સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15 મહિનાની પૌત્રી ઇવારા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરે છે? નાનકડી ઇવારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પર લાડુ પણ ચઢાવે છે. સુનિલ શેટ્ટીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં સુનિલ શેટ્ટીએ ખુલાસો કર્યો કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પુત્રી ઇવારાને એક આયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું. ત્યારથી ઇવારા દરરોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પર મીઠાઈ ચઢાવે છે. સુનિલ શેટ્ટીએ સ્પષ્ટતા કરી કે કોઈએ તેમની પૌત્રીને આવું કરવા કહ્યું નથી; તે આ બધું પોતાની મેળે કરે છે.

Suniel-Shetty2
facebook.com/SunielVShetty

સુનિલ શેટ્ટીએ કહ્યું કે, તમને વિશ્વાસ નહીં આવે, મારી પૌત્રી ફક્ત 15 મહિનાની છે. એકવાર એરપોર્ટ પર તેની એક આયાએ તેને મોદીજી બાબતે જણાવ્યું હતું. હવે, દરરોજ સવારે, તે સાઈ બાબા વિશે એક પુસ્તક ખોલે છે જેમાં મોદીજીનો પરણ એક ફોટો છે. ફોટો જોઈને 'મોદી જી’, ‘મોદી જી' કહે છે. પછી તે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ પાસેથી મીઠાઈ લાવે છે અને તે ફોટોને 'ખવડાવે' છે. મેં કે તેની માતાએ તેને ક્યારેય આવું કરવાનું કહ્યું નથી.

તેમણે ઉમેર્યું કે, આયાએ તેને ફક્ત એટલું કહ્યું હતું કે 'મોદી જી'. હવે તેમનામાં કંઈક ખાસ વાત હશે ને, અને તે એકમાત્ર બાળક નથી. અમે તેની હાજરીમાં તેમના વિશે એક પણ શબ્દ કહ્યો નથી, છતા તે પોતાની જાતે 'મોદી જી, મોદી જી' કહે છે. તેમાં કંઈક તો વાત છે.

Suniel-Shetty
facebook.com/SunielVShetty

શેટ્ટીએ કહ્યું કે જો તેમની 15 મહિનાની પૌત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આટલો પ્રેમ અને આદર બતાવે છે, તો તેમનામાં ખરેખર કંઈક જાદુઈ છે. મેં હંમેશાં કહ્યું છે કે હું તેમનો ખૂબ મોટો પ્રશંસક છું. હું અહીં કોઈ રાજકીય પક્ષ વિશે વાત કરી રહ્યો નથી; હું એક નેતા વિશે વાત કરી રહ્યો છું. જો કોઈ નેતા મને પ્રભાવિત કરે છે, તો તેઓ કરે છે. જેટલો પ્રેમ હું મારા દેશને કરું છું એટલો જ પ્રેમ તે વ્યક્તિને પણ કરું છું. તેમના વ્યક્તિત્વમાં ખરેખર કંઈક ખાસ વાત છે.

નોંધનીય છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમના લગ્ન પછી માર્ચ 2025માં તેમની પુત્રી ઇવારાનું વેલકમ કર્યું હતું. સુનિલ શેટ્ટી તેમની પૌત્રીની ખૂબ નજીક છે અને ઘણીવાર ઇન્ટરવ્યૂમાં ઇવાર વિશે વાત કરે છે.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.