શું મુંબઈ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન બદલ વરુણ ધવનને દંડ ફટકારાયો?

બોલિવુડ અભિનેતા વરુણ ધવનને લઈને મુંબઈ મેટ્રોથી વાયરલ વીડિયો અને ત્યારબાદના સમાચાર અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતાએ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. હવે અભિનેતાની ટીમે આ અહેવાલો પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જેમાં સત્યનો ખુલાસો થયો છે.

વરુણ ધવનની ટીમે સ્પષ્ટતા કરી છે કે, મુંબઈ મેટ્રો દ્વારા અભિનેતા પર કોઈ દંડ કે પેનલ્ટી લગાવવામાં આવી નથી. ટીમના જણાવ્યા અનુસાર, અગાઉ જાહેર કરવામાં આવેલા કેટલાક અહેવાલો અને પોસ્ટ ગેરસમજ પર આધારિત હતા, જેને બાદમાં અધિકારીઓ દ્વારા પોતે હટાવી લેવામાં આવ્યા હતા. મુંબઈ મેટ્રો સ્ટેશન પર વરુણ ધવન દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ફોટોશૂટ અથવા અન્ય કોઈ ગતિવિધિઓ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અભિનેતાને દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, આ બધા દાવા હવે ખોટા ગણાવવામાં આવ્યા છે.

અભિનેતાની ટીમે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વરુણ ધવન અને મુંબઈ મેટ્રો સાથે જોડાયેલા તાજેતરના સમાચારોને લઈને ફેલાઈ રહેલી અફવાઓને દૂર કરવી છે. ટીમે જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા જૂની પોસ્ટ દૂર કરવામાં આવી છે અને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ અધિકારીઓના સહકાર બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

ટીમના જણાવ્યા અનુસાર, વરુણ ધવન હંમેશાં શહેરના નિયમો અને મુંબઈ મેટ્રો વિભાગની મહેનતનું સન્માન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે હવે કોઈ વિવાદ કે પેન્ડિંગ ઇશ્યૂ નથી, સચોટ માહિતી શેર કરવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો.

dhawan3
republicbharat.com

વરુણ ધવન હાલમાં રીલિઝ થયેલી પોતાની તાજેતરમાં ફિલ્મ, ‘બોર્ડર 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેના અભિનયને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે, અને બોક્સ ઓફિસ પર પણ ફિલ્મને લઈને ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.