માદુરો જેલમાં, ટ્રમ્પનો તેલ ભંડાર પર નિયંત્રણ; તો પછી વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો કેમ?

વેનેઝુએલાની કટોકટી હાલમાં વિશ્વમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય બનેલી છે. અને એવું થાય પણ કેમ નહીં? આખરે અમેરિકાએ દેશના રાષ્ટ્રપતિની ધરપકડ કરી છે. આટલું ન નહીં, આ દેશના તેલ ભંડાર પર અમેરિકાનું નિયંત્રણ હોય તેવું લાગે છે. પરંતુ એક બાજુ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે, તો બીજી બાજુ ખુદ વેનેઝુએલાના શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ખરેખર, કરાકસ સ્ટોક એક્સચેન્જમાં માત્ર એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2-3 જાન્યુઆરીની રાત્રે સ્ટ્રાઇક્સ (US સ્ટ્રાઇક્સ વેનેઝુએલા) શરૂ કરીને વેનેઝુએલા સામે કડક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરીને તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા.

આ મામલો ત્યાં જ અટક્યો નહીં. વેનેઝુએલાના તેલ ક્ષેત્ર પર નિયંત્રણનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં અમેરિકન તેલ કંપનીઓના પ્રવેશની વાત કરીને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી. હવે, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા એક મોટી જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વેનેઝુએલામાં વચગાળાની સરકાર 3-5 કરોડ બેરલ તેલ યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલશે, અને પરિણામી આવક પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

Venezuela-Stock-Market1
navbharattimes.indiatimes.com

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, વેનેઝુએલામાં હુમલો કરવામાં આવ્યો છે, તેના રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે, અને દેશની તિજોરી લગભગ જપ્ત જ કરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે, દેશનું શેરબજાર તૂટી પડવાને બદલે, કેમ તેજીમાં હોય તેવું લાગે છે? વેનેઝુએલાના શેરબજારનો મુખ્ય સૂચકાંક, કરાકસ જનરલ ઇન્ડેક્સ, એક જ દિવસમાં 50 ટકા વધ્યો. એક્સચેન્જ ડેટા પર નજર કરીએ તો, ઇન્ડેક્સ 6 જાન્યુઆરીએ 3896.8 પર બંધ થયો, જે 1299 પોઈન્ટ અથવા 50.01 ટકાનો વધારો દર્શાવે છે.

નિકોલસ માદુરોની ધરપકડ પછી, કરાકસ ઇન્ડેક્સની ઉંચાઈ રોકેટ ગતિએ છે, જે 2 જાન્યુઆરીએ 2231થી વધીને 6 જાન્યુઆરીએ 3896ની આગળ નીકળી ચુક્યો છે, જે 74 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. એટલું જ નહીં, ગયા વર્ષે 23 ડિસેમ્બરે, જ્યારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર દબાણ વધારવાનું શરૂ કર્યું ત્યારથી વેનેઝુએલાના શેરબજારના પ્રદર્શન પર નજર કરીએ તો, ઇન્ડેક્સમાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલાનું શેરબજાર 1947માં સ્થાપિત થયું હતું અને તે દક્ષિણ અમેરિકાનું સૌથી નાનું સ્ટોક એક્સચેન્જ છે.

Venezuela-Stock-Market
bharat24live.com

હવે ચર્ચા કરીએ કે, આટલી બધી ઘટનાઓ બની છતાં, આખરે વેનેઝુએલાનું શેરબજાર તૂટી પડવાને બદલે વધી કેમ રહ્યું છે. મળતા અહેવાલો અનુસાર, બજાર રોકાણકારો (વેનેઝુએલા સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર્સ)એ હવે US પ્રવેશ પછી દેશમાં રાજકીય સ્થિરતા અને આર્થિક સુધારા થાય એવી આશા ઉભી કરી છે.

આ ઉપરાંત, લાંબા સમયથી US પ્રતિબંધોનો સામનો કરી રહેલા વેનેઝુએલાને આ પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે, જેનાથી વૈશ્વિક રોકાણના પ્રવાહ દ્વારા આર્થિક વૃદ્ધિમાં સુધારો થવાની આશા જાગી છે અને રોકાણકારોની આ સકારાત્મક ભાવનાએ બજારને મજબૂત બનાવ્યું છે.

About The Author

Related Posts

Top News

રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

નેશનલ હેરાલ્ડ અખબારને કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર તરફથી અન્ય કોઈપણ રાષ્ટ્રીય દૈનિક અખબાર કરતાં વધુ જાહેરાત ભંડોળ મળ્યું હતું...
National 
રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો

મહારાષ્ટ્રના રાજકારણમાં એક ગજબનો ખેલ જોવા મળ્યો. ક્યાંક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન બનાવ્યું, તો ક્યાંક ઓવૈસીએ ભાજપ સાથે...
Politics 
શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો

આવું કેવું? 7 કરોડનો ડાંગર ઉંદરો અને ઉધઈ કેવી રીતે ખાઈ ગયા?

છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક સ્ટોરેજ સેન્ટરમાંથી 7 કરોડ રૂપિયાના ડાંગર ગાયબ થઇ ગયા છે. અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે...
National 
આવું કેવું? 7 કરોડનો ડાંગર ઉંદરો અને ઉધઈ કેવી રીતે ખાઈ ગયા?

ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...

ગુજરાતમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના જ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને...
Governance 
ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.