- National
- ક્રીમ લગાવવાને કારણે કિડની ખરાબ થવાનો દાવો, 17 વર્ષીય યુવતી અને સિંગરની ફરિયાદ બાદ કંપની સામે કેસ દા...
ક્રીમ લગાવવાને કારણે કિડની ખરાબ થવાનો દાવો, 17 વર્ષીય યુવતી અને સિંગરની ફરિયાદ બાદ કંપની સામે કેસ દાખલ
કેરળમાં, એક 17 વર્ષીય યુવકની કીડની બ્યૂટી ક્રીમના ઉપયોગને ખરાબ થઇ ગઇ હતી. દાવો છે કે છોકરી જે ક્રીમનો ઉપયોગ કર્યો હતો, તેમાં પારાનું પ્રમાણ ખૂબ વધારે હતું. પોલીસે હવે આ કંપની સામે કેસ નોંધ્યો છે. સોમવારે પોલીસે જણાવ્યું હતું કે, સ્કીન ક્રીમના ઉપયોગથી ઉગ્રાપુરમની રહેવાસી આ છોકરીને કિડની ફેલ થવા સહિત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ છે.
પોલીસમાં નોંધાયેલી FIR મુજબ, છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર ક્રીમની જાહેરાત જોઇ હતી. આ F Tune નામની ક્રીમની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે આનાથી ચહેરા પરના ખીલ અને ડાઘ દૂર થઇ જશે અને ત્વચાને ચમકદાર થઇ જશે. છોકરીએ જાહેરાતથી પ્રભાવિત થઈને આ ક્રીમ ખરીદી હતી અને તેનો ઉપયોગ શરૂ કરી દીધો. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ક્રીમમાં પારાનું પ્રમાણ ખૂબ વધારે હતું, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આરોપ છે કે, કંપનીને આનાથી થતા જોખમ વિશે જાણકારી હોવા છતા તેણે ક્રીમમાં પારાની ભેળસેળ કરી હતી. હવે આ ક્રીમના ઉપયોગને કારણે યુવતીને કિડની ફેલ થવા સહિત સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ થઈ અને તેની સારવાર પાછળ લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ થયો.
છોકરીની ફરિયાદના આધારે પોલીસે રવિવારે કેસ નોંધ્યો છે. ક્રીમ બનાવતી કંપનીને આ કેસમાં આરોપી બનાવવામાં આવી છે અને ભારતીય ન્યાય સંહિતા, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને કેરળ પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
રવિવારે, કેરળના આરોગ્ય મંત્રી કે. મુરલીધરને રાજ્યભરમાં નકલી કોસ્મેટિક્સ અને પ્રોટીન પાઉડરની તપાસના આદેશ આપ્યા છે. મંત્રીએ કહ્યું હતું કે, મંજૂરીવાળા બ્યૂટી અને હેલ્થ પ્રોડક્ટ્સ પાકિસ્તાન અને મંગલુરુ-કાસરગોડ વિસ્તારમાંથી રાજ્યમાં આવી રહ્યા છે.
બ્યૂટી પ્રોડક્ટ્સનો શિકાર માત્ર સામાન્ય લોકો જ નથી. ગાયક સલીમ કોડાથુરે પણ દાવો કર્યો છે કે, સ્કીન લાઇટનિંગ (ત્વચાને ગોરી કરનારી) ક્રીમના ઉપયોગને કારણે તેમને મેમ્બ્રેનસ નેફ્રોપેથી થઇ ગઇ હતી. ગાયકે જણાવ્યું હતું કે, તેમને આ બીમારી લગભગ 10 વર્ષ પહેલાં થઈ હતી અને તેમણે ઘણા મહિનાઓ સુધી તેની સારવાર કરાવી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે, આવી ક્રીમના ઉપયોગથી શરીરમાં પારાનું પ્રમાણ ખૂબ વધારે થઇ જાય છે.
આ દરમિયાન, ગાયક સલીમ કોડાથૂરે પણ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓ પણ આ જ બીમારીનો ભોગ બન્યા હતા, કારણ કે તેમણે એક ફેરનેસ ક્રીમ (ગોરા થવાની ક્રીમ) વાપરી હતી, જેમાં મર્ક્યુરી (પારો) નું પ્રમાણ ખૂબ વધારે હતું. “એક મિત્રએ મને એક ક્રીમ વાપરવાની સલાહ આપી હતી અને એક જ મહિનામાં તેનું પરિણામ ખરેખર સ્પષ્ટ દેખાવા લાગ્યું. મિત્રોએ મને મારી ગોરી ત્વચા પાછળના આ જાદુ વિશે પૂછ્યું. પરંતુ એક મહિનાની અંદર જ સમસ્યાઓ ઊભી થવા લાગી,” એમ મલપ્પુરમના જ રહેવાસી એવા આ ગાયકે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું.
“શરૂઆતમાં, તે પેશાબનો ચેપ (યુરિનરી ઇન્ફેક્શન) હતો… ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવી. આ દરમિયાન, શરીરના વિવિધ ભાગોમાં સોજો આવવા લાગ્યો. ડોક્ટરે કહ્યું કે શરીરમાંથી પ્રોટીન ઘટી રહ્યું છે અને એક ટેસ્ટમાં આનું કારણ ક્રીમમાં રહેલા મર્ક્યુરીના ઊંચા સ્તરને ગણાવવામાં આવ્યું. હું હજુ પણ આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નથી,” એમ તેમણે ક્રીમનું નામ જાહેર કર્યા વગર જણાવ્યું હતું.

