- National
- ચાંદીના નામ પર હાપુરના લોકો આ શું લૂંટી ગયા? હાઇવે પર ટ્રક પલટી ગઈ
ચાંદીના નામ પર હાપુરના લોકો આ શું લૂંટી ગયા? હાઇવે પર ટ્રક પલટી ગઈ
ઉત્તર પ્રદેશના હાપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાઇવે પર એક ટ્રક પલટી ગઈ. ટ્રકમાં સફેદ ધાતુ ભરેલી હતી, જેને લોકોએ ચાંદી સમજીને લૂંટવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં, મોટી ભીડ એકઠી થઈ ગઈ, અને હાઇવે જામ કરી દીધો.
ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના હાપુર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલંદશહેર કટ નજીક તતારપુર બાયપાસ પર જઈ રહેલા એક ટ્રક પલટી મારતા તેમાંથી રસ્તા પર એક શંકાસ્પદ કહી શકાય તેવી સફેદ ધાતુ પડી ગઈ હતી તેના કારણે હાઇવે પર અંધાધૂંધી મચી ગઈ. અને જોત જોતામાં ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ અને અચાનક ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. બાયપાસ પર વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ. એક રાહદારીએ ઘટનાનો એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.
માહિતી મુજબ, એક ટ્રક ગઢમુક્તેશ્વરથી આવી રહી હતી અને તતારપુર બાયપાસ થઈને દિલ્હી તરફ જઈ રહી હતી. ટ્રક જેવી બુલંદશહેર જંકશન પાસે પહોંચી તેટલામાં જ કેટલીક સફેદ ધાતુની વસ્તુઓ રસ્તા પર પડી ગઈ. પસાર થતા લોકોએ ત્યાં અટકી જઈને તેને ચાંદીનો હોવાનું જણાવીને તેને ભેગી કરવાનું શરુ કર્યું. જોત જોતામાં થોડી જ વારમાં ઘટનાસ્થળે ભારે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને ધાતુ ઉપાડવાનું શરૂ કર્યું. સફેદ ધાતુ ચાંદીની હોવાની વાત ઝડપથી ફેલાઈ ગઈ હતી.
આ વાત ઝડપથી ફેલાવાને કારણે લોકોની ભીડ વધુ એકઠી થઇ ગઈ, જેના કારણે બાયપાસ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ટ્રાફિક જામની માહિતી મળતાં, હાપુર ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં સફળ રહી. એક રાહદારીએ ઘટનાનો એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. હવે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
હાપુર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નીરજ કુમારે જણાવ્યું કે, સફેદ ધાતુ ચાંદીની હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ધાતુ કયા વાહનમાંથી પડી હતી અને તેનું સાચું સ્વરૂપ શું છે તે નક્કી કરવા માટે નજીકના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

