કરી દીધો છે.

1

કિમને ટ્રમ્પ પર વિશ્વાસ કેમ નથી?

અગાઉની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી, ઉત્તર કોરિયા હવે ટ્રમ્પ પર પૂરો ભરોસો કરતું નથી. 2019માં ટ્રમ્પ હનોઈ સમિટમાંથી કોઈ સમજૂતી વિના જ નીકળી ગયા હતા, જેના કારણે બંને દેશો વચ્ચેનું અંતર વધુ વધી ગયું. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓની કઠોર ટિપ્પણીઓ અને ગોલ્ડન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની યોજનાથી પણ પ્યોંગયાંગ નારાજ છે. નિષ્ણાતોનું માનવું છે કે કિમ હવે અમેરિકા સાથે વધુ વાતચીત કરવા માંગતા નથી. ઉત્તર કોરિયા પોતાને પરમાણુ હથિયાર સંપન્ન દેશ તરીકે માન્યતા મેળવવા ઈચ્છે છે અને તેનો પરમાણુ હથિયાર છોડવા તૈયાર નથી. અનુમાન મુજબ, તેની પાસે અંદાજે 60 પરમાણુ હથિયાર છે.

About The Author

Related Posts

Top News

ટ્રમ્પનો ફોન નથી ઉઠાવતા કિમ જોંગ ઉન, મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચેની મિત્રતા અને દુશ્મનાવટની કહાની લાંબા સમયથી વૈશ્વિક રાજનીતિમાં...
World 
ટ્રમ્પનો ફોન નથી ઉઠાવતા કિમ જોંગ ઉન, મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો છે?

ક્રીમ લગાવવાને કારણે કિડની ખરાબ થવાનો દાવો, 17 વર્ષીય યુવતી અને સિંગરની ફરિયાદ બાદ કંપની સામે કેસ દાખલ

કેરળમાં, એક 17 વર્ષીય યુવકની કીડની બ્યૂટી ક્રીમના ઉપયોગને ખરાબ થઇ ગઇ હતી. દાવો છે કે છોકરી જે ક્રીમનો...
National 
ક્રીમ લગાવવાને કારણે કિડની ખરાબ થવાનો દાવો, 17 વર્ષીય યુવતી અને સિંગરની ફરિયાદ બાદ કંપની સામે કેસ દાખલ

માતા પ્રેમ સંબંધની વિરુદ્ધ હતી, દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને પતાવી નાખી

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પારિવારિક સંબંધોને શર્મસાર કરનારી ભયાનક ઘટના સામે આવી છે. જે માતાએ પુત્રીને જન્મ આપ્યો, ઉછેરીને મોટી...
National 
માતા પ્રેમ સંબંધની વિરુદ્ધ હતી, દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને પતાવી નાખી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-11-2026 દિવસ: મંગળવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.