- Entertainment
- ‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના વિશે પણ ઘણા મોટા બોલ્ડ દાવાઓ કર્યા.
રાજપાલે કહ્યું કે, તેમની પાસે આગામી સમયમાં ઘણા એવા પ્રોજેક્ટ્સ છે, જેનો ખર્ચ કરોડો રૂપિયામાં છે. તેની પાસે લગભગ 1200 કરોડ રૂપિયાનું કામ છે. અભિનેતાએ તેના કેસ વિશે એમ પણ કહ્યું કે, જે એક સમયે પારિવારિક મામલો હતો તે હવે અહંકારની લડાઈ બની ગયો છે. હવે રાજપાલે ફિલ્મોમાં કરાતા રોકાણનું નિયમન કરવા પર ભાર મુક્યો. તેનું કહેવું છે કે ઉદ્યોગમાં એક એવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ જ્યાં રોકાણની પ્રક્રિયા સરળ હોય અને દરેક વ્યક્તિ તેને સરળતાથી ફોલો કરી શકે.
રાજપાલ યાદવે કહ્યું કે, હું સમગ્ર ફિલ્મ ફેડરેશનને અનુરાધ કરું છું કે, ફિલ્મ નિર્માણ માટે રોકાણ ભંડોળ બનાવવા માટે રાજી થઇ જાવ. તેમણે એક સરળ પ્લેટફોર્મ બનાવવું જોઈએ, જેનું પાલન વિદેશી રોકાણકારો અને કલાકારો બંને કરી શકે. જો આવું થઇ ગયું, તો બધું ખૂબ સરળ થઈ જશે. હું 26 વર્ષથી કામ કરી રહ્યો છું અને ઓછામાં ઓછા 200 એગ્રીમેન્ટ કરી ચૂક્યો છું- 1 લાખથી 1.5 લાખ સુધી, પછી 15 લાખ સુધી. જો હું એગ્રીમેન્ટ માટે ઝઘડો કરતો તો આજે માત્ર મારા પર એક જ કેસ કેમ છે, અને બીજા કોઈનો નહીં?
તેણે કહ્યું કે, હું વારંવાર કહેતો આવ્યો છું કે તમે જે પણ મશીનથી પૂછો, પૂછે છે કે આ 5 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા? હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું... હું કહું છું કે આ ફિલ્મ પાછળ જે પણ છે, હું તેને ટેકો આપવા તૈયાર છું. પરંતુ આ 5 કરોડ રૂપિયા પાછળનો હેતુ ખોટો છે. પૈસા લઇને લોકોને ફસાવવા ખોટું છે. માધવ અને મિથિલેશના ઇરાદા ખોટા હતા. એટલે આ માત્ર 3 લોકો વચ્ચેની લડાઈ છે. બાકી કોઈને કંઈ ખબર નથી.
રાજપાલના 5 કરોડ રૂપિયાનો આખો મામલો શું હતો?
રાજપાલે 2010માં મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા, જેને તે રોકાણ ગણાવે છે. જોકે, પૈસા આપનારાઓનો દાવો છે કે તે લોન હતી. રાજપાલે ખુલાસો કર્યો કે પૂરી ફિલ્મ બની ગયા બાદ, તે 5 કરોડ રૂપિયાને બદલે 8 કરોડ રૂપિયા આપવાનો હતો. પરંતુ, ફિલ્મે માત્ર 1 કરોડ રૂપિયાની કમાણી કરી, એટલે તેને મોટું નુકસાન થયું.
રાજપાલ યાદવે આ પૈસા 2012માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે લીધા હતા. બાદમાં, તે પૈસા ચૂકવી ન શક્યો અને તેનો 9 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થવાને કારણે તેને જેલમાં જવાની નોબત આવી. રાજપાલે 5 ફેબ્રુઆરીએ તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું અને 17 ફેબ્રુઆરીએ 1.5 કરોડ રૂપિયાના બોન્ડ પર જામીન પર બહાર આવ્યો હતો. તેના કેસની આગામી સુનાવણી 18 માર્ચે થવાની છે.

