મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા

દેશની પ્રીમિયમ ટ્રેનવંદે ભારત એક્સપ્રેસફરી એકવાર તેના ભોજનની ગુણવત્તાને લઈને સવાલોના ઘેરામાં છે. વારાણસીથી દેવઘર જઈ રહેલી આયુષી સિંહ નામની એક મહિલાનો આરોપ છે કે ટ્રેનમાં પીરસવામાં આવેલું ભોજન ખાધા બાદ તેનું અને તેના 2 વર્ષના પુત્રનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. તેના ફૂલેલા હોઠ અને મેડિકલ રિપોર્ટના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ મામલે IRCTCએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

woman1
x.com/AyushiS54377868

આયુષીએ જણાવ્યું હતું કે, ‘તે 27 માર્ચે ટ્રેન નંબર 22500ના કોચ નંબર E1માં તેના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. તેનો આરોપ છે કે ટ્રેનમાં પીરસવામાં આવેલું ભોજન ખાધા બાદ તેને એલર્જી થઈ અને તેના હોઠ પૂરી રીતે સોજી ગયા. તો તેના પુત્રને ઝાડા થવા લાગ્યા. આટલું જ નહીં, મહિલા મુસાફરે ટ્રેનમાં પીવા માટે આપવામાં આવતા પાણીના સ્વાદ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા. મહિલાનું કહેવું છે કે, જો તેને સમયસર તબીબી સારવાર ન મળી હોત, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.

IRCTCએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પર મહિલાના મેડિકલ રિપોર્ટ અને તેના સોજાવાળા હોઠના ફોટા વાયરલ થયા બાદ IRCTCએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

IRCTC2
government.economictimes.indiatimes.com

IRCTCનો દાવો કે તે દિવસે પીરસવામાં આવેલા ખોરાકના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું અને તે સલામત હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જણાવાયું છે કે ટ્રેનમાં ખોરાકની ગુણવત્તા અંગે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

IRCTCના સ્પષ્ટીકરણ બાદ પણ આયુષી સંતુષ્ટ ન દેખાઈ. તેણે કહ્યું કે, ભલે અન્ય લોકોને કોઈ સમસ્યા ન થઈ હોય, પરંતુ તેને અને તેનો પુત્ર પ્રભાવિત થયા છે. ત્યારબાદ, IRCTCએ ડાયરેક્ટ મેસેજ દ્વારા સંપૂર્ણ વિગતો માંગી અને ખાતરી આપી કે આ બાબતની તપાસ કરવામાં આવશે.

આખરે સત્ય શું છે?

આ કિસ્સામાં એક તરફ મુસાફરોનો અનુભવ છે, જ્યારે બીજી તરફ રેલવેનો દાવો. એવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આખરે સત્ય શું છે, અને મુસાફરોની સુરક્ષાને લઈને કેટલી ગંભીરતા દાખવવામાં આવી રહી છે?

About The Author

Top News

વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?

વિદેશી યોગદાન નિયમન (FCRA) સુધારા બિલ 2026ને લગતો રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વધતા રાજકીય વિવાદને જોતા...
National 
વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?

ગુજરાત યુનિવર્સિટીના સંશોધન ભવનના ઉદ્ઘાટન બાદ ખબર પડી કે બેઝમેન્ટની હાઈટ તો ઓછી છે, હવે તોડે છે

ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવનિર્મિત ધ્રુવ કમલ સંશોધન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન...
Gujarat 
ગુજરાત યુનિવર્સિટીના સંશોધન ભવનના ઉદ્ઘાટન બાદ ખબર પડી કે બેઝમેન્ટની હાઈટ તો ઓછી છે, હવે તોડે છે

ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે

રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ છે અને...
Gujarat 
ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે

મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા

દેશની પ્રીમિયમ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ફરી એકવાર તેના ભોજનની ગુણવત્તાને લઈને સવાલોના ઘેરામાં છે. વારાણસીથી દેવઘર જઈ...
National 
મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.