'મને 300 કરોડ રૂપિયા આપી દો...' કોંગ્રેસના MLA નિર્મલા સપ્રેની આ માંગથી પાર્ટી આશ્ચર્યચકિત

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બીના મતવિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય નિર્મલા સપ્રે ફરી એકવાર પોતાની પાર્ટી અને રાજ્યના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. મીડિયા સાથેની વાતચીતમાં, તેમણે વિપક્ષના નેતા ઉમંગ સિંઘરને સીધો પડકાર ફેંક્યો, તેમની માંગણીઓ રજૂ કરી, જેને કોંગ્રેસ 'ખુલ્લી સોદાબાજી' કહી રહી છે.

લાંબા સમયથી BJPની નજીક ગણાતા નિર્મલા સપ્રેએ કહ્યું, 'હું ઇચ્છું છું કે ઉમંગ સિંઘર બીનાના વિકાસ કાર્ય માટે 300 કરોડ રૂપિયા આપે અને બીનાને જિલ્લો બનાવે. પછી હું તેમની (કોંગ્રેસ) સાથે છું.'

Nirmala-Sapre
amarujala.com

હકીકતમાં, નિર્મલા સપ્રે કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી અને ધારાસભ્ય બની, પરંતુ ચૂંટણી પછી તરત જ, તે વારંવાર BJPના કાર્યક્રમો અને મંચ પર દેખાવા લાગી. તે ઘણીવાર BJPના નેતાઓ સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતી હતી, જેના કારણે અટકળો શરૂ થઈ હતી કે તે BJPમાં જોડાઈ શકે છે. જો કે, તેઓએ હજુ સુધી BJPમાં પોતાની સભ્યપદની ઔપચારિક પુષ્ટિ કરી નથી.

Nirmala-Sapre1
newstrack.com

કોંગ્રેસે જબલપુર હાઈકોર્ટમાં નિર્મલા સપ્રે વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અરજી દાખલ કરી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા પછી, તેમણે પાર્ટી લાઇનથી અલગ થઈને BJPને ટેકો આપ્યો હતો અને BJPની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ રહ્યા હતા. આ કેસ હજુ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

Nirmala-Sapre3
navbharatlive.com

આ દરમિયાન, 300 કરોડ રૂપિયા અને બીનાને જિલ્લા તરીકે બનાવવા અંગેના તેમના નિવેદને એક નવી રાજકીય ચર્ચા જગાવી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, આ નિવેદન રાજ્યના રાજકારણમાં નવી રાજકીય ગતિશીલતા પેદા કરી શકે છે. જ્યારે, કોંગ્રેસે આ નિવેદન પર BJP અને નિર્મલા સપ્રે બંને પર નિશાન સાધ્યું છે.

Nirmala-Sapre5
etvbharat.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી PC શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું, 'નિર્મલા સપ્રેનું નિવેદન સ્પષ્ટ કરે છે કે, આખો મામલો રાજકીય દબાણ અને સોદાબાજીનો છે.' તેમણે આરોપ લગાવ્યો હતો કે, BJP લોકશાહી મૂલ્યોને નબળી પાડીને વિપક્ષી ધારાસભ્યોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

Nirmala-Sapre6
naidunia.com

આ નિવેદન પર BJP તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે, નિર્મલા સપ્રેના નિવેદનથી ભવિષ્યમાં રાજ્યની રાજનીતિ વધુ ગરમ થઈ શકે છે.

photo_2026-05-09_15-18-44
aajtak.in

બીનાને જિલ્લો બનાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે અને સ્થાનિક સ્તરે તેને એક મુખ્ય રાજકીય મુદ્દો માનવામાં આવે છે. નિર્મલા સપ્રેએ તેમના નિવેદનમાં આ મુદ્દાને પ્રકાશિત કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ બીનાના વિકાસ અને જનતાની માંગણીઓને પ્રાથમિકતા આપે છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.