સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે એક એવું નિવેદન આપ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય મંચ પર ખળભળાટ મચાવી દીધો છે. અહેવાલો અનુસાર, કૈનેરુગાબાએ તુર્કી પાસેથી 1 અબજ ડૉલરની માંગણી કરી છે. સાથે જ તેમણે કહ્યું કે એમ પણ કહ્યું કે તેમને તુર્કીની સૌથી સુંદર મહિલા જોઇએ છે. કૈનેરુગાબાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો યુગાન્ડા અને તુર્કી વચ્ચેના સંબંધો બગડી શકે છે. તેમણે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી; જોકે, પોસ્ટ્સ પછીથી કાઢી નાખવામાં આવી હતી.

યુગાન્ડાના આર્મી ચીફ જનરલ મુહૂઝી કૈનેરુગાબાએ તુર્કી પાસે બે માંગણીઓ કરી છે. પહેલી માંગ સોમાલીયામાં ઇસ્લામિક આતં*કવાદીઓ સામેની લડાઈમાં યુગાન્ડાના લશ્કરી યોગદાન માટે 1 અબજ ડૉલર અને તેમની બીજી માંગ છે તે દેશની સૌથી સુંદર મહિલાને સોંપી દેવામાં આવે, જેને કૈનેરુગાબાએ પોતાની પત્ની ગણાવી.

11

કૈનેરુગાબાએ એમ પણ કહ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો કમ્પાલામાં તુર્કી દૂતાવાસ બંધ કરવામાં આવશે. તુર્કી ઇચ્છે તો તેના પોતાના ક્ષેત્રમાં યુગાન્ડાનું દૂતાવાસ બંધ કરી શકે છે. તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ એક વર્ષની અંદર ઇસ્તંબુલ જશે, જ્યાં તેમનું હીરોની જેમ સ્વાગત થશે અને તેમની સાથે મુલાકાત કરશે.

જો કે કૈનેરુગાબાની આ માંગણીની ટીકા થઈ છે, પરંતુ આ પહેલી વાર નથી જ્યારે તેમણે આવી વાહિયાત માંગ કરી હોય. તેઓ અગાઉ પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત વિચિત્ર અને આક્રમક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. વર્ષ 2022માં કૈનેરુગાબાએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે લગ્ન કરવાના બદલામાં ઇટાલીને 100 ગાયો આપવાની ઓફર કરી હતી.

12

વર્ષ 2022માં જ તેમણે કહ્યું હતું કે યુગાન્ડા માત્ર બે અઠવાડિયામાં કેન્યાની રાજધાની નૈરોબી પર કબજો કરી શકે છે. આ નિવેદન બાદ યુગાન્ડા સરકારને માફી માંગવી પડી હતી, અને તેમને અસ્થાયી રૂપે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

મુહૂઝી કૈનેરુગાબા કોઈ સામાન્ય લશ્કરી અધિકારી નથી. તેઓ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે અને દેશની સેનામાં ખૂબ પ્રભાવશાળી પદ પર છે. તેમને ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર પણ માનવામાં આવે છે. જો કે, કૈનેરુગાબાએ તેમના વિવાદાસ્પદ નિવેદનો દ્વારા વારંવાર રાજદ્વારી મુશ્કેલીઓ ઊભી કરી છે. અનેક પ્રસંગોએ તેમણે અન્ય રાષ્ટ્રો અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી છે, જેના કારણે યુગાન્ડાની સરકારને સ્પષ્ટતા જાહેર કરવી પડી છે. ભૂતકાળમાં પણ તેમના નિવેદનોને કારણે દેશની રાજદ્વારી છબી અંગે પ્રશ્નો ઉભા થયા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.