ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

રાજસ્થાનના ભીલવાડાના એક પાર્કમાં અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. કારણ સામે આવ્યું તો લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગયું. છોકરાઓ-છોકરીઓ ઝાડની આડમાં બેસતા હતા, એટલે પાર્કના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે વિસ્તારની મહિલાઓએ વિરોધ કર્યો, ત્યારે કાપવાનું કામ રોકવામાં આવ્યું.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટના ભીલવાડાના આર.કે. કોલોનીની, જ્યાં પાર્કની હરિયાળીને લઈને મોટો વિવાદ થયો હતો. અહી શનિવાર 7 ફેબ્રુઆરીના રોજ અચાનક 7-8 (કેટલાક અહેવાલોમાં 20થી વધુ) મોટા-મોટા વૃક્ષો અચાનક કાપી નાખવામાં આવ્યા હતા. આ વૃક્ષો વર્ષો જૂના હતા, ગાઢ છાંયો આપતા હતા અને પક્ષીઓનું ઘર હતા.

Tree cutting
x.com/arvindchotia

કોલોનીની મહિલાઓ આ ઘટનાથી એટલી દુઃખી થઈ ગઈ હતી કે તેઓ આખો દિવસ રડતી હતી. એક મહિલાએ ભાવુક થઈને કહ્યું કે, 'મેં હાથ જોડીને વિનંતી કરી કે તેમને ન કાપો, પરંતુ માત્ર ઉપરની ડાળીઓ કાપો. પરંતુ તેમણે આખા વૃક્ષને થડમાંથી કાપી નાખ્યું. મારી એક ન સાંભળી.'

આખરે, મહિલાઓનો વિરોધ એટલો તેજ થયો કે વૃક્ષ કાપવાનું કામ બંધ કરવું પડ્યું. કોલોનીના રહેવાસીઓ પાર્કમાં ભેગા થયા અને પૂર્વ કાઉન્સિલર ઓમ પરાશર વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા. પૂર્વ કાઉન્સિલરનો દાવો છે કે વૃક્ષો ખૂબ મોટા અને ઊંચા થઈ ગયા હતા, જેના કારણે તેમના ઘરો પર પડવાનું જોખમ હતું. સાથે જ, અસામાજિક તત્વો અને છોકરા-છોકરીઓ ઝાડ બેસતા હતા, જેના કારણે પડોશીઓને પરેશાની થતી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કોલોનીના કેટલાક લોકોએ જ તેમને ઝાડ કપાવવાનું કહ્યું હતું. જોકે, કાપણીના નામે આખા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, જે મહિલાઓ અને પર્યાવરણ પ્રેમીઓને સહન ન થયું.

Tree cutting
x.com/arvindchotia

કેટલાક લોકોનો દાવો છે કે આ કાપણી માત્ર એટલે કરવામાં આવી, જેથી યુગલો પાર્કમાં ન બેસી શકે. મહિલાઓના આંસુ અને વિરોધ બાદ કાપણી બંધ થઈ ગઈ, પરંતુ પાર્ક હવે પહેલા જેવો હરિયાળો રહ્યો નથી. ભીલવાડામાં ઝાડની આડમાં બેસનારાઓથી પરેશાન થઈને આખી હરિયાળી જ ખતમ કરી દેવામાં આવી. પરિણામ? સ્ત્રીઓ રડી રહી છે, પક્ષીઓ બેઘર થઈ ગયા છે, અને પર્યાવરણને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર આ બાબતે શું પગલાં લે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.