અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં કારમી હાર બાદ ટ્રમ્પનું શું થશે?

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટ્સે સંસદના બંને ગૃહો એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સીનેટ પર કબજો કરી લીધો છે. આ પરિણામોએ ટ્રમ્પના રાજકીય વર્ચસ્વને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણીમાં મતદારોએ ટ્રમ્પની ઈરાન નીતિ, વધતી મોંઘવારી, કડક ઈમિગ્રેશન (નીતિ, વહીવટીતંત્રની કામગીરી અને સત્તાના ઉપયોગ અંગે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે.

ટ્રમ્પે 2024માં કિંમતો ઘટાડવા અને નવા યુદ્ધોમાં અમેરિકાને ન ફસાવવાનું વચન આપીને સત્તામાં વાપસી કરી હતો. પરંતુ, બે વર્ષની અંદર જ તેમની પાર્ટીએ કોંગ્રેસના બંને ગૃહોમાં બહુમતી ગુમાવી દીધી છે. હવે પ્રશ્ન એ છે કે આ હાર બાદ ટ્રમ્પનું શું થશે? તેઓ શું કરશે? શું તેઓ પોતાની નીતિઓમાં ફેરફાર કરશે, કે પછી ડેમોક્રેટ્સ સાથે સંઘર્ષનો માર્ગ અપનાવશે? આગામી બે વર્ષ અમેરિકન રાજકારણ માટે મહત્ત્વપૂર્ણ રહેવાના છે.

મિડટર્મ ચૂંટણીમાં મળેલી હાર બાદ, ટ્રમ્પ સામે સૌથી મોટો પડકાર ડેમોક્રેટિક પાર્ટીના નિયંત્રણવાળી કોંગ્રેસ હશે. નવા વર્ષમાં જ્યારે નવી કોંગ્રેસ કામ શરૂ કરશે, ત્યારે તેની પાસે વહીવટીતંત્રના નિર્ણયોની તપાસ કરવાની અને તેમની પાસે જવાબ માંગવાની સત્તા હશે. ડેમોક્રેટ્સ ટ્રમ્પ વહીવટીતંત્ર, ઈરાન સંઘર્ષ સાથે જોડાયેલા મુદ્દાઓ અને વ્હાઇટ હાઉસમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ કરી શકે છે.

આ ઉપરાંત, ટ્રમ્પ અને તેમના પરિવારના વ્યાપારી હિતો પણ તપાસના દાયરામાં આવી શકે છે. ખાસ કરીને ક્રિપ્ટોકરન્સી, સરકારી કોન્ટ્રાક્ટ્સ અને વિદેશમાં કથિત રીતે વ્યાપારી લાભ માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવાના આરોપોની તપાસ થઇ શકે છે. ટ્રમ્પના નજીકના સહયોગીઓ અને વહીવટી અધિકારીઓને પણ કોંગ્રેસની સમિતિઓ સમક્ષ હાજર થઈને જુબાની આપવી પડી શકે છે.

સીનેટ પર નિયંત્રણ મેળવ્યા બાદ ડેમોક્રેટ્સ પાસે ટ્રમ્પ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરવાની સત્તા હશે. જો સુપ્રીમ કોર્ટમાં કોઈ જગ્યા ખાલી થાય, તો તેઓ નવા જજની નિમણૂકને રોકી શકે છે. આ ઉપરાંત, તેઓ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત નવા કેબિનેટ મંત્રીઓની નિમણૂકને મંજૂરી મળતા અટકાવી શકે છે. આનો અર્ છે કે, ભલે ટ્રમ્પ પાસે રાષ્ટ્રપતિ પદની શક્તિઓ રહેશે, પરંતુ વહીવટીતંત્ર ચલાવવામાં અને પોતાની નીતિઓને આગળ વધારવામાં તેમને વધું રાજકીય વિરોધનો સામનો કરવો પડશે.

trump1
indiatoday.in

ટ્રમ્પની હાર પાછળ સૌથી મહત્ત્વપૂર્ણ કારણોમાં ઈરાન નીતિ અને મોંઘવારી માનવામાં આવે છે. 2024ની ચૂંટણીમાં ટ્રમ્પે અમેરિકાને નવા યુદ્ધોથી દૂર રાખવાનું અને સામાન્ય નાગરિકોને મોંઘવારીમાંથી રાહત અપાવવાનું વચન આપ્યું હતું. પરંતુ, ઈરાન સાથે યુદ્વ અને તેના કારણે ઈંધણના ભાવમાં થયેલા વધારાએ તેમના માટે મોટા પડકારો ઊભા કર્યા.

ચૂંટણી પહેલાં, પેટ્રોલના ભાવમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો, જ્યારે ડીઝલના ભાવ લગભગ બમણા થઈ ગયા. તેની સીધી અસર સામાન્ય અમેરિકન પરિવારો પર પડી. લોકો પહેલાથી જ ખાવા-પીવાની વસ્તુઓ, પેટ્રોલ, રહેઠાણ અને આરોગ્યસંભાળના વધતા ખર્ચને લઈને ચિંતિત હતા. એવામાં યુદ્વને કારણે ઈંધણના ભાવમાં થયેલા તીવ્ર વધારાએ ટ્રમ્પ વહીવટીતંત્ર પ્રત્યેની નારાજગી વધુ વધારી.

ઘણા રાજ્યોમાં, ટ્રમ્પની ટેરિફ નીતિ પણ રિપબ્લિકન ઉમેદવારો માટે નુકસાનકારક સાબિત થઈ. કેનેડાની સરહદ પર આવેલા રાજ્યોમાં રિપબ્લિકનોને હારનો સામનો કરવો પડ્યો, અને કૃષિ તથા ઉત્પાદન ક્ષેત્ર પર નિર્ભર રાજ્યોના મતદારો પણ પાર્ટીની વિરુદ્ધ થઈ ગયા. ચીનમાં બીફ અને સોયાબીનના નિકાસ બજારને થયેલા મુકસાને ખેડૂતો અને કારોબારીઓની નારાજગી વધારી.

મેઈનની રિપબ્લિકન સીનેટર સુસાન કોલિન્સે ચૂંટણીના થોડા સમય પહેલા કેટલાક ટેરિફ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આનો તેમને કોઇ ફાયદો ન થયો. તેમના પ્રતિસ્પર્ધી, ટ્રોય જેક્સને આ પગલાની મજાક ઉડાવતા કહ્યું હતું કે, રસ્તા પર પડેલું મીઠું ખાવામાં કામ આવતું નથી.

ચૂંટણીમાં હાર્યા બાદ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ દરેક મુદ્દા પર ડેમોક્રેટ્સ સાથે ટકરાવા માંગતા નથી. તેમણે કહ્યું કે, તેઓ વિરોધ પક્ષ સાથે મળીને દેશ માટે કામ કરવા માંગે છે. ચૂટણી પરિણામો બાદ તેમણે કહ્યું કે, તેઓ એ સુનિશ્ચિક કરવા માટે ડેમોક્રેટ્સ સાથે કામ કરશે કે દેશ માટે વસ્તુઓ સારી રહે.

જોકે, તેમના જૂના નિવેદનો અને વર્તમાન વલણને જોતા આવો સહયોગ કેટલો ટકશે તે એક મોટો પ્રશ્ન છે. ચૂંટણીના થોડા સમય પહેલા ટ્રમ્પે પોતાને મિસ્ટર વીટો ગણાવ્યા હતા. આનો અર્થ એ છે કે જો ડેમોક્રેટ્સ કોઈ એવો કાયદો લાવે જેની સાથે તેઓ અસંમત હોય, તો તેઓ તેને રોકવા માટે પોતાના રાષ્ટ્રપતિ તરીકેના 'વીટો' સત્તાનો ઉપયોગ કરી શકે છે.

એવામાં, બજેટ, ઈરાન યુદ્વ અને વહીવટીતંત્રની નીતિઓ અંગે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા છે. ડેમોક્રેટ્સ તપાસ અને સંસદીય સમન્સ દ્વારા વહીવટીતંત્ર પર દબાણ લાવી શકે છે, પરંતુ ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ પદના અધિકારોનો ઉપયોગ કરીને આ પ્રયાસોને રોકવાનો પ્રયાસ કરી શકે છે.

રક્ષા મંત્રી સચિવ પીટ હેગસેથને હટાવવાની માંગ પણ સંઘર્ષનો મુદ્દો બની શકે છે; જોકે, કેબિનેટના કોઈ સભ્યને પદ પરથી દૂર કરવા માટે જરૂરી સમર્થન મેળવવું એ સરળ કાર્ય નહીં હોય. ટ્રમ્પ માટે અન્ય એક પડકાર તેમની વિદેશ નીતિ અને ઈરા યુદ્વ અંગે વિરોધ પક્ષના દબાણનો સામનો કેવી રીતે કરે છે.

મિડટર્મ ચૂંટણીમાં મળેલી હારની અસર માત્ર ટ્રમ્પના વર્તમાન કાર્યકાળ સુધી નહીં રહે; તેની સીધી અસર 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારીઓ પર પણ પડ઼ી શકે છે. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ પછી નેતૃત્વ કોણ સંભાળશે, તે અંગેની ચર્ચાઓ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સને અત્યાર સુધી ટ્રમ્પના સંભવિત રાજકીય ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા. જોકે, ચૂંટણીમાં મળેલી આ હાર બાદ, તેમના માટે આગળનો રસ્તો મુશ્કેલ રહેશે. તેમણે નક્કી કરવું પડશે કે તેઓ ક્યાં સુધી ટ્રમ્પની નીતિઓ અને રાજકીય શૈલી સાથે ક્યાં સુઘી જોડાયેલા રહેશે, અને સાથે જ પોતાની એક અલગ ઓળખ કેવી રીતે બનાવશે.

trump2
theprint.in

વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ રિપબ્લિકન પાર્ટીના સંભવિત ચહેરાઓમાં સામેલ થઇ શકે છે. તેઓ જૂના રિપબ્લિકન નેતાઓ અને વર્તમાન MAGA સમર્થકો વચ્ચે નવું રાજકીય ગઠબંધન રચવાનો પ્રયાસ કરી શકે છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસ જેવા નેતાઓને પણ લાગે છે કે ટ્રમ્પ વહીવટીતંત્રથી અંતર જાળવી રાખીને પાર્ટી માટે એક નવી ઓળખ રજૂ કરવાની તક છે.

આ ચૂંટણીમાં, ટેક્સાસ જેવા પરંપરાગત રિપબ્લિકન ગઢમાં પણ ડેમોક્રેટ્સની મોટી જીત થઇ છે. જેમ્સ તાલારિકોએ સીનેટની બેઠક જીતીને લગભગ ચાર દાયકામાં પ્રથમ વખત આ રાજ્યમાં ડેમોક્રેટ્સ માટે જીત નોંધાવી છે., ગવર્નર ગ્રેગ એબોટ પણ ચોથી વખત ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. આના કારણે રિપબ્લિકન પાર્ટી સામે તેના પરંપરાગત મતદાર આધારને જાળવી રાખવાનો પડકાર ઊભો થયો છે.

ડેમોક્રેટ્સ માટે આ જીત મોટી રાજકીય વાપસી છે, પરંતુ તેમની સામે પણ મોટા પડકારો છે. કોંગ્રેસના બંને ગૃહો પર નિયંત્રણ હોવા છતા જ્યાં સુધી ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી તેઓ તેમના એજન્ડાના તમામ પાસાઓને અમલમાં મૂકી શકશે નહીં, કારણ કે ટ્રમ્પ પાસે કોઇપણ બિલને વીટો કરવાની શક્તિ છે.

મતદારોએ મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચ અંગે નારાજગી વ્યક્ત કરી છે. એવામાં, ડેમોક્રેટ્સે એ સાબિત કરવું પડશે કે તેઓ જનતાને રાહત આપવા માટે નક્કર પગલાં લઈ શકે છે. જો તેઓ મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ જેવા મુદ્દાઓ પર પરિણામ ન આપી શકે, તો 2028માં તેમને પણ મતદારોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

કુલ મળીને, મિડટર્મ ચૂંટણીએ ટ્રમ્પની રાજકીય તાકતને મર્યાદિત કરી દીધી છે, પરંતુ રાષ્ટ્રપતિ પદની તેમની શક્તિ અકબંધ છે. આગામી બે વર્ષ દરમિયાન વ્હાઇટ હાઉસ અને ડેમોક્રેટિક પક્ષના નિયંત્રણ હેઠળની કોંગ્રેસ વચ્ચે તપાસ, બજેટ, ઈરાન યુદ્વ અને સરકારી નીતિઓ અંગે સતત ઘર્ષણ જોવા મળે તેવી શક્યતા છે. આ હાર બાદ ટ્રમ્પ પોતાની રણનીતિમાં બદલશે કે પછી વધુ આક્રમક વલણ અપનાવશે, તે અમેરિકન રાજકારણની દિશા નક્કી કરશે. આ ચૂંટણીનો સૌથી મોટો સંદેશ એ જ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, મતદારોનો નિર્ણય તેને પણ પડકાર આપી શકે છે.

About The Author

Top News

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં કારમી હાર બાદ ટ્રમ્પનું શું થશે?

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટ્સે સંસદના બંને ગૃહો એટલે કે હાઉસ...
World 
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં કારમી હાર બાદ ટ્રમ્પનું શું થશે?

‘રામ-કૃષ્ણમાં ભેદ કરનાર મહાપાપી’, ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર ભડક્યા સંતો

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની તુલના કરીને વિવાદોમાં આવી ગયા છે. તેમણે રામને સીધા અને...
National 
‘રામ-કૃષ્ણમાં ભેદ કરનાર મહાપાપી’, ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર ભડક્યા સંતો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-11-2026 દિવસ: શુક્રવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રામાયણ રિવ્યૂ: અતુલ્ય, અનુપમ, અલૌકિક... રણવીર-સાંઈની સાથે સાથે રાવણથી લઈને જટાયુ સુધી દરેક પાત્રોનું અદભુત કામ

નિતેશ તિવારીની 4000 કરોડ રૂપિયાની ફિલ્મ 'રામાયણ'માં અનુભવી કલાકારોએ તેમના અભિનયથી વૈશ્વિક સ્તરે છાપ છોડી છે. ફિલ્મ...
Entertainment 
રામાયણ રિવ્યૂ: અતુલ્ય, અનુપમ, અલૌકિક... રણવીર-સાંઈની સાથે સાથે રાવણથી લઈને જટાયુ સુધી દરેક પાત્રોનું અદભુત કામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.