- Politics
- સંસ્મરણમાં સાવરકર પર ટિપ્પણીથી નારાજ પરિવાર, સોનિયા ગાંધીને મોકલી કાનૂની નોટિસ
સંસ્મરણમાં સાવરકર પર ટિપ્પણીથી નારાજ પરિવાર, સોનિયા ગાંધીને મોકલી કાનૂની નોટિસ
સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો રાજકીય વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. સાવરકરના પૌત્રના પુત્ર સત્યકી સાવરકરે સોનિયા ગાંધીને કાનૂની નોટિસ મોકલીને તેમનું સંસ્મરણ બિલોંગિંગ: અ જર્ની ઓફ લવમાં સાવરકર વિશેની બે ટિપ્પણીઓ પર આપત્તિ દર્શાવી છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે પુસ્તક સાવરકરની ભૂમિકા અને વિચારધારાને ખોટી રીતે રજૂ કરે છે. નોટિસમાં 15 દિવસની અંદર બિનશરતી માફી માંગવાની અને ખોટા તથ્યોને સુધારવાની માંગ કરવામાં આવી છે. આમ ન કરવા પર સક્ષમ કોર્ટ અથવા ઓથોરિટીમાં કાનૂની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2125048947547013323?a=pNzt0y1w8fmkP4R3bk8&s=20
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, એડવોકેટ સંગ્રામ કોલ્હટકરે સત્યકી સાવરકર વતી નોટિસ જાહેર કરી છે. તેમાં પુસ્તકના પાનાં નંબર 201 અને 443 પર લખવામાં આવેલી ટિપ્પણીઓને તથ્યાત્મક રીતે ખોટી, ઐતિહાસિક સંદર્ભની બહાર અને સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી ગણાવવામાં આવી છે.
નોટિસમાં પાનાં નંબર 201 પર લખેલા એ અંશ પર આપત્તિ દર્શાવવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસના સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગ્રેજોના હુમલા અને જેલની સજાનો સામનો કરી રહ્યા હતા, ત્યારે RSSના વરિષ્ઠ વિચારક વિનાયક દામોદર સાવરકર બ્રિટિશ શાસકો સામે દયા અરજીઓ લખી રહ્યા હતા અને સંગઠનના સભ્ય બ્રિટિશ અધિકારીઓ માટે માટે બાદમીદાર તરીકે કામ કરી રહ્યા હતા.
સત્યકી સાવરકરનું કહેવું છે કે આ ટિપ્પણીથી એવી ધારણા બને છે કે સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ વિરુદ્ધ બ્રિટિશરો સાથે મળીને કામ કરી રહ્યા હતા. નોટિસમાં આ આરોપને ઐતિહાસિક તથ્યો અને સંજોગો સાથે અસંગત ગણાવવામાં આવ્યો છે.

નોટિસમાં જણાવાયું છે કે બ્રિટિશ શાસન દરમિયાન સાવરકરે લાંબી કેદ અને કઠોર યાતનાઓ સહન કરી હતી. તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં પણ રાખવામાં આવ્યા હતા. સત્યકી સાવરકરનો તર્ક છે કે તેમની દયા અરજીઓનો ઉલ્લેખ કરતી વખતે, તે પરિસ્થિતિઓ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને પણ સામે રાખવી જરૂરી છે જેમાં આ અરજીઓ આપવામાં આવી હતી. આમ કર્યા વિના તેમના જીવન અને રાજકીય સંઘર્ષની અધૂરી અને ભ્રામક તસવીર રજૂ કરવામાં આવે છે.
કાનૂની નોટિસમાં પુસ્તકના પાનાં નંબર 443 પર લખેલા બીજા ફકરાને પણ પડકારવામાં આવ્યો છે. તેમાં સાવરકરને મહાત્મા ગાંધીના સમકાલીન અને હિન્દુત્વ વિચારધારાના સંસ્થાપક ગણાવતા કહેવામાં આવ્યું છે કે તેમની વિચારધારા ભારતને મુખ્યત્વે એવું રાષ્ટ્ર માને છે, જ્યાં હિન્દુઓનું પ્રભુત્વ હોય. નોટિસમાં આ દૃષ્ટિકોણને RSS, BJP અને તેમના સંલગ્ન સંગઠનોની વિચારધારા સાથે સરખાવવામાં આવ્યો છે.
સત્યકી સાવરકરનો આરોપ છે કે આ ટિપ્પણી તેમના પૂર્વજોના રાજકીય અને વૈચારિક વિચારસરણીને ખૂબ જ મર્યાદિત રીતે રજૂ કરે છે. તેમનું કહેવું છે કે સાવરકરના લખાણો, ભાષણો અને વિચારોને યોગ્ય ઐતિહાસિક, બૌદ્ધિક અને રાજકીય સંદર્ભમાં સમજ્યા વિના આવા નિષ્કર્ષ કાઢવા ખોટા છે.

નોટિસ અનુસાર, આ બે ટિપ્પણીઓને એકસાથે વાંચવાથી સ્વતંત્રતા સંગ્રામમાં સાવરકરની ભૂમિકા અને વિચારધારાની ખોટી તસવીર બને છે, જેનાથીં વાંચકો ગેરમાર્ગે દોરાઇ શકે છે અને તેમના વારસાને લઇને અયોગ્ય ધારણા બની શકે છે.
નોટિસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન સાવરકરના સન્માન માટે લેવામાં આવેલા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં સાવરકરના સન્માનમાં ટપાલ ટિકિટનું વિમોચન અને સ્વતંત્રતાવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક માટે ઇન્દિરા ગાંધીના બેંક ખાતામાંથી 11,000 રૂપિયાનું વ્યક્તિગત યોગદાન આપવાનો ઉલ્લેખ છે.
સત્યકી સાવરકરે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઇન્દિરા ગાંધી દ્વારા સાવરકરને દેશભક્ત અને સ્વાતંત્ર્ય સેનાના રૂપમાં કરવામાં આવેલી સન્માનને તેમની પુત્રી સોનિયા ગાંધીના પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે કેવી રીતે જોવામાં આવે.
કાનૂની નોટિસમાં સોનિયા ગાંધીને બંને ટિપ્પણીઓના સમર્થનમાં પ્રમાણિક ઐતિહાસિક દસ્તાવેજ રજૂ કરવા અને તેમાં ઉપસ્થિત તથ્યાત્મક ભૂલો અને ભ્રામક સંકેતોને સ્વીકારવા કહેવામાં આવ્યું છે. તેમને લેખિત રૂપમાં સ્પષ્ટ અને બિનશરતી માફી માંગવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત સાર્વજનિક સ્પષ્ટિકરણ જહેરી કરીને ટિપ્પણીઓના ઐતિહાસિક આધાર, સંદર્ભ અને હેતુ જણાવવા અને કોઈપણ ખોટી અથવા ભ્રામક માહિતી સુધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. નોટિસ મળ્યાના 15 દિવસની અંદર માંગ પૂરી ન થવા પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

