હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની ભૂલોને કારણે, તો ક્યારેક સાચા માલિકની ઓળખનું સંકટ ઉભું થાય છે. જમીન સંબંધિત વિવાદો સામાન્ય માણસને તેની બચત અને તેની માનસિક શાંતિ બંને છીનવી લે છે. પરંતુ હવે, આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. દિલ્હી સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના હેઠળ, માણસોની જેમ દરેક જમીનનો પોતાનું આધાર કાર્ડ હશે. અને તેને ટેક્નિકલ ભાષામાં ULPIN એટલે કે યુનિક પ્લોટ આઇડેન્ટિફિકેશન નંબર નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં, મહારાષ્ટ્રમાં આ ભૂ-આધાર રજૂ કરવામાં આવ્યો હતો.

aadhaar-land
x.com/i/grok

આ નવી સિસ્ટમમાં, દરેક પ્લોટ અથવા ખેતરને એક અનોખો 14-અંકનો નંબર આપવામાં આવશે. આને જ ભૂ-આધાર કહેવામાં આવી રહ્યો છે. જેવો જ તમારો આધાર નંબર દાખલ કરશો, તમારી ઓળખ સામે આવી જાય છે, તેમ સિસ્ટમમાં આ 14-અંકનો નંબર દાખલ કરતા જ જમીનનો સમગ્ર ઇતિહાસ ખૂલી જશે. તે જમીનનું ક્ષેત્રફલ કેટલું છે, તેની સીમાઓ ક્યાં સુધી છે, તેનો અસલી માલિક કોણ અને તેના પર અત્યાર સુધી કયો કયો પાક ઉગાડવામાં આવ્યો છે, આ બધી માહિતી એક જ ક્લિકથી ઉપલબ્ધ થઇ જશે.

સામાન્ય માણસ અને ખેડૂતોને સીધો ફાયદો કેવી રીતે થશે?

આ લેન્ડ આધાર સિસ્ટમનો સૌથી મોટો ફાયદો ખેડૂતો અને સામાન્ય લોકોને થશે, જેઓ પોતાની જમીન પર પોતાનો અધિકાર સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

વિવાદોનો અંત: જ્યારે સેટેલાઇટ અને ડિજિટલ મેપિંગ દ્વારા જમીનની સીમાઓ નક્કી થઈ જશે, ત્યારે પડોશીઓ સાથેના સીમા વિવાદનો અંત આવશે.

aadhaar-land1
tv9hindi.com

લોન અને વળતરની સરળતા: હાલમાં, બેંકો પાસેથી લોન મેળવવા અથવા પાક ખરાબ થવા પર વળતર મેળવવા માટે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. ભૂ-આધાર હશે તો બેંકો તાત્કાલિક જમીનના માલિકને વેરિફાઇ કરી શકશે, જેથી લોન પ્રક્રિયા ઝડપી થઈ જશે.

છેતરપિંડી પર કાબૂ: જમીન ખરીદતી વખતે લોકો ઘણીવાર છેતરપિંડીનો ભોગ બને છે. આ યુનિક નંબર દ્વારા ખરીદદારો પહેલાથી જ ચેક કરી શકાશે કે જમીનનો અસલી માલિક કોણ છે અને તેના પર કોઇ જૂનો શું વિવાદ તો નથી ચાલી રહ્યો ને.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.