શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની તારીખ જાહેર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના જલદી પોતાના દેશમાં પરત ફરવાના છે. તેઓ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે. શેખ હસીના છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ભારતમાં રહે છે. તેમના પ્રવક્તાએ મંગળવારે પુષ્ટિ કરી કે તેઓ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે.

16 ડિસેમ્બરને બાંગ્લાદેશમાં 1971ના મુક્તિ સંગ્રામમાં મળેલી જીતની વર્ષગાંઠ મનાવવામાં આવે છે. આ પ્રથમ વખત છે જ્યારે હસીનાએ તેમની વાપસી માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી છે; એવામાં બાંગ્લાદેશમાં રાજકીય અને કાનૂની તણાવ વધુ વધવાની શક્યતા છે. શેખ હસીનાએ ન માત્ર તેમના દસ્તાવેજો પાછા માંગ્યા છે, પરંતુ બાંગ્લાદેશ સરકારને પોતાની વાપસી માટે બાંગ્લાદેશની સરકારી વિમાન એરલાઇન 'બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ'ની વ્યવસ્થા કરવા પણ કહ્યું છે.

હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટ, 2024ના રોજ શેખ હસીનાને બાંગ્લાદેશી વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા, તેથી હવે સરકારે દિલ્હીથી ઢાકા મોકલવા માટે બાંગ્લાદેશ સરકાર તેમની હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરે.

17

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ કહ્યું કે, બંધારણ વિરુદ્વ જઇને હસીનાને દેશમાંથી બહાર કરવામાં આવ્યા હતા. એવામાં સરકારની જવાબદારી બને છે કે 16 ડિસેમ્બરે વિજય દિવસપર તેમની વાપસી શક્ય બનાવે.

આ મામલે બાંગ્લાદેશ સરકારના પ્રવક્તાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. રવિવારે, બાંગ્લાદેશના એક મંત્રીએ જણાવ્યું હતું કે જો શેખ હસીના પાછા ફરે છે, તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે શેખ હસીનાની વાપસી અંગે બાંગ્લાદેશ સરકાર અને ભારત વચ્ચે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, 2024માં બાંગ્લાદેશમાં થયેલી હિંસા દરમિયાન લગભગ 1400 લોકોના મોત થયા હતા. આ હિંસા બાદ શેખ હસીનાએ સત્તા છોડવી પડી હતી. ગયા નવેમ્બરમાં, બાંગ્લાદેશની યુદ્ધ અપરાધ ટ્રિબ્યૂનલે શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તેમના પર વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનને દબાવવા માટે હિંસક કાર્યવાહી કરવાનો આદેશ આપવાનો આરોપ હતો; જોકે, શેખ હસીનાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

17

બાંગ્લાદેશમાં હિંસા શમવાનું નામ લઈ રહી નથી. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ગૃહ જિલ્લામાં, તેમના પક્ષ અવામી લીગના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ હુમલામાં હસીનાની પાર્ટીના 30થી વધુ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, ગોપાલગંજમાં ઘણાં ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે આવામી લીગના સમર્થકો ભૂતપૂર્વ વડાપ્રધાનના સમર્થનમાં રેલી કાઢી રહ્યા હતા; તે દરમિયાન તેમના પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

ગોપાલગંજમાં 12 દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. ક્રિકેટ સ્ટેડિયમ પાસે આવેલા ફૂલોની દુકાન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આવામી લીગનું સરઘસ લોન્ચ ઘાટ વિસ્તારમાંથી પસાર થયા બાદ આ વિવાદ શરૂ થયો હતો. ગોપાલગંજનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેમાં મસ્જિદના લાઉડસ્પીકર વાગ્યા બાદ લોકો રસ્તા પર ઉતરતા અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.

About The Author

Top News

શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની તારીખ જાહેર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના જલદી પોતાના દેશમાં પરત ફરવાના છે. તેઓ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની યોજના બનાવી રહ્યા...
World 
શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની તારીખ જાહેર

સંસ્મરણમાં સાવરકર પર ટિપ્પણીથી નારાજ પરિવાર, સોનિયા ગાંધીને મોકલી કાનૂની નોટિસ

સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો રાજકીય વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. સાવરકરના પૌત્રના પુત્ર સત્યકી...
Politics 
સંસ્મરણમાં સાવરકર પર ટિપ્પણીથી નારાજ પરિવાર, સોનિયા ગાંધીને મોકલી કાનૂની નોટિસ

બજાજે નવી સ્પોર્ટ્સ બાઇક લોન્ચ કરી, હવે પહેલાથી એડવાન્સ ફીચર્સ મળશે

ભારતમાં 200cc બાઇક્સની ભારે માંગ છે અને લોકો આ બાઇક્સને ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન, બજાજ ઓટોએ મોટો...
Tech and Auto 
બજાજે નવી સ્પોર્ટ્સ બાઇક લોન્ચ કરી, હવે પહેલાથી એડવાન્સ ફીચર્સ મળશે

ટ્રમ્પનો ફોન નથી ઉઠાવતા કિમ જોંગ ઉન, મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચેની મિત્રતા અને દુશ્મનાવટની કહાની લાંબા સમયથી વૈશ્વિક રાજનીતિમાં...
World 
ટ્રમ્પનો ફોન નથી ઉઠાવતા કિમ જોંગ ઉન, મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.