પતિ-પત્નીના મુદ્દામાં ફસાઈ આસામની ચૂંટણી, ગોગોઈ વિરુદ્ધ CM હિમંતાની લડાઈ હવે પત્નીઓ પર આવી ગઈ!

આસામ વિધાનસભાની ચૂંટણીઓ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, તો હવે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. BJPCM હિમંતા શર્માને મેદાનમાં ઉતાર્યા છે અને સત્તાની હેટ્રિકનો હેતુ રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ ગૌરવ ગોગોઈના નામ પર ચૂંટણી લડી રહી છે અને તેના 15 વર્ષના રાજકીય વનવાસનો અંત લાવવાનો હેતુ ધરાવે છે. બરાબર મતદાન પહેલા જ, આસામની ચૂંટણીઓ પતિ-પત્નીના મુદ્દામાં ફસાઈ ગઈ હોય એવું લાગે છે.

CM હિમંતા બિસ્વા શર્મા શરૂઆતથી જ ગૌરવ ગોગોઈની પત્નીના બહાને કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ હવે કોંગ્રેસે CM હિમંતા સામે આવા જ રાજકીય દાવપેચનો આશરો લીધો છે. એટલે આ રીતે, આસામમાં ગોગોઈ વિરુદ્ધ CM હિમંતાની લડાઈ તેમની પત્નીઓ સુધી પહોંચી ગઈ છે.

આસામની ચૂંટણી પહેલા, કોંગ્રેસ CM હિમંતા બિસ્વા સરમાને ઘેરવા માટે એક મોટી ચાલ ચાલી છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ CM હિમંતા બિસ્વા સરમાની પત્ની પર 3 દેશોના પાસપોર્ટ રાખવાના ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાંથી બે ઇસ્લામિક છે.

Riniki Bhuyan Sarma-Pawan Khera
aajtak.in

કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરમાની પત્ની, રિંકી ભુનિયા સરમા પાસે 3 પાસપોર્ટ છે, સંયુક્ત આરબ અમીરાત (UAE), એન્ટિગુઆ-બાર્બુડા અને ઇજિપ્ત. આના પર CM હિમંતા બિસ્વા સરમા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા ખોટા આરોપો કરે છે અને તેઓ ખેરા સામે કાનૂની કાર્યવાહી કરશે. આ મામલો હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે.

આસામની ચૂંટણી શરૂઆતથી જ જાહેર રાજનીતિ કરતાં વધુ વ્યક્તિગત રાજનીતિ ક્ષેત્રે કેન્દ્રિત રહી છે. CM હિમંતા બિસ્વા સરમા શરૂઆતથી જ ગૌરવ ગોગોઈની પત્ની, એલિઝાબેથ કોલબોર્ન પર પાકિસ્તાન સાથે સંબંધો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે તેમના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ કારણોસર, CM હિમંતા બિસ્વા સરમાએ ભારત સબંધિત માહિતી એકત્ર કરીને પાકિસ્તાની નાગરિકને રિપોર્ટ કરવામાં આવતી હોવાની વાત કરી રહ્યા છે.

આસામ સરકારે આ મામલાને રાષ્ટ્રીય ગંભીરતાનો મુદ્દો ગણાવીને, તેને ગૃહ મંત્રાલયને સોંપવાનો નિર્ણય લીધો છે. આ રીતે CM હિમંતા સરમા સતત ગૌરવ ગોગોઈને રાજકીય કઠેડામાં મૂકતા રહ્યા છે, પરંતુ હવે કોંગ્રેસ પાર્ટીએ CM હિમંતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ આરોપ લગાવ્યો છે કે, CM સરમાની પત્ની 3 દેશોના પાસપોર્ટ ધરાવે છે અને દુબઈમાં બે મિલકતો ધરાવે છે.

CM Himanta Sarma, Wife
indiatodayhindi.com

પવન ખેરાએ કહ્યું કે, ઘણા લોકોની વિદેશમાં મિલકતો હોય છે, પરંતુ જ્યારે કોઈ જીવનસાથી ચૂંટણી લડે છે, ત્યારે તેમના માટે તેમના સોગંદનામામાં આ મિલકતોનો ખુલાસો કરવો ફરજિયાત છે. તો પણ, CM હિમંતા બિસ્વા સરમાના સોગંદનામામાં દુબઈમાં આ બે મિલકતોનો કોઈ ઉલ્લેખ નથી. BJPના નેતા CM હિમંત સરમાએ કહ્યું કે, તેઓ પવન ખેરા સામે કાનૂની કાર્યવાહી કરશે, જેમણે તેમની પત્ની સામે ખોટા આરોપો લગાવ્યા છે.

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, CM હિમંતા બિસ્વા સરમા સામે ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. બહુવિધ પાસપોર્ટ રાખવા અને તેમની મિલકતોની વિગતો જાહેર કરવામાં નિષ્ફળ રહેવું એ ગંભીર અને ફોજદારી ગુનો છે. તેમણે આસામથી વિદેશમાં તેમના બેંક ખાતાઓમાં કેટલા પૈસા ટ્રાન્સફર કર્યા છે? આ બાબતની વધુ તપાસની જરૂર છે. CM હિમંતા બિસ્વા સરમા આસામ રાજ્ય અને ભારત માટે શરમજનક બની ગયા છે.

CM હિમંતા બિસ્વા સરમા સામે પવન ખેરાના ગંભીર આરોપો પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, CM હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ અને સાંપ્રદાયિક CM છે. 'CM હિમંતા બિસ્વા સરમાએ આસામના લોકોને દગો આપ્યો છે અને ગેરમાર્ગે દોર્યા છે. આના પુરાવા જનતા સમક્ષ છે. આસામના લોકો તેમના ભ્રષ્ટાચારને ક્યારેય માફ કરશે નહીં, સજા નિશ્ચિત છે.' આમ, કોંગ્રેસે CM હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી દીધી છે, જેનો જવાબ BJPએ પણ એટલો જ મજબુતીથી આપ્યો છે.

Elizabeth, Gaurav Gogoi
jagran.com

CM હિમંતા બિસ્વા સરમાએ આ બધા આરોપો પાયાવિહોણા છે એવું કહ્યું હતું. તેમને આગળ કહ્યું કે, આ દ્વેષપૂર્ણ, બનાવટી અને રાજકીય રીતે પ્રેરિત જુઠ્ઠાણા છે, જેનો હેતુ આસામના લોકોને ગેરમાર્ગે દોરવાનો છે. હું અને મારી પત્ની આગામી 48 કલાકમાં પવન ખેરા વિરુદ્ધ ફોજદારી અને નાગરિક માનહાનિના કેસ દાખલ કરીશું અને તેમને જેલની સજા અપાવવાની ધમકી આપી છે. CM હિમંતા બિસ્વા સરમાના પત્નીએ કહ્યું કે, કોંગ્રેસના પ્રવક્તા પાસેથી મૂળભૂત સાવધાની રાખવાની અપેક્ષા રાખવામાં આવી હતી, નકલી પાસપોર્ટ અને દસ્તાવેજો પર આધાર રાખવો નહીં. BJPના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, જાહેર કરાયેલા દસ્તાવેજોમાં ઘણી ગંભીર ભૂલો છે. CM હિમંતા બિસ્વા સરમાની અટક 'Sarma' ને બદલે 'Sharma' ખોટી રીતે લખાયેલી છે. અને એવું લાગે છે કે, ફોટો જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ ઘણા બધા ફોટાઓમાંથી લેવામાં આવ્યો હોય તેવું લાગે છે. રાષ્ટ્રીયતા ઇજિપ્તીયન તરીકે દર્શાવવામાં આવી છે, જ્યારે પાસપોર્ટ એન્ટિગુઆ અને બાર્બુડાનો છે. આ બધા સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ દસ્તાવેજો બનાવટી અને ગેરમાર્ગે દોરનારા છે, જે રાજ્યની ચૂંટણી પહેલા હતાશ અને નિરાશ થઈને બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.